હાલ ડુંગળીનીબજારમાં વચગાળાની તેજી આવી છે અને ગુજરાતની બજારમાં સારી ક્વોલિટીવાળી ડુંગળીનાં ભાવવધીને રૂ.450થી 550 સુધી પહોંચી ગયાં હતાં, જોકે આ ભાવ કેટલોક સમય ટકશે એ કહેવું મુશ્કેલ છે. છેલ્લા એક મહિનામાં બે વાર માવઠા પડી ગયા હોવાથી અને નાશીક તથા ગુજરાતમાં કેટલાકવિસ્તારમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન પહોંચ્યુ હોવાનાં સમાચારઆવી રહ્યાં હોવાથી ડુંગળીનાં ભાવ ઊછળ્યાં છે. એ સાથે જ નવી સિઝનલેઈટ થાય તેવી ધારણાં છે. નાશીકમાં તો ડુંગળીનાં પાકમાં મોટો બગાડ થયો હોવાનાં અહેવાલ સામે આવી રહ્યાં છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છે કે, ડુંગળીની નવી આવકો હજી પૂરજોશમાં ચાલુ નહીં થાય ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ જોવા મળી શકે છે. જેવી ડુંગળીની આવકો વધશે તેવા ડુંગળીનાં ભાવ ફરી નીચા આવી જાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીનાં ભાવ આગામી પંદર દિવસમાં ફરી ઘટીને રૂ.400ની અંદર આવી શકે છે.
શનિવારના રોજ મહુવા માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના લગભગ 17 હજાર થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 100થી 541 સુધીના બોલાયા હતાં. જ્યારે સફેદ ડુંગળીની વાત કરીએ તો 3989 થેલાના વેપારો સામે ભાવ રૂ. 170થી 367 સુધીનાં બોલાયા હતાં.
શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના 24560 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 101થી 456 સુધીના બોલાયા હતાં. તેમજ જેતપુર માર્કેટ યાર્ડમાં લાલ ડુંગળીના લગભગ 3458 થેલાના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 120થી 381 સુધીના બોલાયા હતાં.
તા. 15/01/2022, શનિવારના લાલ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 71 | 410 |
મહુવા | 100 | 541 |
ગોંડલ | 101 | 456 |
ભાવનગર | 110 | 469 |
જેતપુર | 120 | 381 |
વિસાવદર | 84 | 326 |
અમરેલી | 200 | 530 |
મોરબી | 160 | 440 |
અમદાવાદ | 240 | 500 |
દાહોદ | 300 | 500 |
સુરત | 160 | 600 |
તા. 15/01/2022, શનિવારના સફેદ ડુંગળીના ભાવ | ||
વિગત | નીચા ભાવ | ઉંચા ભાવ |
મહુવા | 170 | 367 |
ભાવનગર | 120 | 292 |
ગોંડલ | 96 | 336 |