સરકારી એજન્સી નાફેડ દ્વારા આગામી સપ્તાહથી મગફળીનું ઓક્શન ફરી શરૂ કરવામાં આવશેતેવા સંકેતોથી મગફળીની બજારમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવનાં છે.
નાફેડનાં સુત્રો કહે છેકે ગુજરાતમાં ૭મી ફેબ્રુઆરી અનેરાજસ્થાનમાં એક સપ્તાહ બાદ શરૂ થવાની ધારણા છે. ગુજરાતમાં ૨૦૨૦ એટલે કે જૂની મગફળીનો આશરે ૯૦ હજાર ટનનનો સ્ટોક પડ્યો છે, જ્યારે ચાલુ વર્ષની ૮૫ હજાર ટન જેવી મગફળી છે. નાફેડ શરૂઆતનાં તબક્કે જૂની મગફળીનું જ વેચાણ શરૂ કરશે તેમ સુત્રોએ જણાવ્યું હતું
રૂ અને કપાસિયાના ભાવ ઘટતાં કપાસના ભાવ બુધવારે મણે રૂા.૧૦ થી ૧૫ ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે રૂના ભાવ ઘટતાં જીનરોની કપાસ લેવાલી અટકી રહી હતી તેમજ ઊંચા ભાવે ગામડે બેઠા વેચવાલી છેલ્લાત્રણ દિવસથી સતત વધી રહી હોઇ કેટલાંક જીનરો નીચા ભાવેકપાસ માગી રહ્યા છે અને તેઓનેનીચા ભાવે કપાસ મળવા લાગતાં હવે બધા થોડા ભાવ ઘટાડી રહ્યાછે. સૌરાષ્ટ્રમાં જીનપહોંચ એકદમ સુપર બેસ્ટ કપાસના રૂા.૨૦૪૦ થી ૨૦૫૦ અને મહારાષ્ટ્રના સારા કપાસના રૂા.૧૯૫૦ થી ૨૦૦૦ ભાવ બોલાતા હતા. કડીમાં પણ કપાસ ઘટયો હતો કારણ કે ઊંચા ભાવને કારણે કડીમાં બધુ મળીને૭૦૦ થી ૮૦૦ સાધનોની દેશાવરના કપાસની આવક થવા લાગી છે.
બુધવારે મહારાષ્ટ્રના કપાસની ૨૭૫ થી ૩૦૦ ગાડી, કાઠિયાવાડના કપાસની ૮૦ થી ૧૦૦ ગાડી અને મેઇન લાઇનના ટેમ્પા પણ ૧૭૫ થી ૨૦૦ આવ્યાહતા. આંધ્ર-કર્ણાટકના કપાસની પણ ૧૫-૨૦ ગાડી આવી રહી છે. બુધવારે મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૧૯૬૦ અને કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ હતા.
જામજોધપુર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1700 | 2050 |
ઘઉં | 370 | 390 |
જીરું | 2900 | 3470 |
એરંડા | 1170 | 1255 |
તલ | 2000 | 2120 |
રાયડો | 1131 | 1331 |
ચણા | 600 | 840 |
મગફળી ઝીણી | 850 | 1150 |
મગફળી જાડી | 800 | 1140 |
ધાણા | 1250 | 1550 |
તુવેર | 1080 | 1280 |
તલ કાળા | 2000 | 2200 |
અડદ | 1150 | 1350 |
અંજાર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 1992 |
એરંડા | 1150 | 1269 |
ગુવાર | 1080 | 1152 |
તલ | 1750 | 2050 |
રાયડો | 1125 | 1225 |
જીરું | 2500 | 3412 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
ઘઉં લોકવન | 360 | 420 |
ઘઉં ટુકડા | 400 | 440 |
જુવાર | 513 | 513 |
મકાઇ | 448 | 448 |
ચણા | 800 | 917 |
અડદ | 1100 | 1322 |
તુવેર | 1050 | 1324 |
મગફળી ઝીણી | 850 | 1022 |
મગફળી જાડી | 800 | 1204 |
તલ | 1700 | 2091 |
તલ કાળા | 1600 | 2068 |
જીરું | 3100 | 3440 |
ધાણા | 1200 | 1821 |
સોયાબીન | 1150 | 1304 |
મેથી | 690 | 690 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1501 | 2017 |
ઘઉં | 401 | 451 |
જીરું | 2325 | 3465 |
તલ | 1758 | 2150 |
બાજરો | 370 | 446 |
ચણા | 837 | 867 |
મગફળી ઝીણી | 875 | 1220 |
તુવેર | 1046 | 1204 |
તલ કાળા | 2100 | 2424 |
અડદ | 400 | 1254 |
રાઈ | 1473 | 1473 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1795 | 2051 |
ઘઉં લોકવન | 403 | 433 |
ઘઉં ટુકડા | 414 | 480 |
જુવાર સફેદ | 385 | 581 |
બાજરી | 275 | 422 |
તુવેર | 1050 | 1262 |
ચણા પીળા | 815 | 933 |
અડદ | 820 | 1340 |
મગ | 980 | 1376 |
વાલ દેશી | 825 | 1311 |
ચોળી | 850 | 1640 |
મઠ | 1250 | 1480 |
કળથી | 760 | 1040 |
એરંડા | 1215 | 1267 |
અજમો | 1350 | 2360 |
સુવા | 850 | 1080 |
સોયાબીન | 1050 | 1249 |
કાળા તલ | 1725 | 2484 |
ધાણા | 1650 | 1771 |
જીરું | 3000 | 3587 |
ઇસબગુલ | 1690 | 2240 |
રાઈડો | 1000 | 1290 |
રાયડો | 1210 | 1225 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1501 | 2008 |
મગફળી | 801 | 1070 |
ઘઉં | 350 | 444 |
જીરું | 3050 | 3500 |
એરંડા | 1250 | 1283 |
તલ | 1800 | 2195 |
તુવેર | 1035 | 1200 |
રાઇ | 1150 | 1691 |