EPFO (Employees' Provident Fund Organisation) એ PF ખાતાનાં નિયમમાં ફેરફાર કર્યો છે. વાત જાણે એમ છે કે EPFO એ હવે તમામ EPF ખાતાને આધાર સાથે લીંક કરવાનુ ફરજિયાત કરી દીધું છે. જો કોઈ પીએફ ખાતાધારક આધાર કાર્ડ ને પીએફ એકાઉન્ટ સાથે લીંક નહિ કરે તો તેને મળતી સેવાઓ બંધ થઈ જશે. તમને જણાવી દઇએ કે 15 જૂને EPFO એ આધાર અને UAN ને લીંક કરવાની સમયમર્યાદા 3 મહિના વધારી હતી. પરંતુ હવે તેની નવી સમયમર્યાદા 1 સપ્ટેમ્બર 2021 છે.
આ પણ વાંચો:- સોનામાં મોટો ઘટાડો, જાણો આજે કેટલો ઘટાડો, સોનું ખરીદવું કે નહીં?
જો પીએફ એકાઉન્ટ આધાર સાથે લિંક નહિ હોય તો એમ્પ્લોયર ECR (Electronic Challan cum Return) દાખલ નહિ કરી શકે. તેથી ખાતાધારકની પીએફ સેવાઓ શક્ય બનશે નહિ. EPFO એ તેના તમામ સબસ્ક્રાઈબર ને આધાર લિંકિંગ માટે જાણ કરી છે. EPFO એ તમામ નોકરિયાતો ને પણ નિર્દેશ કર્યા કે તેઓ તમામ આધાર વેરીફાઈડ EPF ખાતાધારકો નુ UAN લઈ લે.
જાણો આજના બજાર ભાવ - આજના (16/08/2021, સોમવારના) માર્કેટિંગ યાર્ડોના ભાવો: જાણો ક્યાં જિલ્લામાં કેટલો ભાવ?
નવા નિયમ હેઠળ એમ્પ્લોયર ને હવે આધાર સાથે તમારા એકાઉન્ટ લિંક કરવાની જવાબદારી આપવામાં આવી છે. તેથી હવે EPF ખાતાધારકો ને પોતાની કંપની પાસેથી EPFO માર્ગદર્શિકા વિષેની માહીતી મેળવી લેવી. અને જો કંપનીએ તેમના EPF ખાતાને આધાર લીંક ન કર્યુ હોય તો તેને તાત્કાલિક પૂર્ણ કરો.
આ પણ વાંચો:- યોજના / ખેડૂતોને અનાજ ભરવા માટે એક ડ્રમ અને બે ટબ ફ્રીમાં મળશે: જાણો યોજનાની સંપુર્ણ માહિતી
દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી, તથ્યો વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.