ડુંગળીની બજારમાં જંગી આવકોને પગલે ભાવમાં સરેરાશ નરમાઈ ચાલુ છે અને સારી ક્વોલિટીનાં ભાવ નીચી સપાટી પર સ્ટેબલ છે. સરેરાશ ભાવ રૂ.૨૦૦ની અંદર જ બોલાય રહ્યાં છે. અત્યારે મોટી સમસ્યા સફેદ ડુંગળીમાં છે અને તેમાં ડિ-હાઈડ્રેશન પ્લાન્ટોની ખરીદી પણ ખાસ નથી, પરિણામે ખેડૂતોને મોટી નુકસાની જઈ રહી છે. વેપારીઓને ઊંચા ભાવમાં પેરિટી બેસે તેમ નથી અને આવકો જંગી આવતી હોવાથી તેઓ ઊંચા ભાવથી માલ લેવા પણ તૈયાર નથી.
દરમિયાન મહુવા યાર્ડે નબળી લાલ ડુંગળીની આવકો પણ બંધ કરી છે. મહુવા યાર્ડનાં સેક્રેટરી વિ.પી.પાંચાણીએ જણાવ્યું હતું કે લાલ ડુંગળી બદલા એટલે કે ખુબ જ નબળી ડુંગળીનાં ભાવ ખુબ જ નીચા છે અને રૂ.૫૦ પ્રતિ મણ આસપાસ વેચાણ થાય છે, જેને કારણે ખેડોતને ભાડા અને થેલીનાં પણ પૈસા ઉભા થતા નથી, પરિણામે તા.૧૨મી એપ્રિલથી આવી ડુંગળીની હરાજી બંધ કરવામાં આવશે. ખેડૂતોએ મંગળવારથી સારો માલ જ લઈને યાર્ડમાં આવવા સૂચના આપી છે. સફેદમાં નબળા માલો ફેકટરીવાળા લઈ લે છે એટલે તેનો નિકાલ થઈ જાય છે.
મહુવામાં લાલ ડુંગળીની ૨૮ હજાર થેલીનાં વેપાર સામે ભાવ રૂ.૫૦થી ૧૯૮ અને સફેદમાં ૬૪ હજાર થેલીની આવક સામે ભાવ રૂ.૯૦થી ૧૯૪નાં ભાવ હતાં. સફેદની કુલ ૧.૫૨ લાખ થેલીની આવક થઈ તહી અને હજી યાર્ડમાં ૮૮ હજાર થેલી પડી છે.રાજકોટમાં ૩૧૭૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૪૦થી ૧૯૦નાં હતાં.
ગોંડલમાં લાલની સાત હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૨૬થી ૧૬૬ અને સફેદમાં નવ હજાર કટ્ટાની આવક સામે ભાવ રૂ.૯૦થી ૧૪૫નાં ભાવ હતાં. આમ ગોંડલમાં ભાવ મણે રૂ.૨૦ જેવા ઘટી ગયાં હતાં.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1800 | 2305 |
ઘઉં | 400 | 512 |
જીરું | 2400 | 4205 |
એરંડા | 1180 | 1363 |
બાજરો | 440 | 532 |
રાયડો | 1000 | 1195 |
ચણા | 850 | 1123 |
મગફળી ઝીણી | 850 | 1164 |
લસણ | 50 | 405 |
અજમો | 1500 | 3445 |
ધાણા | 1500 | 2500 |
તુવેર | 800 | 1165 |
મરચા સુકા | 600 | 3485 |
અડદ | 700 | 1260 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1800 | 2540 |
ઘઉં | 380 | 602 |
બાજરો | 400 | 600 |
ચણા | 865 | 940 |
મગફળી જાડી | 1200 | 1330 |
જુવાર | 350 | 600 |
ધાણા | 1900 | 2461 |
તલ કાળા | 1800 | 2242 |
મેથી | 800 | 1070 |
ઘઉં ટુકડા | 430 | 711 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1810 | 2510 |
ઘઉં લોકવન | 440 | 490 |
ઘઉં ટુકડા | 435 | 530 |
જુવાર સફેદ | 450 | 605 |
બાજરી | 285 | 431 |
તુવેર | 1050 | 1240 |
ચણા પીળા | 907 | 940 |
અડદ | 900 | 1475 |
મગ | 1300 | 1470 |
વાલ દેશી | 850 | 1615 |
વાલ પાપડી | 1525 | 1780 |
ચોળી | 850 | 1665 |
કળથી | 775 | 940 |
સિંગદાણા | 1690 | 1775 |
મગફળી જાડી | 1000 | 1340 |
મગફળી ઝીણી | 950 | 1240 |
સુરજમુખી | 900 | 1205 |
એરંડા | 1250 | 1365 |
અજમો | 1550 | 2305 |
સુવા | 950 | 1375 |
સોયાબીન | 1348 | 1500 |
સિંગફાડા | 1100 | 1675 |
કાળા તલ | 1880 | 2344 |
લસણ | 180 | 630 |
ધાણા | 2250 | 2440 |
જીરું | 3300 | 4250 |
રાઈ | 1300 | 1350 |
મેથી | 1050 | 1230 |
ઇસબગુલ | 2150 | 2526 |
રાયડો | 1125 | 1225 |
ગુવારનું બી | - | - |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 410 | 491 |
ઘઉં ટુકડા | 430 | 495 |
ચણા | 850 | 960 |
તુવેર | 900 | 1309 |
મગફળી ઝીણી | 1090 | 1225 |
મગફળી જાડી | 800 | 1225 |
સિંગફાડા | 1300 | 1607 |
તલ | 1600 | 1851 |
જીરું | 2300 | 3845 |
ધાણા | 2100 | 2549 |
મગ | 1300 | 1424 |
સોયાબીન | 1200 | 1520 |
મેથી | 750 | 1028 |
કાંગ | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2551 |
ઘઉં | 416 | 471 |
જીરું | 2201 | 4231 |
એરંડા | 1200 | 1366 |
તલ | 1500 | 2251 |
બાજરો | 200 | 311 |
રાયડો | 1000 | 1241 |
ચણા | 870 | 936 |
મગફળી ઝીણી | 900 | 1341 |
મગફળી જાડી | 800 | 1331 |
ડુંગળી | 26 | 211 |
લસણ | 101 | 551 |
જુવાર | 431 | 681 |
સોયાબીન | 1300 | 1501 |
ધાણા | 1501 | 2626 |
તુવેર | 651 | 1251 |
મગ | 1076 | 1451 |
મેથી | 600 | 1181 |
રાઈ | 1126 | 1276 |
મરચા સુકા | 701 | 3151 |
ઘઉં ટુકડા | 426 | 606 |
શીંગ ફાડા | 1191 | 1641 |
સુરજમુખી | 876 | 1191 |
કાંગ | - | - |