કપાસિયા અને ખોળની લેવાલી ઠંડી પડતાં સોમવારે કપાસના ભાવમાં મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસિયા ઊંચામાં ખપતાં ન હોઇ જીનર્સોનો કપાસ ખરીદવામાં રસ ઠંડો પડી ગયો હોઇ સોમવારે હલકા અને મિડિયમ કપાસમાં મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા જ્યારે એકદમ સુપરકપાસમાં મણે રૂા.૫ ઘટયા હતા. જીનપહોંચ એકદમ સુપર કપાસના રૂા.૨૦૩૫ થી ૨૦૪૦ બોલાતા હતા.
જ્યારે મહારાષ્ટ્રના બેસ્ટ કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ બોલાતા હતા. સૌરાષ્ટ્રમાં ઠંડી દરમિયાન કપાસના ઊભા છોડમાં નવી ફુટ સારી આવતાં હજુ બે મહિના કપાસની આવક જળવાય રહે તેવું દેખાય છે. હાલ ખેતરમાં કપાસ ઓછો છે પણ ખેડૂતોના ઘરમાં હજુસુપર કવોલીટીનો કપાસ ઘણો પડયો છે. કડીના અગ્રણી બ્રોકરે જણાવ્યુંહતું કે ખોળમાં ખપતી ન હોઇ રૂા.૭૦૦ના ભાવે પણ કપાસિયા ખપતાં નથી આથી કપાસના ભાવમાં રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા.
ગયા અઠવાડિયા રોજની ૬૦૦ થી ૭૦૦ ગાડી દેશાવરના કપાસની આવતી હતી તે ઘટીને હવે ૪૦૦ થી ૪૫૦ ગાડી જ આવે છે કારણ કે કપાસની લેવાલી ઠંડી છે. સોમવારે મહારાષ્ટ્રની ૨૦૦ ગાડી અને કાઠિયાવાડની ૧૫૦ ગાડીની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૭૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ બોલાતા હતા.
ડુંગળીમાં વેચવાલી વધવાને પગલે ભાવમાં સરેરાશ મણે રૂ.૨૫નો ઘટાડો જોવા મળ્યો હતો. ગોંડલનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે ડુંગળીમાં હવે વેચવાલી વધશે. ભાવનગર-મહુવા લાઈનમાં આવકો વધશે. દેશાવરમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને નાશીકમાં પણ આવકો હવે થોડા દિવસમાં વધવાની સંભાવનાં છે, જેને પગલે ભાવ હજી નીચા આવી શકે છે.
મહુવામાં ત્રણ દિવસની રજા બાદ સોમવારે લાલ ડુંગળીની ૯૫ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૪૯૩નાં હતાં. જ્યારે સફેદમાં ૨૦ હજાર થેલાની આવક સામે ભાવ રૂ.૧૦૦થી ૩૫૯નાં ભાવ હતાં.ગોંડલમાં લાલની ૩૦થી૩૫ હજાર થેલાની આવક સામે વેપારો ૧૬ હજાર થેલનાં હતાં અને ભાવ રૂ.૮૧થી ૩૦૦ અને સારી ક્વોલિટીમાં રૂ.૩૦૦થી ૪૦૦નાં ભાવ હતાં. સફેદમાં ૪૬૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૧૧થી ૨૬૬નાં હતાં.
