ડુંગળીમાં સુધારો યથાવત, કપાસમાં બે દિવસમાં મણે 100 રૂપિયા ઘટ્યા,12/01/2022 ના બજાર ભાવ

ડુંગળીમાં સુધારો યથાવત, કપાસમાં બે દિવસમાં મણે 100 રૂપિયા ઘટ્યા,12/01/2022 ના બજાર ભાવ

 કપાસના ભાવ જે રીતે વધતાં હતા તેનાથી બમણી ગતિએ છેલ્લા બે દિવસથી સડસડાટ ઘટી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસમાં કપાસમાં મણે રૂા.૧૦૦નો કડાકો બોલી ગયો છે. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવ જે ગતિએ વધતાં હતા તે ગતિએ રૂના ભાવ વધ્યા નહોતા આથી જીનર્સોની ડિસ્પેરિટિ એકદમ વધી ગઇ હતી જેને કારણે જીનર્સોને કપાસ ખરીદવો કોઇ રીતે પોસાય તેમ નહોતો. હવે રૂ અને કપાસિયાના ભાવ ઘટી જતાં જીનર્સોની ડિસ્પેરિટિ મોટા પ્રમાણમાં વધી જતાં છેલ્લા બે દિવસથી જીનર્સોએ ઊંચા ભાવે કપાસ ખરીદવાનો બંધ કરી દીધો છે. 

મંગળવારે સૌરાષ્ટ્રમાં જીનપહોંચ એકદમ સારી કવોલીટીના કપાસના રૂા.૧૯૨૫ થી ૧૯૫૦ના ભાવ બોલાતા હતા જે ગયા અઠવાડિયા ઊંચામાં રૂા.૨૦૫૦ હતા. વળી અગાઉ ૩૭ થી ૩૮ના ઉતારાના જે કપાસ આવતાં હતા પણ હવે બહુઓછા થઇ ચૂક્યા છે. હાલ મોટાભાગના લોકલ કપાસમાં ૩૫ થી ૩૬ના ઉતારા અને મહારાષ્ટ્રના કપાસમાં ૩૩ થી ૩૪ના ઉતારા મળે છે. મહારાષ્ટ્રના સારા કપાસના ઘટીને રૂા.૧૮૨૫ થી ૧૮૩૦ બોલાતા હતા કારણ કે વરસાદને કારણે મહારાષ્ટ્રના કપાસમાં મણે દોઢ થી બે કિલો હવા જોવા મળે છે. કડીમાં કપાસના ભાવ મણે રૂા.૨૦ થી ૨૫ મંગળવારે ઘટયા હતા. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કોઇ જીન ઊંચા ભાવે કપાસ લેવા તૈયાર નથી આથી ભાવ ઘટી રહ્યા છે. મહારાષ્ટ્રની ૧૦૦ ગાડી અને કાઠિયાવાડની ૨૫ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૮૮૦ અને કાઠિયાવાડના કપાસના રૂા.૧૯૭૦-૧૯૮૦ બોલાતા હતા.

ડુંગળીમાં સુધારાની ચાલ યથાવત છે. ડુંગળીની આવકો ગઈકાલની તુલનાએ આજે ઘટી હતી, પંરતુ ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. ડુંગળીની બજારમાં બગાડનાં સમાચારને પગલે ભાવ હજી થોડા વધે તેવી ધારણાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.મહુવામાં લાલ ડુંગળીની ૪૭ હજાર કટ્ટાની આવક હતીઅને ભાવ રૂ.૧૫૦થી ૫૧૬નાં હતાં. જ્યારે સફેદમાં ૯૧૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૫૧થી ૩૭૫નાં ભાવ હતાં.ગોંડલમાં લાલ ડુંગળીની ૨૬ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૧થી ૪૫૬નાં ભાવ હતાં.રાજકોટમાં નવી આવક નહોતીં, ગઈકાલની આવકમાંથી વેપારો હતા અને ભાવ રૂ.૧૧૫થી ૪૬૫નાં ભાવ હતાં. ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં 
લેવાલી કેવી રહે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. ભાવ કદાચ સારી ક્વોલિટીમાં રૂ.૫૦૦થી ૫૫૦ થઈને પછી પાછા ફરે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

મગફળીની બજારમાં લેવાલીનાં ટેકે ભાવમાં સરેરાશ રૂ.૧૦થી ૧૫નો વધારો જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં આગળ ઉપર સીંગદાણા અને પિલાણ મિલોની લેવાલી સારી રહેશે તો બજારો હજી વધે તેવી ધારણાં છે. મગફળીમાં ગામડા ઊંચા હોવાથી ખેડૂતો હાલ વેચવાલ નથી, પરિણામે આવકો ખાસ વધતી નથી.ઉનાળુ મગફળીની બિયારણની માંગ હાલ ચાલુ છે અને તેમાં માંગ સારી હોવાથી સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.

