કેન્દ્ર સરકારે કોરોના કાળ દરમિયાન નોકરી કરતા લોકોને મોટી રાહત આપી છે. કર્મચારીઓની ડિપોઝિટ લિંક ઇન્શોયરન્સ સ્કીમ 1976 હેઠળ વીમા રકમની મર્યાદા હવે 6 લાખથી વધારીને 7 લાખ કરી નાખવામાં આવી છે. એટલે કે હવે તમને 7 લાખ સુધીનો લાભ ફ્રીમાં મળશે.
તમને જણાવી દઈએ કે EPFO દ્વારા તેના ગ્રાહકોને જીવન વીમાની સુવિધા આપવામાં આવે છે. તમામ EPFO સબસ્ક્રાઈબર કર્મચરીઓને થાપણ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ સ્કીમ 1976 હેથળ આવરી લેવામાં આવ્યા છે. હાલમાં જ વીમા કવચની મહત્તમ રકમ 7 લાખ કરવામાં આવી છે. જે અગાઉ 6 લાખ રૂપિયા હતી. (CBT) સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ ની 9 સપ્ટેમ્બર 2020 નાં રોજ શ્રમ મંત્રી ગંગવારની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં વીમાની રકમ વધારીને 7 લાખ રૂપિયા કરવાનો નિર્ણય લીધો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયે 28 એપ્રિલના રોજ EDLI યોજના હેઠળ મહત્તમ વીમા રકમ 7 લાખ રૂપિયા સુધી વધારવાનો નિર્ણય અમલમાં મૂકવા જાહેરનામુ પણ બહાર પાડ્યું હતું.
જાણો ક્યારે લઈ શકો છો આ યોજનાનો લાભ?
કર્મચારીનુ કોઈ દુર્ઘટના અથવા સ્વાભાવિક મૃત્યુના કારણે તેના નોમની આ યોજના અંતર્ગત ક્લેમ કરી શકે છે. હવે આ કવર તે કર્મચારીઓને પીડિત પરિવાર માટે પણ ઉપલબ્ધ છે જેમણે મૃત્યુનાં 12 મહિનાની અંદર એક કરતાં વધુ સંસ્થાઓમાં કામ કર્યું છે. જો આ યોજના હેઠળ કોઈ નોમની નથી તો કવરેજ મૃતક કર્મચારીનાં જીવનસાથી, અપરણિત પુત્રી અથવા પુત્ર લાભાર્થી થશે.
જાણો કેવી રીતે થાય છે ગણતરી:- EDLI યોજનામાં કર્મચારીને મળેલા છેલ્લા 12 મહિનામાં મૂળ પગાર + DA નાં આધારે દાવાની ગણતરી કરવામાં આવે છે. નવા સુધારા મૂજબ હવે આ વીમો કવરનો દાવો છેલ્લા મૂળભૂત પગાર + DA નાં 35 ગણો થશે. જે અગાઉ 30 ગણો હતો. જો ના સમજાયું તો એક ઉદાહરણ દ્વારા સમજીએ. જો છેલ્લા 12 મહિનાનો પગાર + DA 15000 રૂપિયા છે તો વિમાનો દાવો 35 X 15,000 + 1,75,000 એટલે કે 7 લાખ રૂપિયા થાય.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.