અચાનક જ 2000 રૂપિયાની નોટ બદલવા માટે રિઝર્વ બેંક બહાર લાંગી લાઈનો લાગી, સરકાર સફાળી જાગી ગઈ

અચાનક જ 2000 રૂપિયાની નોટ બદલવા માટે રિઝર્વ બેંક બહાર લાંગી લાઈનો લાગી, સરકાર સફાળી જાગી ગઈ

2000 Note: છેલ્લા કેટલાક દિવસોથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓફિસની બહાર 2000 રૂપિયાની નોટો બદલવા દરરોજ સેંકડો લોકોની ભીડ એકઠી થઈ રહી છે. અને આ લોકો દરરોજ 2000 રૂપિયાની નોટ બદલવા માટે આરબીઆઈ ઓફિસની બહાર કતારોમાં ઉભા રહે છે. આ મામલો ઓડિશાના ભુવનેશ્વરનો છે કે જ્યાં 2000 રૂપિયાની નોટ બદલાવવા માટે એકઠી થયેલી ભીડને કારણે તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ટોળાએ જણાવ્યા બાદ એજન્સીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.

બેંક કર્મચારીઓને જલસા જ જલસા: અઠવાડિયામાં પાંચ દિવસ કામ અને 15 ટકાનો પગાર વધારો મળશે

2000ની દરરોજ અબજો નોટો બદલાઈ રહી છે

ભુવનેશ્વરમાં ભારતીય રિઝર્વ બેંકની ઓફિસમાં છેલ્લા ત્રણ દિવસથી ભારે ભીડ જોવા મળી રહી છે. અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના પ્રાદેશિક નિર્દેશક શરદ પ્રસન્ના મોહંતીએ ANIને જણાવ્યું છે કે દરરોજ લગભગ 700 લોકો 2000 રૂપિયાની નોટ બદલવા માટે આવી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ રિઝર્વ બેંકની ઓડિશા ઓફિસે આ સમયગાળા દરમિયાન દરરોજ 1 થી 1.5 અબજ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટો બદલી છે.

400 વર્ષ પછી બન્યો પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરવાનો આવો દુર્લભ સંયોગ, ગણી-ગણીને થાકી જશો એટલા લાભ મળશે

એજન્સીઓએ મામાલાની તપાસ શરૂ કરી

RBI ઓફિસ સામે અચાનક સેંકડો લોકો એકઠા થવાના અને 2000 રૂપિયાની નોટો બદલાવી લેવાના સમાચાર આવ્યા બાદ તપાસ એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. અને ED અને EOW એટલે કે આર્થિક અપરાધ શાખાના અધિકારીઓએ કેસની તપાસ શરૂ કરી દીધી છે. ત્યાર બાદ આરબીઆઈના ક્ષેત્રીય નિર્દેશકનું કહેવું છે કે જો તપાસ એજન્સીઓ અને અધિકારીઓને કોઈપણ પ્રકારના દસ્તાવેજની જરૂર પડશે તો રિઝર્વ બેંક તેમને તે પ્રદાન કરશે.

બેંક ઓફ બરોડાએ તમામ પ્રકારની લોન પર સૌથી મોટું ડિસ્કાઉન્ટ આપતી ઓફર બહાર પાડી, બીજે શું કામ જવું જોઈએ?

નોટબંધી બાદ રિઝર્વ બેંકે રૂ. 2000ની નોટ રજૂ કરી હતી. આખા દેશમાં નવેમ્બર 2016માં નોટબંધી કરવામાં આવી હતી અને ત્યારબાદ 500 અને 1000 રૂપિયાની નોટો ચલણમાંથી બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ 2000 રૂપિયાની નોટો લાવવામાં આવી હતી. રિઝર્વ બેંકે 2018-19થી 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.

તમે જ બચાવી શકશો 17 મહિનાની શિવાંશીનો જીવ, 17 કરોડનું ઈન્જેક્શન જ દીકરીનો જીવ બચાવી શકશે

મે 2023 માં રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો તે માટે લોકોને 2000 રૂપિયાની નોટ બદલવાની તક આપવામાં આવી હતી. તે માટે 7 ઓક્ટોબરની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી હતી. અને અત્યારે પણ 2000 રૂપિયાની નોટો લીગલ ટેન્ડર છે. સમયમર્યાદા બાદ પણ રિઝર્વ બેંકે તેની ઓફિસમાં રૂ. 2000ની નોટો બદલવાની સુવિધા આપી છે.