જો તમારી ટ્રેન રદ થઈ ગઈ હોય તો રિફંડ કેવી રીતે મેળવવું, જાણો એક ક્લિકે

જો તમારી ટ્રેન રદ થઈ ગઈ હોય તો રિફંડ કેવી રીતે મેળવવું, જાણો એક ક્લિકે

આજકાલ જે રીતની પરિસ્થિતિ છે તે મુજબ ટ્રેનો રદ થઇ રહી છે. રોગચાળો તથા બદલાયેલું વાતાવરણ યાત્રિઓને અગવડમાં ન મુકી દે તેના નિવારણ માટે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી રહી છે, અમુક ટ્રનોને રૂટ બદલવો પડે છે. આ કારણથી તમારી ટિકિટ કેન્સલ થતી હોય છે, પરંતુ તેમાં ચિંતા કરવાની જરૂર નથી. રેલવે તરફથી ટ્રેન કેન્સલ થવા પર ઓટોમેટિક રિફંડ ઉપલબ્ધ છે. જો તમારી પાસે ઈ-ટિકિટ છે અને તમે જે ટ્રેનમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો તે કોઈ કારણસર કેન્સલ થઈ ગઈ હોય તો ઈ-ટિકિટ કેન્સલ કરાવવા માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી. ટ્રેન કેન્સલ થવાના કિસ્સામાં ઈ-ટિકિટના પૈસા આપોઆપ રિફંડ થઈ જાય છે. આવી સ્થિતિમાં, ટિકિટ ડિપોઝિટ રસીદ એટલે કે TDR ફાઇલ કરવાની જરૂર નથી.

જો તમારી ટ્રેન લેટ છે તો તમને પૂરા પૈસા મળી શકે છે
જો ટ્રેન 3 કલાકથી વધુ મોડી હોય અને પેસેન્જર મુસાફરી ન કરે તો ટ્રેન ઉપડતા પહેલા TDR દાખલ કરવો પડશે. TDR ફાઇલ કરવા માટે, વ્યક્તિએ IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનમાં લોગિન કરવું પડશે. પછી માય એકાઉન્ટ પર જાઓ અને માય ટ્રાન્ઝેક્શન વિકલ્પ પસંદ કરો. હવે File TDR પર ક્લિક કરો.

કાઉન્ટર ટિકિટ ઑનલાઇન કેવી રીતે રદ કરવી
- કાઉન્ટર ટિકિટ ઓનલાઈન રદ કરવા માટે, આ લિંકની મુલાકાત લો (https://www.operations.irctc.co.in/ctcan/SystemTktCanLogin.jsf).

- અહીં તમારો PNR નંબર, ટ્રેન નંબર અને કૅપ્ચા વિકલ્પ ભર્યા પછી, રદ કરવાના નિયમો સાથેના બૉક્સ પર ટિક કરો.

- તે પછી સબમિટ બટન પર ક્લિક કરો.

- હવે તમે બુકિંગ સમયે ફોર્મ પર આપેલા નંબર પર OTP આવશે. તે OTP દાખલ કરો.

- પછી, સબમિટ પર ક્લિક કરો.

- પછી, તમારા PNR ની વિગતો પેજ પર દેખાશે. PNR વિગતોની ચકાસણી કર્યા પછી, ટિકિટ રદ કરવાના વિકલ્પ પર ક્લિક કરો.

- આ પછી રિફંડની રકમ પેજ પર દેખાશે. આ સાથે, બુકિંગ ફોર્મ પર લખેલા નંબર પર એક કન્ફર્મેશન મેસેજ આવશે, જેમાં PNR અને રિફંડની માહિતી આપવામાં આવશે.

જાણો કઈ કઈ ટ્રેન આ રીતે રદ કરવામાં આવી છે
રેલ્વે મુસાફરોની સુવિધા માટે રેલ્વે રદ કરાયેલી ટ્રેનોની યાદી રેલ્વે વેબસાઈટ પર મુકે છે. આ સિવાય તેની માહિતી NTES એપ પર પણ ઉપલબ્ધ છે. કોઈપણ ટ્રેનનું સ્ટેટસ જાણવા માટે રેલવેની વેબસાઈટ https://enquiry.indianrail.gov.in/mntes પર જવું પડશે. અહીં ટ્રેનનો નંબર દાખલ કરવાથી તમે તેની સ્થિતિ જાણી શકશો. આ ઉપરાંત, જો કોઈ વ્યક્તિ રદ કરાયેલી ટ્રેનોની સંપૂર્ણ સૂચિ જોવા માંગે છે, તો તેના માટે તેણે રેલવેની વેબસાઇટ પર જ હાજર ‘Exceptional Trains’  વિભાગ પર ક્લિક કરવું પડશે. તેના પર ક્લિક કરતાં જ રદ કરાયેલી તમામ ટ્રેનોની માહિતી સામે આવશે. રેલવેની વેબસાઈટ ઉપરાંત NTES એપ પર પણ રદ કરાયેલી ટ્રેનોની માહિતી મેળવી શકાય છે.