રૂના ભાવ વાયદાની તેજીને કારણે સુધરતાં તેની પાછળ ગુરૂવારે સતત બીજે દિવસે કપાસના ભાવમાં સૌરાષ્ટ્રમાં મણે રૂા.૧૦ થી ૧૫ અને કડીમાં મણે રૂા.૫ થી ૧૦નો સુધારો જોવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ભલે બધા વાત કરે પણ હવે ખેતરોમાં કપાસ બહુ જ જૂજ ઊભા છે ખેડૂતોના ઘરમાં પકકડવાળા કપાસનો સ્ટોક હજુ ઠીક-ઠીક છે પણ ખેડૂતોના ઘરમાં પડેલા કપાસ પુરા ૩૭ થી ૩૮ ઉતારાના અને સારી કવોલીટીના કપાસ વધારે છે. એક વાત પાકી છે કે જેટલો કપાસ આવ્યો તેટલો કપાસ હવે આવવાનો નથી અને હવે જે ખેતરમાં કપાસ ઊભો છે તે ફરધર જેવો વધારે હશે. મહારાષ્ટ્રમાંથી હાલ ફરધર કપાસની થોડી થોડી આવક ચાલુ છે તેના ભાવ રૂા.૧૫૫૦ થી ૧૬૦૦ બોલાય છે. ગુરૂવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીન કપાસના રૂા.૨૦ વધીને રૂા.૧૯૮૦ થી ૧૯૯૦ બોલાતા હતા જ્યારે મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના રૂા.૧૯૦૦ ટકેલા હતા. કડીમાં ગુરૂવારે મહારાષ્ટ્રના કપાસની આવક ઘટીનેમાંડ ૭૦ ગાડીની જ રહી હતી, બધુ મળીને ૨૫૦ સાધનોની આવક હતી. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૩૦-૧૯૪૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ના ભાવ હતા.
ડુંગળીની બજારમાં ઊંચી સપાટીએ ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. ડુંગળીની આવકો થોડી વધતી અટકી છે, પરંતુ સામે નાશીકમાં ઊભા પાકમાં ડુંગળીનાં પાકમાં નુકસાન થયું હોવાથી સરેરાશ ડુંગળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ડુંગળીનાં ભાવ આગામી દિવસોમાં વધીને રૂ.૫૫૦ની સપાટી પાર કરે તેવી પણ સંભાવનાં રહેલી છે.મહુવામાં લાલ ડુંગળીની આવક
૪૮ હજાર કટ્ટાની થઈ હતી અને ભાવ રૂ.૧૫૦થી ૫૩૮નાં હતાં. જ્યારે સફેદમાં ૮૭૦૦ થેલાની આવક સામે ભાવ રૂ.૧૫૦થઈ ૩૫૭નાં હતાં.ગોંડલમાં માત્ર સફેદ ડુંગળીની હરાજી થઈ હતી. સફેદમાં ૧૪૦૦ બોરીની આવક સામે ભાવ રૂ.૮૧થી ૩૫૧નાં ભાવ હતાં.રાજકોટમાં ડુંગળીની આવકો કરતાં ૧૪૫૦૦ ક્વિન્ટલની આવક હતી અને ભાવ રૂ.૯૦થી ૪૪૫નાં ભાવ હતાં. ડુંગળીની બજારમાં રાજકોટમાં ભાવ રૂ.૫૦૦ની સપાટી સુધી પહોંચે તેવી ધારણા છે.
સીંગતેલની તેજી પાછળ મગફળીની બજારમાં પણ upમજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. મગફળીની આવકો હવે દિવસે દિવસે ઘટી રહીછે અને જે ખેડૂતો કે સ્ટોકિસ્ટોનાં ઘરમાં માલ
પડ્યો છે તેમને ઊંચા ભાવ આવે તો જ બજારમાં મગફળી ઠલવવી છે, પરિણામે ટૂંકાગાળા માટે બજારોમાં આવકો વધે તેવા કોઈ ચાન્સ નથી. બીજી તરફ ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ સારી છે. મગફળીનાં ભાવ સારા રહેશે તો વાવેતર ધારણાંથી વધારે થાય તેવી સંભાવનાં છે.ઉત્તર ગુજરાતનાં એક બ્રોકરે જણાવ્યું હતુંકે અમારા વિસ્તારમાં હજી ખેડૂતોની માંગ નીકળી નથી, પંરતુ આગામી દશેક દિવસમાં બિયારણની માંગ નીકળશે. આ વર્ષે ડીસા, પાથાવાડ સહિતનાં બનાસકાંઠા અને સાબરકાંઠા વિસ્તાર ઉપરાંત આ બાજુ બાયડ, મેઘરજ સહિતનાં વિસ્તારમાં પણ ઉનાળુ મગફળીનાં વાવેતર સારા થાય તેવી ધારણાં છે.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1386 | 2001 |
મગફળી | 1000 | 1060 |
ઘઉં | 416 | 445 |
જીરું | - | - |
તલ | - | - |
બાજરો | - | - |
તુવેર | 945 | 1135 |
તલ કાળા | - | - |
ચણા | 736 | 821 |
મેથી | - | - |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1800 | 2000 |
જીરું | 2351 | 3321 |
ઘઉં | 398 | 438 |
એરંડા | 1101 | 1216 |
તલ | - | - |
ચણા | 751 | 941 |
મગફળી જીણી | - | - |
મગફળી જાડી | - | - |
લસણ | - | - |
સોયાબીન | 1111 | 1256 |
તુવેર | 751 | 1271 |
મગ | 1281 | 1361 |
અડદ | 576 | 1381 |
મરચા સુકા | - | - |
ઘઉં ટુકડા | 400 | 470 |
શીંગ ફાડા | 831 | 1341 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 1650 | 1925 |
ઘઉં ટુકડા | 350 | 415 |
ચણા | 700 | 951 |
અડદ | 1000 | 1330 |
તુવેર | 1000 | 1351 |
મગફળી ઝીણી | 850 | 1045 |
મગફળી જાડી | 850 | 1136 |
સિંગફાડા | 900 | 1252 |
તલ | 1700 | 2054 |
તલ કાળા | 1800 | 2335 |
ધાણા | 1300 | 1850 |
મગ | 1050 | 1505 |
સોયાબીન | 1100 | 1244 |
ગમ ગુવાર | 1120 | 1120 |
અજમો | 1200 | 1750 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1400 | 2003 |
ઘઉં લોકવન | 403 | 427 |
ઘઉં ટુકડા | 413 | 472 |
જુવાર સફેદ | 345 | 590 |
બાજરી | 250 | 425 |
તુવેર | 1053 | 1224 |
મગ | 1025 | 1491 |
મગફળી જાડી | 935 | 1162 |
મગફળી ઝીણી | 880 | 1140 |
એરંડા | 1187 | 1215 |
અજમો | 1350 | 2085 |
સોયાબીન | 1170 | 1290 |
કાળા તલ | 1800 | 2500 |
લસણ | 210 | 375 |
ધાણા | 1560 | 1812 |
મરચા સુકા | 900 | 3100 |
જીરૂ | 2930 | 3300 |
રાય | 1420 | 1508 |
મેથી | 1100 | 1200 |
ઈસબગુલ | 1650 | 2160 |
ગુવારનું બી | 1140 | 1165 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1550 | 2000 |
ઘઉં | 408 | 446 |
જીરું | 2350 | 3200 |
ચણા | 890 | 892 |
તલ | 408 | 446 |
મગફળી ઝીણી | 800 | 1299 |
તલ કાળા | 1750 | 2400 |
અડદ | 478 | 1102 |
સિંગદાણા | - | - |