રાજકોટમાં ૩૭૦૦ ક્વિન્ટલની આવક સામે ભાવ રૂ.૭૦થી ૪૬૦નાં ભાવ હતાં.ડુંગળીની આવકો હજી લગ્નગાળાની સિઝન હોવાથી ધારણાં કરતાં ઓછી આવે છે પંરતુ આગામી દિવસોમાં તેમાં પણ
વધારો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2035 |
ઘઉં | 397 | 466 |
જીરું | 3000 | 3755 |
એરંડા | 1151 | 1275 |
તલ | 1900 | 2080 |
બાજરો | 275 | 435 |
રાયડો | 1000 | 1310 |
ચણા | 750 | 900 |
મગફળી ઝીણી | 826 | 1058 |
લસણ | 100 | 725 |
અજમો | 2000 | 5505 |
ધાણા | 1625 | 100 |
તુવેર | 865 | 1210 |
મગ | 1000 | 1900 |
અડદ | 605 | 850 |
મરચા સુકા | 1500 | 3995 |
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1650 | 2101 |
ઘઉં | 380 | 400 |
જીરું | 3100 | 3750 |
એરંડા | 1150 | 1280 |
તલ | 1900 | 2100 |
રાયડો | 1000 | 1300 |
ચણા | 625 | 900 |
મગફળી ઝીણી | 850 | 1140 |
મગફળી જાડી | 850 | 1170 |
ધાણા | 1100 | 1490 |
તુવેર | 1050 | 1250 |
તલ કાળા | 2000 | 2300 |
અડદ | 1050 | 1250 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2101 |
ઘઉં | 322 | 434 |
નવું જીરું | 2501 | 3801 |
એરંડા | 1286 | 1286 |
તલ | 1251 | 2191 |
રાયડો | 1201 | 1201 |
ચણા | 751 | 916 |
મગફળી ઝીણી | 800 | 1156 |
મગફળી જાડી | 770 | 1191 |
ડુંગળી | 91 | 481 |
લસણ | 181 | 701 |
જુવાર | 471 | 591 |
સોયાબીન | 1191 | 1291 |
અજમો | 2101 | 2101 |
તુવેર | 851 | 1261 |
ઇસબગુલ | 2031 | 2031 |
ધાણા | 1201 | 1900 |
ડુંગળી સફેદ | 51 | 271 |
મગ | 651 | 1471 |
અડદ | 601 | 1151 |
મેથી | 851 | 1081 |
રાઈ | 1461 | 1501 |
મરચા સુકા | 651 | 3301 |
ઘઉં ટુકડા | 392 | 500 |
શીંગ ફાડા | 901 | 1461 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1650 | 1962 |
ઘઉં લોકવન | 350 | 424 |
ઘઉં ટુકડા | 350 | 444 |
ચોળી | 448 | 448 |
મગ | 1100 | 1418 |
ચણા | 800 | 920 |
અડદ | 900 | 1280 |
તુવેર | 1050 | 1310 |
મગફળી ઝીણી | 800 | 1036 |
મગફળી જાડી | 750 | 1120 |
તલ | 1650 | 2040 |
તલ કાળા | 2000 | 2352 |
જીરું | 3300 | 3650 |
ધાણા | 1500 | 1922 |
સોયાબીન | 1100 | 1343 |
મઠ | 1340 | 1340 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2040 |
ઘઉં | 382 | 480 |
જીરું | 2420 | 3672 |
બાજરો | 385 | 445 |
ચણા | 701 | 885 |
મગફળી ઝીણી | 736 | 1062 |
તુવેર | 1001 | 1215 |
જુવાર' | 536 | 608 |
અડદ | 900 | 1350 |
રાઈ | - | - |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1600 | 2065 |
ઘઉં લોકવન | 405 | 436 |
ઘઉં ટુકડા | 416 | 492 |
જુવાર સફેદ | 370 | 655 |
બાજરી | 300 | 420 |
તુવેર | 1050 | 1260 |
ચણા પીળા | 851 | 927 |
અડદ | 851 | 1274 |
મગ | 1150 | 1501 |
વાલ દેશી | 840 | 1340 |
ચોળી | 920 | 1670 |
મઠ | 1150 | 1430 |
કળથી | 741 | 1060 |
એરંડા | 1180 | 1281 |
અજમો | 1440 | 2280 |
સુવા | 850 | 1050 |
સોયાબીન | 1189 | 1311 |
કાળા તલ | 1750 | 2275 |
ધાણા | 1406 | 1990 |
જીરું | 3300 | 3901 |
ઇસબગુલ | 1800 | 2250 |
રાઈડો | 1000 | 1350 |
ગુવારનું બી | 1180 | 1206 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1551 | 2004 |
મગફળી | 880 | 1081 |
ઘઉં | 410 | 431 |
જીરું | 3250 | 3661 |
એરંડા | 1270 | 1309 |
તલ | 1600 | 2132 |
તુવેર | 980 | 1158 |
રાઇ | 1020 | 1380 |
અડદ | 550 | 1000 |