દેશમાં કોરોના વાયરસ બે ગણી ગતિથી વધી રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓમાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજ્યમાં કોરોના વાયરસનાં 11,084 કેસ નોંધાયા હતા જ્યારે 14,770 લોકોએ કોરોનાને માત આપી છે. કોરોના ને રોકવા સરકાર બને એટલા પ્રયત્નો કરી રહી છે, એવામાં દેશમાં વેક્સિન ને લઈને ઘણા ફ્રોડ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવાં કિસ્સાઓ રોકવા તથા કોરોના રસીકરણ નાં કોવિડ પોર્ટલને પહેલા કરતા વધુ સુરક્ષિત બનાવવા નવું અપડેટ મૂકવામાં આવ્યું છે. આ અપડેટ માં હવે ચાર આંકડાનો OTP જોડવામાં આવ્યો છે. Co-WIN પોર્ટલ પર OTP સિવાય બીજો કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેથી કોરોના વેક્સિનનું રજીસ્ટ્રેશન અગાઉ જે હતી તે જ રીતે રહેશે. આ ફીચર પોર્ટલમાં જોડવાનુ મુખ્ય હેતુ વેક્સિનેશન દરમિયાન આવતી ખામીઓને ને ઓછી કરવાનો છે. એવું જાણવા મળી રહ્યું છે કે Co-WIN પોર્ટલ પર કોઈ વ્યક્તિ કોઈ કારણોસર રસી નથી મુકાવી શક્યો, તો પણ Co-WIN પોર્ટલ પર દેખાડવામાં આવે છે કે તેને રસી લઈ લીધી છે, અને તેના મોબાઈલ માં તેણે રસી લઈ લીધો તેવો મેસેજ પણ આવે છે.
આ અપડેટ કંઈ રીતે કામ કરશે?
COVID વેક્સિન લગાવવા જે લોકોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી નાખ્યું છે તેને 4 આંકડાનો OTP વ્યક્તિના એપોયમેન્ટ ની સ્લીપમાં પ્રિન્ટ આવશે. આ જાણકારી વેક્સિન લગાવવા વાળા વ્યક્તિને આપવામાં આવશે નહિ. આ સિવાય જે વ્યક્તિને રસી આપવાની છે તેના મોબાઈલ માં પણ OTP મોકલવામાં આવશે અને વ્યક્તિ તેને સેવ પણ કરી શકશે. ગુજરાતમાં રવિવાર ની સ્થિતિ એ 1,03,27,556 લોકોએ વેક્સિન નો પહેલો ડોઝ લીધે હતો જ્યારે 32,14,079 લોકોએ વેક્સિન નો બીજો ડોઝ લઈ લીધો હતો. દેશના રાજ્યોમાં જો સૌથી વધુ લોકોને રસી આપવામાં આવી હોય તો તે મહારાષ્ટ્ર છે, બીજા નંબરે રાજસ્થાન છે અને ત્રીજા નંબરે ગુજરાત છે. ગુજરાતમાં મે મહીનામાં રસીકરણ નુ કામ એપ્રિલ મહિના કરતાં ધીમું પડ્યું હતું. ગુજરાતની વાત કરીએ તો સૌથી વધુ રસી અમદાવાદનાં લોકોએ લીધી છે. અમદાવાદમાં 18.03 લાખ લોકોને રસી આપવામાં આવી છે, બીજા નંબરે સુરત અને ત્રીજા નંબર વડોદરા છે. ડાંગ જિલ્લામાં સૌથી ઓછી રસી આપવામાં આવી છે.
આ મહિનાની વાત કરીએ તો 18 થી 44 વયજૂથમાં કરાયેલ રસીકરણ નીચે મુજબ રહ્યું હતું.
તારીખ | રસીકરણ |
1 મેં 2021 | 55,235 |
2 મેં 2021 | 25,712 |
3 મેં 2021 | 27,272 |
4 મેં 2021 | 52,528 |
5 મેં 2021 | 36,226 |
6 મેં 2021 | 27,776 |
7 મેં 2021 | 22,474 |
8 મેં 2021 | 19,276 |
9 મેં 2021 | 14,770 |
આવી વધારે માહિતી માટે અમારી Khissu એપ્લીકેશન ડાઉનલોડ કરો અને આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો.