Top Stories
હવે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠા જ આધાર કાર્ડમાં બદલી જશે નામ,નંબરને એડ્રેસ

હવે ઓફિસના ધક્કા નહીં ખાવા પડે, ઘરે બેઠા જ આધાર કાર્ડમાં બદલી જશે નામ,નંબરને એડ્રેસ

વર્તમાન સમયમાં દરેક સરકારી યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડની જરૂર પડે છે. આ ઉપરાંત તેને આધારને પાન કાર્ડ સાથે લીંક કરવું પણ સરકારે અનિવાર્ય બનાવ્યું છે. જો કે કેટલાક લોકોના આધાર કાર્ડ સરનામું, નામ અથવા મોબાઇલ નંબર ખોટો પણ આવી જાય છે. જેના કારણે ઘણી મુશ્કેલી ઉભી થાય છે. લોકો પાસે ઓફિસોના ધકા ખાવાનો ટાઈમ પણ હોતો નથી.

જો કે હવે તમારે આ કામ માટે ઓફિસના ધક્કા ખાવાની બિલકુલ જરૂર નહીં પડે. આ કામ તમે ઘરે બેઠા જ કરી શકો છો. આપણે જોઈએ છીએ કે, ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે આપણો નંબર એટલે કે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક નથી હોતો. તો સૌ પ્રથમ જો તમારો નંબર બદલાઈ ગયો હોય, તો પણ તમે તમારા આધાર કાર્ડની સાથે UIDAI વેબસાઈટ પર જઈને તમારો નવો મોબાઈલ નંબર અપડેટ કરી શકશો. તો ચાલો જાણીએ આ સમગ્ર પ્રોસેસ.

આધારમાં નામ, સરનામું કે ફોન નંબર આ રીતે બદલો
- સૌ પ્રથમ તમારા કમ્પ્યુટર પર UIDAI https://ask.uidai.gov.in/ ની વેબસાઈટ ખોલો.
- મોબાઈલ નંબર અને કેપ્ચાની મદદથી લોગ-ઈન કરો.
- હવે જે વિગતો તમને પૂછવામાં આવે છે તે ભરી દો.
- બધી વિગતો ભર્યા પછી, હવે Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા તમારા મોબાઈલ પર OTP આવશે.
- ત્યાર બાદ જમણી બાજુએ આપેલા બોક્સમાં આ OTP એન્ટર કરો અને સબમિટ OTP પર ક્લિક કરો.
- હવે તમે આગળના પેજ પર જાઓ. અહીં Aadhaar Services New Enrollment and Update Aadhaar નો વિકલ્પ જોવા મળશે. અહીં અપડેટ આધાર પર ક્લિક કરીને કામ કરો.
- હવે આગળની સ્ક્રીન પર, તમે નામ, આધાર નંબર, રહેઠાણનો પ્રકાર અને તમે શું અપડેટ કરવા માંગો છો જેવા વિકલ્પો જોવા મળશે.
- અહીં તમને ઘણા ફરજિયાત વિકલ્પો મળશે, જે તમારે ભરવાના છે. ‘what do you want to update વિભાગ પર મોબાઇલ નંબર પસંદ કરો.
- ત્યાર બાદ આગળના પેજ પર તમને મોબાઈલ નંબર અને કેપ્ચા લખવાનું કહેવામાં આવશે. પૂછવામાં આવતી તમામ વિગતો કાળજીપૂર્વક ભરો.
- હવે Send OTP પર ક્લિક કરો.
- હવે તમારા મોબાઈલ પર આવેલ OTP એન્ટર કરો અને તેને વેરિફાઈ કરી લો.
- હવે Save અને Proceed બટન પર ક્લિક કરો.
- હવે તમે ભરેલી બધી માહિતીને કાળજીપૂર્વક ચકાશી લો.
- જો બધી વિગતો યોગ્ય હોય, તો હવે તમે સબમિટ બટન પર ક્લિક કરો.
- હવે તમને એપોઇન્ટમેન્ટ ID સાથે સક્સેસ સ્ક્રીન મળશે.
- અહીં બુક એપોઇન્ટમેન્ટ(Book Appointment ) વિકલ્પ પર ક્લિક કરો અને આધાર નોંધણી કેન્દ્ર પર સ્લોટ બુક કરવાનું શરૂ કરો.

ઑફલાઇનની રીત
- આધાર એનરોલમેન્ટ અથવા અપડેટ સેન્ટર પર જાતે જાવ.
- અહીં તમે આધાર અપડેટ ફોર્મ ભરો.
- ફોર્મ પર તમારો વર્તમાન મોબાઇલ ફોન નંબર એન્ટર કરો.
- આધાર નોંધણી કેન્દ્ર પર હાજર પ્રતિનિધિ તમારી વિનંતી રજીસ્ટર કરશે.
-તમારી વિનંતી રજીસ્ટર કર્યા પછી, તમને અહીંથી એક Acknowledgement Receipt મળશે. તેના પર URN અપડેટ રિક્વેસ્ટ નંબર દાખલ કરવામાં આવશે.
- આ સેવા માટે તમારે 25 રૂપિયા ચૂકવવા પડશે.