khissu

NPS, APY નાં નિયમો મોટો ફેરફાર: રાષ્ટ્રીય પેન્શન યોજનાં: જે તમારે જાણવું ખૂબ જ જરૂરી

તમે સરકારી નોકરી કરો છો કે ખાનગી, તમારા માટે રાષ્ટ્રીય પેન્શન યોજના (NPS) અને અટલ પેન્શન યોજના (APY) સંબંધિત નિયમોને જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જણાવી દઈએ કે સરકારે રાષ્ટ્રીય પેન્શન યોજના અને અટલ પેન્શન યોજનામાં સરકારી અને ખાનગી કર્મચારીઓ માટે અલગ-અલગ નિયમો બનાવ્યા છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના કયા છે વિકલ્પો, જેમાં તમને સૌથી વધુ પૈસા મળશે

પ્રાપ્ત માહિતી અનુસાર પેન્શન ફંડ રેગ્યુલેટર PFRDA દ્વારા નેશનલ પેન્શન સ્કીમ અને અટલ પેન્શન યોજના બંનેમાં ફેરફાર કરવામાં આવ્યા છે. પેન્શન સ્કીમમાં નવા ફેરફારો બાદ હવે સ્કીમ સાથે જોડાયેલા સબસ્ક્રાઈબર્સ UPI દ્વારા પણ યોગદાન ચૂકવી શકશે.

સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર, પેન્શન ફંડ રેગ્યુલેટર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો ગ્રાહક સવારે 9.30 વાગ્યા પહેલા પોતાનું યોગદાન ચૂકવે છે, તો તેને તે જ દિવસનું રોકાણ ગણવામાં આવશે. પરંતુ ખાતામાં સવારે 9.30 વાગ્યા પછી જમા થયેલી રકમની ગણતરી આગામી રોકાણ માટે કરવામાં આવશે. સબસ્ક્રાઇબર NEFT/IMPS/RTGS દ્વારા યોગદાનની રકમ મોકલી શકે છે. પરંતુ તેનો વ્યાપ વધાર્યા બાદ હવે UPI પણ કરી શકાશે.

અટલ પેન્શન યોજનામાં પણ ફેરફાર
અટલ પેન્શન યોજનામાં રોકાણ કરીને, તમે પેન્શન તરીકે દર મહિને 1000 થી 5000 રૂપિયા સુધીની રકમ મેળવી શકો છો.  તમે દર મહિને થોડી રકમ જમા કરીને તમારા વૃદ્ધાવસ્થાને આર્થિક રીતે સુરક્ષિત કરી શકો છો. 1 ઓક્ટોબરથી અટલ પેન્શન યોજનામાં ફેરફાર કરવામાં આવ્યા છે.  નવા નિયમ અનુસાર, હવે આવકવેરાદાતાઓ અટલ પેન્શન યોજના (APY) માટે અરજી કરી શકશે નહીં.

આ પણ વાંચો: ઘરે બેઠા સરળતાથી ખોલી શકાય છે પોસ્ટ ઓફિસ એફડી એકાઉન્ટ, જુઓ કઇ રીતે

એનપીએસ શું છે
નેશનલ પેન્શન સિસ્ટમ (NPS)માં બે પ્રકારના ખાતા ખોલવાની સુવિધા આપવામાં આવે છે. આમાં ટિયર-1 ખાતું પેન્શન ખાતું છે. જ્યારે, ટિયર-2 ખાતું સ્વૈચ્છિક બચત ખાતું છે. NPS ટિયર I ખાતામાં આવકવેરાની કલમ 80CCD (1) હેઠળ, 1.5 લાખ રૂપિયાની કપાતનો લાભ ઉપલબ્ધ છે. જો કે, કોઈપણ નાણાકીય વર્ષમાં કપાતની કુલ રકમ રૂ. 1.5 લાખથી વધુ ન હોવી જોઈએ. આ ઉપરાંત, કરદાતા એનપીએસ ટાયર 1 માં યોગદાન દ્વારા 50,000 ની વધારાની વિશેષ કપાતનો પણ દાવો કરી શકે છે  કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે NPS ટાયર I ખાતું ખોલવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે, જ્યારે ટાયર II એ સ્વૈચ્છિક ખાતું છે, તે પોતાની જાતે પસંદ કરી શકાય છે.