વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કુલ ૧૨ રાશિનું વર્ણન છે અને તે બધી રાશિઓ એક એક મહિનો ચાલે છે અને એ રીતે એક આખું વર્ષ પૂર્ણ થતું હોય છે. આ રાશિને અસરકર્તા નક્ષત્રો અને ગ્રહોને ધ્યાનમાં રાખીને પ્રારેમમાં સફળ થનારી રાશિઓની વાત અહીં કરી છે.
સામાન્ય રીતે એવું હોય છે કે જેની કુંડળીમાં શુક્ર જયારે રાશિમાં બિરાજમાન થાય ત્યારે પ્રેમનો યોગ સર્જાય છે અને પ્રેમલગ્નમાં કોઈ વાંધો આવતો નથી. તેઓ પ્રેમમાં ન હોય તો પણ જીવનસાથી સારા મળે છે.
એમાંય પ્રેમના પાંચમાં ભાવ અને વિવાહના સાતમા ભાવના સ્વામી કુંડલીમાં એકીસાથે બેસે તો પછી એના જેવો તો યોગ એકેય ન થાય. મંગલ ગ્રહ રાહુ અથવા શનિ સાથે યુતિ કરે તો પણ પ્રેમલગ્નનો યોગ રચાય છે.
આવ સુખદ યોગ જે રાશિઓમાં રચાવાનો છે એમાં વૃષભ, તુલા અને મીનનો સમાવેશ થાય છે. અન્ય રાશિવાળાઓએ નિરાશ થવાની જરૂર નથી, જો તેઓ ભગવાન શિવની આરાધના કરે તો તેઓને પણ આ સુખદ સમન્વય રચાઈ શકે એમ છે.