Top Stories
આ સ્કીમમાં ફ્કત 5 વર્ષ રોકાણ કરી નાખો, 21 લાખ રૂપિયા ખાતામાં જમા થશે

આ સ્કીમમાં ફ્કત 5 વર્ષ રોકાણ કરી નાખો, 21 લાખ રૂપિયા ખાતામાં જમા થશે

આજના સમયમાં શેર માર્કેટમાં ઉતાર-ચઢાવ સતત જોવા મળે છે અને ઘણા રોકાણ વિકલ્પ જોખમભર્યા હોય છે, તેવામાં સામાન્ય લોકો સુરક્ષિત અને સ્થિર રિટર્ન આપનારી યોજનાઓ તરફ વળી રહ્યાં છે. ખાસ કરી જે લોકો ભવિષ્ય માટે જોખમ વગર ફંડ બનાવવા ઈચ્છે છે, તેના માટે પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ એક મજબૂત અને વિશ્વસનીય વિકલ્પ બની રહી છે. આ સ્કીમ ભારત સરકાર દ્વારા સમર્થિત છે, તેથી તેમાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. આવો જાણીએ પોસ્ટ ઓફિસની આરડી સ્કીમમાં રોકાણ કરી કઈ રીતે 21 લાખનું ફંડ બનાવી શકાય છે

પોસ્ટ ઓફિસ  RD ની ખાસ વાત છે કે તેને શરૂ કરવા માટે તમારે કોઈ મોટી રકમની જરૂર નથી. તમે માત્ર મહિને 100 રૂપિયાથી પણ ખાતું ખોલાવી શકો છો. હકીકતમાં ત્યારબાદ તમે તમારી ક્ષમતા અનુસાર મહિનાની રકમ વધારી શકો છો. આ કારણ છે કે સ્કીમ નાના, મધ્યમ અને મોટા બધા રોકાણકારો વચ્ચે લોકપ્રિય થઈ રહી છે.

આજના સમયમાં પોસ્ટ ઓફિસ આરડી પર આશરે 6.7% વાર્ષિક વ્યાજ આપવામાં આવી રહ્યું છે, જે ત્રણ મહિનાના કમ્પાઉન્ડિંગના આધાર પર વધે છે. આ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે નાની રકમ બચત કરી પાંચ વર્ષમાં મોટું ફંડ બનાવી શકાય

ઉદાહરણ તરીકે

જો કોઈ વ્યક્તિ મહિને ₹30,000 જમા કરે છે

5 વર્ષમાં કુલ રોકાણ  = ₹1080000  થઈ જશે

તેના પર 6.7% નું વ્યાજ મળશે

મેચ્યોરિટી રકમઃ આશરે ₹21,43,091 નું ફંડ હશે

સરળ ખાતું ખોલવું - દરેક માટે સુલભ

આ યોજના હેઠળ ખાતું ખોલવું અત્યંત સરળ છે.

તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસ શાખાની મુલાકાત લઈ શકો છો અને પ્રદાન કરી શકો છો:

આધાર કાર્ડ

પાન કાર્ડ

ફોટા

તમે ₹100 ની ન્યૂનતમ પ્રારંભિક થાપણ સાથે તમારું RD ખાતું ખોલી શકો છો. તે પછી, માસિક રકમ આપમેળે જમા થઈ જાય છે, જે ખાતરી કરે છે કે સમગ્ર રોકાણ અવિરત ચાલુ રહે છે.