ભારતીય લોકોની સોના પ્રત્યેની દિવાનગી કોઈનાથી છુપી નથી. ભાઈઓ બહેનો બધા ઘરેણાના રૂપમાં પહેરે છે. આ ઉપરાંત મંદિરોમાં પણ સોનાનો ઉપયોગ થાય છે. એટલુ નહીં જ્યારે પૈસાના રોકાણની વાત આવે ત્યારે પણ વર્ષોથી ભારતીયો સોનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માને છે. તો હવે તમારે જો સોનામાં રોકાણ કરવુ હોય તો મોદી સરકાર તમને તક આપી રહી છે. જેના દ્વારા તમે સસ્તુ સોનું ખરીદી શકો છો.
હકિકતમાં ભારત સરકારે સોવરિન ગોલ્ડ બોન્ડ 2021-22ની નવમી સિરિઝ સોમવારથી શરૂ કરી છે. સોવરિન ગોલ્ડ બોન્ડ 2021-22 તમે 10 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી સુધી ખરીદી કરી શકો છે. આ બોન્ડ ભારત સરકાર વતી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે.
આ અંગે RBIએ જણાવ્યું કે સોવરિન ગોલ્ડ બોન્ડ 2021-22ની નવમી સિરીઝની ઈશ્યૂ કિંમત 4,786 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, સરકારે સીરિઝ આઠમી સિરીઝથી ઈશ્યુ પ્રાઈસમાં પ્રતિ ગ્રામ 5 રૂપિયાનો ઘટાડો કર્યો છે. આઠમી સિરીઝ માટે ઈશ્યુ પ્રાઇસ 4,791 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી હતી.
આ લોકોને ડિસ્કાઉન્ટ મળશે
હવે ભારત સરકારે RBI સાથે વિચાર વિમર્શ કરીને નિર્ણય લીધો છે કે જે રોકાણકારો ઓનલાઈન અરજી કરશે અને ડિજિટલ માધ્યમથી પૈસાની ચૂકવણી કરે છે તેમને 50 રૂપિયા પ્રતિ ગ્રામ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
જાણો ક્યાં અરજી કરવાની રહેશે
સોવરિન ગોલ્ડ બોન્ડ્સ બેંકો, સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SHCIL), નક્કી કરેલી પોસ્ટ ઓફિસો અને સ્ટોક એક્સચેન્જો - NSE અને BSE દ્વારા વેચવામાં આવશે.
જાણો કેટલુ વ્યાજ મળશે
સોવરિન ગોલ્ડ બોન્ડની મેચ્યોરિટી મુદત 8 વર્ષની રહેશે. આગામી વ્યાજની ચુકવણીની તારીખે 5 વર્ષ પછી બોન્ડમાંથી રોકાણ પાછું ખેંચવાનો વિકલ્પ પણ હશે. આ ઈસ્યુ પર વાર્ષિક 2.5 ટકાના દરે વ્યાજ મળશે. આ વ્યાજ દર 6 મહિને તમારા ખાતામાં જમા કરવામાં આવશે.
રોકાણ કરવાની મહત્તમ મર્યાદા
એ જાણી લો કે, સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં, એક વ્યક્તિ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ 4 કિલોગ્રામ ગોલ્ડ બોન્ડ ખરીદી શકે છે. તો બીજી તરફ, ઓછામાં ઓછું એક ગ્રામ રોકાણ હોવું જરૂરી છે. આ ઉપરાંત ટ્રસ્ટ અથવા તેના જેવા સંસ્થાઓ 20 કિલો સુધીના બોન્ડ ખરીદી શકે છે.
KYCના નિયમો શું હોય છે
સોવરેનમ ગોલ્ડ બોન્ડ માટે KYC ધોરણો એજ છે જે ફિજિકલ સોનાની ખરીદી માટે હોય છે. તમને જણાવી દઈએ કે સરકારે વર્ષ 2015માં સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમ શરૂ કરી હતી. સોવરિન ગોલ્ડ બોન્ડ સરકારી સિક્યોરિટીઝ છે. તે ફિજિકલ સોનાના વિકલ્પ તરીકે લોન્ચ કરવામાં આવ્યું હતું.