Top Stories
આગમી ૩૬થી ૭૨ કલાક ભારે: આટલા જીલ્લા થઇ જાવ સાવધાન, હવામાન વિભાગે કરી અચાનક આગાહી

આગમી ૩૬થી ૭૨ કલાક ભારે: આટલા જીલ્લા થઇ જાવ સાવધાન, હવામાન વિભાગે કરી અચાનક આગાહી

હવામાન ખાતાએ આગાહી કરતાં જણાવ્યું છે આગમી ૭૨ કલાક ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડશે. છેલ્લા કેટલાક દિવસોથી નિષ્ક્રિય થયેલ ચોમાસુ હાલમાં સક્રિય બન્યું છે. અરબી સમુદ્રમાં હળવું દબાણ તૈયાર થયું છે. જેમના ભાગ રૂપે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સોમવારે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી?
સોમવારના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ, આણંદ, અરવલ્લી, મહીસાગર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, પોરબંદર, અમરેલી, બોટાદ અને દીવમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મંગળવારે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ આગાહી?
ડાંગ, તાપી, અમરેલી, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. જયારે બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, દાહોદ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારે વરસાદ પડશે.

બુધવારે કયા જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી?
દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, અરવલ્લી, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને જૂનાગઢમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

અરબ સાગરમાં બનેલી લો-પ્રેશર સિસ્ટમ?
હાલમાં અરબ સાગરમાં બનેલી લો પ્રેશર સિસ્ટમ મુંબઈ અને સૌરાષ્ટ્ર વચ્ચે સ્થિત છે. જે આવનાર ૨૪ કલાકમાં આગળ વધશે અને દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા નજીક પહોંચશે. જ્યારે આ સિસ્ટમ દરિયાકાંઠાના વિસ્તારો નજીક પહોંચશે ત્યારે ગાજવીજ સાથે ભારે વરસાદ આપીશે. અરબી સમુદ્રમાં બનેલી આ લો પ્રેશર સિસ્ટમની સૌથી વધારે અસર દક્ષિણ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળશે, એ વિસ્તારોમાં ભયંકર ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે. આ સિવાય ગુજરાત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે.

હવામાન ખાતાની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. આવનાર ૩૬થી ૭૨ કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 72 તાલુકાની અંદર વરસાદી માહોલ સર્જાયો હતો.

આગમી દિવસોમાં હજી પણ લો પ્રેશર તૈયાર થશે, તેમની અસર ગુજરાત માં વધારે જોવા મળશે. 13 તારીખ દરમિયાન બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, જેમનો રસ્તો પણ ગુજરાત બાજુ જોવા મળશે જેથી તેમના કારણે ભારે વરસાદ પડવાના સંકેતો છે.