ડુંગળી: માવઠું - ભાવમાં  મણે 10 થી 20 રૂપિયાનો વધારો, જાણો હવે ભાવ વધશે ? વેપારીઓએ શુ કહ્યું ?

ડુંગળી: માવઠું - ભાવમાં મણે 10 થી 20 રૂપિયાનો વધારો, જાણો હવે ભાવ વધશે ? વેપારીઓએ શુ કહ્યું ?

રવી સિઝનની ડુંગળીએ પાછલા બે વર્ષ દરમિયાન લોકડાઉનને હિસાબે બજારમાં બહું માર ખાધો છે. આ વર્ષે લોકડાઉન નથી, પરંતુ લાલ દેશી કે પીળીપત્તી ડુંગળીના ઉતારામાં ઘટ પછી, નીચી બજારોથી ખેડૂતોને પડ્યા માથે પાટું લાગ્યું છે. જો કે છેલ્લા ચારેક દિવસથી ડુંગળીની બજારો ઘટવાને બ્રેક લાગી, સામાન્ય સુધારો લાગું પડ્યો છે.

આ વખતે ડુંગળીમાં બગાડને લીધે બજારમાં સ્ટોક જેવા માલને બદલે નબળા માલ વધુ આવે છે. સૌરાષ્ટ્રની ડુંગળી ખાસ કરીને લોકલમાં જ જાય છે, જ્યારે મહુવા પીઠામાંથી દિલ્હી અને યુપીમાં ડુંગળી જઇ રહી છે. રમજાન પ્રારંભે દુબઇની ડિમાન્ડ નથી, કદાચ રમજાન આખરમાં માંગ આવી શકે છે. ડુંગળીમાં સામાન્ય સુધારો થઇ પ્રતિ 20 કિલો સારી ડુંગળી રૂ.175 થી રૂ.225 અને નબળી ડુંગળીમાં તો રૂ.70 થી રૂ.150ના ભાવે વેપારો થાય છે.

વેપારીઓનાં મતે 

આ વખતે કેરીના ઉંચા ભાવ હોવાથી ડુંગળીની ખપતને અસરકર્તા નથી. એક વરસાદ પડ્યા પછી ડુંગળીમાં ચોક્કસ ચમકારો આવશે. હાલ સ્ટોકિસ્ટોની ધીમા પગલે ખરીદી શરૂ થવાથી સામાન્ય ભાવ 
સુધારો છે.

ડુંગળીની બજારમાં ઘટાડાને બ્રેક લાગીને ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવમાં સરરેરાશ મજબૂતાઈની ધારણાં છે. સોમવારે અમુક મંડીમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો  સુધારો જોવા મળ્યો હતો. રાજકોટમાં ડુંગળીની કુલ ૨૪૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૫૦થી ૨૨૦નાં ભાવ હતાં.

મહુવામાં લાલ ડુંગળીની ૧૩ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૭૦થી ૨૨૫ અને સફેદમાં ૬૦ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૭૦થી ૨૦૫નાં હતાં.

ગોંડલમાં લાલ ડુંગળીની ૮૮૨૦ કટ્ટાની આવક સામે ભાવરૂ.૪૧થી ૨૨૬ અને સફેદમાં ૧૨૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૮૫થી ૧૩૯નાં ભાવ હતાં.

વેપારીઓ કહે છેકે લાલ ડુંગળીની આવકો હવે ઘટી રહીછે અને સામે નીચા ભાવથી થોડા નિકાસ માંગ નીકળી છે અને સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી આવી હોવાથી બજારને ટેકો  મળી રહ્યો છે. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવમાં હજી થોડો સુધારો આવી શકે છે