ડુંગળીનાં ભાવમાં તાજેતરમાં મણે રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી આવી ગઈ છે અને સારી ક્વોલિટીની ડુંગળીનાં ભાવ વધીને રૂ.૫૦૦ની ઉપર પહોંચી ગયાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે આ તેજી કેટલો સમય ટકશે એ કહેવું મુશ્કેલ છે. લેઈટ ખરીફની અત્યારે આવકો આવે છે અને ફેબ્રુઆરી મહિનામાં નવી શિયાળુ ડુંગળીની આવકો પણ ધીમી ગતિએ આવવા લાગશે. આગામી દિવસોમાં જેમ-જેમ આવકો વધશે તેમ ભાવ વધી શકે છે.
જાન્યુઆરી મહિનામાં માવઠાને કારણે ડુંગળીનાં પાકમાં મોટું નુકસાન થયું છેઅને આવકો પણ ડિલે થઈ ગઈ છે, પરિણામે અત્યારે ભાવ ઊંચકાયા છે. ડુંગળીમાં નિકાસ વેપારો ઠંડા છે. ભારતની તુલનાએ પાકિસ્તાનની ડુંગળી ૨૦૦ ડોલર સસ્તી હોવાથી
ભારતીય ડુંગળીની નિકાસ અત્યારે બહુ ઓછી થાય છે જો ભાવ નીચા આવે તો જ નિકાસ વેપારો થશે એ સિવાય મોટી તેજી નથી, પરિણામે ડુંગળીનાં ભાવ ગમે ત્યારે નીચા આવ તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે.
કપાસમાં બજાર પાંચેક રૂપિયા સારૂ હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં 1.44 લાખ કપાસની આવકો નોંધાઇ હતી, પ્રતિ મણના ક્વોલિટી મુજબ ભાવ રૂ.1050-2081 ભાવ બોલાયા હતા. શનિવારે પરપ્રાંત અને લોકલ મળી 600 ગાડીની આવક હતી, ભાવ રૂ.1940-2050 સુધીના પડ્યા હતા. અગ્રણી બ્રોકરો કહે છે કે, હાલ જીનર્સોને ડીસ્પેરિટી તો છે જ પરંતુ હાલ નબળો કપાસ પણ ઉપલબ્ધ હોવાથી બુદ્ધિપૂર્વક ખોટ ઓછી કરવાનો ઓપ્શન ઉપલબ્ધ હોવાથી કામકાજનું પ્રમાણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે.
કડીમાંથી મહારાષ્ટ્રમાંથી હાલ દૈનિક 250 ગાડીઓની આવક થઇ રહી છે જે માર્ચ મહિના સુધીમાં ઓછી થશે. બજારમાં બીજી તરફ એવી પણ હવા હતી કે, ટોચના ખરીદનારા જીનર્સોને પડતર નથી. સારી ક્વોલિટીના ઉત્તમ ગ્રેડના કપાસ પ્રમાણમાં ઓછા આવતા હોવાથી એવું પણ બની રહ્યું છે કે, તૈયાર થયેલી ગાંસડી 75 આરડી પાસ આઉટ થતી નથી હોતી, જેથી નવી ખરીદીઓ ટાળી જીનર્સો સ્ટોક ક્લીયર કરવામાં લાગી ગયા છે. કપાસની ખરીદીને લઇને કોઇ ખાસ મૂવમેન્ટ જોવા મળી ન હતી.
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 380 | 423 |
ઘઉં ટુકડા | 410 | 443 |
બાજરો | 434 | 434 |
ચણા | 750 | 942 |
અડદ | 1200 | 1338 |
તુવેર | 1000 | 1332 |
મગફળી ઝીણી | 850 | 1032 |
મગફળી જાડી | 850 | 1106 |
તલ | 1700 | 2121 |
તલ કાળા | 1800 | 2200 |
જીરું | 3250 | 3490 |
ધાણા | 1550 | 2001 |
સોયાબીન | 900 | 1315 |
રાઈ | 1496 | 1496 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2100 |
ઘઉં | 388 | 456 |
જીરું | 2401 | 3671 |
તલ | 1200 | 1291 |
મગફળી ઝીણી | 830 | 1221 |
મગફળી જાડી | 800 | 1181 |
ડુંગળી | 101 | 446 |
સોયાબીન | 1051 | 1221 |
ધાણા | 1200 | 1861 |
તુવેર | 901 | 1181 |
મગ | 801 | 1421 |
ઘઉં ટુકડા | 396 | 502 |
શીંગ ફાડા | 891 | 1471 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1600 | 2047 |
ઘઉં લોકવન | 402 | 430 |
ઘઉં ટુકડા | 418 | 504 |
જુવાર સફેદ | 375 | 590 |
બાજરી | 290 | 421 |
તુવેર | 1085 | 1280 |
ચણા પીળા | 842 | 950 |
અડદ | 720 | 1350 |
મગ | 900 | 1444 |
વાલ દેશી | 850 | 1335 |
ચોળી | 925 | 1335 |
મઠ | 1525 | 1750 |
કળથી | 750 | 1065 |
એરંડા | 1155 | 1267 |
અજમો | 1250 | 2260 |
સુવા | 870 | 1065 |
સોયાબીન | 950 | 1470 |
કાળા તલ | 1831 | 2511 |
ધાણા | 1640 | 1830 |
જીરું | 2010 | 3643 |
ઇસબગુલ | 1680 | 2235 |
રાઈડો | 1000 | 1324 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1551 | 2000 |
મગફળી | 801 | 1200 |
ઘઉં | 385 | 434 |
જીરું | 3000 | 3566 |
એરંડા | 1245 | 1284 |
તલ | 1690 | 2235 |
ગુવાર | 980 | 1178 |
ધાણા | 1600 | 1746 |
તુવેર | 1038 | 1200 |
રાઇ | 920 | 1664 |