Top Stories
હવે 10 હજારથી વધુ જમા કરાવ્યા તો લાગશે ચાર્જ, જાણી લો બેંકનો નવો નિયમ

હવે 10 હજારથી વધુ જમા કરાવ્યા તો લાગશે ચાર્જ, જાણી લો બેંકનો નવો નિયમ

નવા વર્ષથી ઘણા નિયમો બદલાયા છે જેની અસર તમારા ખિસ્સા પર પણ પડશે. તેથી તમારે તે જાણવુ જરૂરી છે કે નવા વર્ષથી શું શું ફેરફારો થયા છે. આ વર્ષની શરૂઆતમાં જ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)ના ગ્રાહકોને મોટો ઝટકો લાગશે છે. કારણ કે 1 જાન્યુઆરીથી આ બેંકના ખાતાધારકોએ એક મર્યાદાથી રોકડ ઉપાડવા અને જમા કરાવવા માટે ચાર્જ ચૂકવવો પડશે. જેથી નવા નિયમો જાણવા જરૂરી છે.

આ અંગે બેંકે આપેલી માહિતી મુજબ સ્પષ્ટ છે કે IPPBમાં ત્રણ પ્રકારના બચત ખાતા ખોલવામાં આવે છે. આ બેંક દ્વારા અન્ય ઘણી સુવિધાઓ પણ આપવામાં આવે છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા લોકોને આપવામાં આવેલી માહિતી અનુસાર, બેઝિક સેવિંગ્સ એકાઉન્ટમાંથી દર મહિને ચાર વખત રોકડ ઉપાડવાનું ફ્રી છે. પરંતુ 1 જાન્યુઆરીથી ગ્રાહકોએ દરેક ઉપાડ પર ઓછામાં ઓછા 25 રૂપિયા ચૂકવવા પડશે. જોકે રાહતની બેઝિંગ સેવિંગ્સ એકાઉન્ટ પર પૈસા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં


જાણો કેટલો ચાર્જ લાગશે: તમને જણાવી દઈએ કે, આ બેંકમાં બચત અને ચાલુ ખાતામાં મહિનામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. આ અંગે બેંકે જણાવ્યું કે, આ મર્યાદાથી વધુ જમા કરાવવા પર ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ લેવામાં આવશે. બેઝિક સેવિંગ એકાઉન્ટ સિવાયના અન્ય બચત ખાતા અને ચાલુ ખાતામાંથી દર મહિને 25,000 રૂપિયા ઉપાડવા પર કોઈ ચાર્જ લાગશે નહીં. તો બીજી તરફ, જ્યારે પણ તમે ફ્રી લિમિટ પછી પૈસા ઉપાડશો ત્યારે ઓછામાં ઓછા 25 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે.


આ અંગે IPPBની વેબસાઈટ પર જે માહિતી આપવામાં આવેલી છે તે અનુસાર, આ તમામ નિયમો 1 જાન્યુઆરી 2022 લાગુ થઈ જશે. એટલે કે નવા વર્ષછી ગ્રાહકોને વધુ પૈસા ચૂકવવા પડશે.આ ઉપરાંત GST/CESS અલગથી વસૂલવામાં આવશે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) એ અગાઉ 1 ઓગસ્ટ, 2021ના રોજ ડોરસ્ટેપ બેંકિંગ ચાર્જના નવા દરો લાગુ કર્યા હતા. તો હવે ગ્રાહકોએ નવા વર્ષે લેણદેણ કરતા પહેલા આ વાતનું ધ્યાન રાખવુ નહીં તો પૈસા કપાઈ જશે.