જામનગર માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1500

2005

ઘઉં 

300

365

જીરું 

2950

3355

એરંડા 

1050

1152

તલ 

1700

2105

બાજરી 

344

390

રાયડો 

700

1370

ચણા 

800

922

મગફળી ઝીણી  

950

1290 

મગફળી  જાડી 

870

1090

ડુંગળી 

100

505

લસણ 

100

410

સોયાબીન 

1150

1250

તુવેર 

1040

1260

કાળા  તલ 

2050

2200

મરચા સુકા 

1000

3150

મેથી 

1050

1100

મગ 

1050

1090

અડદ 

600

1325

હળવદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1501

1956

મગફળી 

800

1305

ઘઉં 

380

421

જીરું 

3050

3323

એરંડા 

1190

1219

ગુવાર 

1050

1187

તલ 

1850

2161 

બોટાદ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1170

2003

મગફળી 

850

1090

ઘઉં 

390

473

જીરું 

2550

3375

તલ 

1695

2215

બાજરો 

300

468

તુવેર 

980

1223

તલ કાળા 

1600

2480

અડદ 

400

1245

મઠ 

1645

1800 

મેથી 

1000

1150

રાઈ 

1000

1385

ધાણા 

1185

1310

ગોંડલ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ

ઉંચો ભાવ 

કપાસ

1101

2036

જીરું

2351

3321

ઘઉં

396

454

એરંડા

1000

1176

તલ

1500

2121

ચણા

811

956

મગફળી જીણી

820

1221

મગફળી જાડી

800

1181

લસણ

151

461

સોયાબીન

1100

1291

તુવેર

1000

1361

મગ

801

1471

અડદ

851

1421

મરચા સુકા 

551

3301

ઘઉં ટુકડા 

398

510 

શીંગ ફાડા

901

1336 

 

જુનાગઢ માર્કેટ યાર્ડ:

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

ઘઉં લોકવન 

381

428

ઘઉં ટુકડા 

409

436

ચણા  

710

962

અડદ 

900

1328

તુવેર 

1100

1348

મગફળી ઝીણી 

850

1070

મગફળી જાડી 

800

1158

સિંગફાડા 

1000

1305

તલ 

1650

2100

તલ કાળા 

1800

2400

જીરું 

2600

3246

ઇસબગુલ 

1990

1990

ધાણા 

1350

1958

મગ 

1000

1448 

સોયાબીન 

1100

1325

ગમ ગુવાર 

900

1168

 

રાજકોટ માર્કેટ યાર્ડ:.  

વિગત 

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ બીટી

1400

1995

ઘઉં લોકવન 

403

432

ઘઉં ટુકડા

409

477

જુવાર સફેદ

355

584

બાજરી 

285

426

તુવેર 

1000

1274

મગ 

1000

1458

મગફળી જાડી 

924

1175

મગફળી ઝીણી 

912

1128

એરંડા 

1121

1185

અજમો 

1250

2090

સોયાબીન 

1190

1311

કાળા તલ 

1800

2475

લસણ 

215

400

ધાણા

1572

1800

મરચા સુકા 

900

3100

જીરૂ

2945

3284

રાય

1350

1546

મેથી

1150

1450

ઈસબગુલ

1725

2165

ગુવારનું બી 

1170

1185 

 

મોરબી માર્કેટ યાર્ડ:

`વિગત

નીચો ભાવ 

ઉંચો ભાવ 

કપાસ 

1400

2000

ઘઉં 

405

479

જીરું 

2325

3215

ચણા

810

918

તલ 

1770

2108

મગફળી ઝીણી 

894

1184

તલ કાળા 

1690

2326

અડદ 

430

1414