Pan Card Deactivation: સરકારે દેશમાં 11.5 કરોડ પાન કાર્ડ બંધ કરી દીધા છે. સરકારે આ પગલું પાન કાર્ડ યુઝર્સ દ્વારા તેમના પાન કાર્ડને આધાર સાથે લિંક ન કરવાના કારણે ઉઠાવ્યું છે. PAN કાર્ડને આધાર કાર્ડ (Pan Aadhaar Link) સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂને પૂરી થઈ ગઈ છે. સમયમર્યાદા પસાર થયા બાદ સરકારે આ કડક કાર્યવાહી કરી છે. હાલમાં ભારતમાં PAN કાર્ડની સંખ્યા 70.2 કરોડ છે. તેમાંથી લગભગ 57.25 કરોડ લોકોએ પાન કાર્ડને આધાર સાથે લિંક કર્યું છે.
મહિલાઓ અને દીકરીઓ માટે LICની ખાસ નવી યોજના, મળશે અઢળક રૂપિયા, દિવાળી પહેલાં કરો રોકાણ
જો તમે હજુ સુધી આધાર કાર્ડને પાન કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો શક્ય છે કે તમે પણ સરકારના આ કડક પગલાનો શિકાર થઈ ગયા હોવ. PAN ને હજુ પણ આધાર સાથે લિંક કરી શકાય છે. પરંતુ, આ માટે હવે ભારે દંડ ભરવો પડશે.
બેંકમાં સરકારી નોકરીની મોટી તક, 90000 રૂપિયા મળશે મહિનાનો પગાર, જલ્દી અરજી કરી દો
લિંક કરવું ફરજિયાત છે
એક RTIના જવાબમાં, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ માહિતી આપી છે કે લગભગ 12 કરોડ લોકોએ નિર્ધારિત સમય મર્યાદામાં આધાર PAN લિંક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી નથી. તેમાંથી 11.5 કરોડ લોકોના પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવ્યા છે. 1 જુલાઈ, 2017 પહેલા પાન કાર્ડ બનાવનારા લોકો માટે તેને આધાર સાથે લિંક કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો હતો. આવકવેરા કાયદાની કલમ 139AA હેઠળ, પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
1000નો દંડ
નવું પાન કાર્ડ બનાવવાની ફી 100 રૂપિયાથી ઓછી છે, પરંતુ સરકાર પાન કાર્ડને આધાર સાથે લિંક કરીને ફરીથી સક્રિય કરવા પર 1000 રૂપિયાનો દંડ વસૂલ કરી રહી છે. જો કે હવે જે નવા પાન કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે તેને તરત જ આધાર સાથે લિંક કરવામાં આવી રહ્યા છે.
પાન-આધાર વગર કેટલું સોનું ખરીદી શકાય? દિવાળીની ખરીદી કરતા પહેલા જાણી લો નિયમો
PAN નિષ્ક્રિય કરવાથી મોટી સમસ્યાઓ થશે
પાન કાર્ડ બંધ થવાને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે વ્યક્તિનું પાન કાર્ડ બંધ થઈ ગયું છે તે આવકવેરા રિફંડનો દાવો કરી શકશે નહીં. તેમજ તમે ડીમેટ ખાતું ખોલાવી શકશો નહીં અને મ્યુચ્યુઅલ ફંડ યુનિટ ખરીદવા માટે ₹50,000 થી વધુ ચૂકવણી કરી શકશો નહીં. જેમના આધાર અને પાન કાર્ડ લિંક નથી તેમના માટે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ બનાવવામાં આવશે નહીં.
ખાસ જરૂરી વાત: ભોજન કર્યા પછી તરત જ પાણી ન પીવો, નહીં તો થશે આ 5 મોટી સમસ્યાઓ
PAN સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
જો તમે પણ જાણવા માગો છો કે તમારું આધાર કાર્ડ તમારા પાન નંબર સાથે લિંક છે કે નહીં, તો તમારા ફોન નંબર પરથી UIDPAN < 12 અંકનો આધાર નંબર> < 10 અંકનો પાન નંબર> 567678 અથવા 56161 પર મોકલો. આ પછી, તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક સંદેશ આવશે જે તમને જણાવશે કે તમારું PAN આધાર સાથે લિંક છે કે નહીં.