ડુંગળીના ભાવ 800 રૂપિયા, માર્કેટ માં હરાજી ફરી શરૂ, જાણી લો ભાવ

ડુંગળીના ભાવ 800 રૂપિયા, માર્કેટ માં હરાજી ફરી શરૂ, જાણી લો ભાવ

ગુજરાતમાં ડુંગળી વાવેતરનું હબ કહીએ તો એ સૌરાષ્ટ્ર વિસ્તાર છે. અહીં ખરીફ, રવી, ચૈત્રી અને સફેદ ડુંગળીનું વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે ડુંગળી નિકાસબંધીથી સૌરાષ્ટ્રનાં ખેડૂતોની આવકને ગળે ટૂપો દેવાઇ ગયો છે.

ભાવનગર શહેનાં માર્કેટિંગ યાર્ડમાં 20 થી 25 હજાર ગુણીનો જથ્થો એકઠો થયો હતો જેની વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી હતી જેના કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી હતી. જોકે નિકાસ પર પ્રતિબંધના કારણે ડુંગળીના ભાવ ગગડી જતા ખેડૂતોને માત્ર 200 થી 300 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે.

ડુંગળીની એક્સપોર્ટ બંધ થતા ખેડૂતોને મોટી નુકસાની ભગવાનનો વારો આવ્યો છે.ત્યારે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવતા રાજકોટ જૂનાગઢ નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હોવાનું સામે આવ્યું છે.તો સાથે જ ગોંડલ માર્કેટિંગ યાર્ડના મુખ્ય દરવાજા પણ ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યા છે. તેમજ ખેડૂતો દ્વારા ખેડૂતોની માંગ પૂરી કરોના ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે.

સરકારે ડુંગળીની કિંમતોને કાબૂમાં રાખવા માટે તેની નિકાસ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. ભારતમાંથી દર મહિને લગભગ 1 લાખ ટન ડુંગળીની નિકાસ થાય છે, જેના પર હવે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં ડુંગળીની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આ સિવાય બજારમાં તેની કિંમત 60 રૂપિયા પ્રતિ કિલો છે. જો કે સરકારે અત્યાર સુધીમાં કિંમતોને નિયંત્રિત કરવા માટે 5.10 લાખ ટન ડુંગળીનો બફર સ્ટોક તૈયાર કર્યો છે. તેમાંથી 2.72 લાખ ટન ડુંગળી બજારમાં આવી ચૂકી છે.

લાલ ડુંગળી

ભાવનગર: નીચો ભાવ 130 ઊંચો ભાવ 475
અમરેલી:  નીચો ભાવ 200 ઊંચો ભાવ 500
મોરબી: નીચો ભાવ  300 ઊંચો ભાવ 600
દાહોદ:  નીચો ભાવ 460 ઊંચો ભાવ 800
વડોદરા: નીચો ભાવ 300 ઊંચો ભાવ700

ડુંગળી સફેદ
ભાવનગર: નીચો ભાવ  235 ઊંચો ભાવ 375
ગોંડલ: નીચો ભાવ  171 ઊંચો ભાવ  381