પેટ્રોલ તો આસમાને પહોચ્યું, આજે ફરી 78 પૈસાનો વધારો, કોણે કીધું કે ભાવ ઘટશે?

પેટ્રોલ તો આસમાને પહોચ્યું, આજે ફરી 78 પૈસાનો વધારો, કોણે કીધું કે ભાવ ઘટશે?

પેટ્રોલ ડિઝલ મોંઘા થતા લોકો હવે ખૂબ ઓછું ફરવાનુ પસંદ કરે છે જોકે મોટા મોટા શહેરોમાં ફરવા કરતા પણ વધારે પોતાના જરૂરી કામો માટે વહિકલનો સહારો લેવો પડતો હોય છે. ત્યારે હજી સતત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો જ થતો જાય છે.

ઓઇલ કંપનીઓએ માર્ચ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં થોડો એવો ઘટાડો કર્યો હતો જે એટલો બધો ઘટાડો થયો નથી કે લોકોને રાહત મળી શકે અને હાલ ફરીથી વધારો ઝીંકી દેવાયો છે.

એક મહિનામાં પેટ્રોલમાં ૭ રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો : બે વર્ષમાં પહેલી વાર બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ ૭૫ ડોલરને પાર પહોંચ્યા છે. ત્યારે માત્ર એક મહિનામાં પેટ્રોલના ભાવમાં ૭.૪૪ રૂપિયાનો વધારો થયો છે તો ડિઝલમાં ૭.૫૨ રૂપિયાનો વધારો થયો છે.

OPEC દેશોએ કાચા તેલનું ઉત્પાદન વધારવાનો નિર્ણય કર્યો હતો : કાચા તેલનો નિકાસ કરતા દેશોના સંગઠન OPEC અને સહયોગી દેશોએ કાચા તેલનું ઉત્પાદન વધારવા માટે સહમત થયા હતાં. OPEC એ જણાવ્યું  હતું કે, તેલ ઉત્પાદક દેશો પ્રતિ દિવસ ૨૦ લાખ બેરલ ઉત્પાદન વધારશે જેથી કાચા તેલની કિંમતોમાં ઘટાડો થશે પણ એવું કંઈ થયું નહીં. વિશ્વમાં કોરોનાને કારણે અર્થવ્યવસ્થાને નુકશાન પહોચ્યું હોવાના કારણે તેલ ઉત્પાદક દેશોના સંગઠન OPEC એ આ નિર્ણય લીધો હતો.

મિત્રો, સૌપ્રથમ તો આપણો દેશ બહારથી પેટ્રોલની આયાત કરે છે ત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં પેટ્રોલના ભાવે આપણો દેશ પેટ્રોલ ખરીદે છે. હવે આ પેટ્રોલ પર પહેલા તો કેન્દ્ર સરકાર ટેક્સ નાખે છે ત્યારબાદ અલગ અલગ રાજ્યોની રાજ્ય સરકાર તેના પર વેટ વસુલે છે અને વધુમાં કોઈ રાજ્યોમાં તો ટ્રાન્સપોર્ટનો ખર્ચ પણ લાગે છે.

મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૫.૫૦ રૂપિયા પ્રતિ લિટર થયું તો મુંબઈ બાદ હૈદરાબાદ પણ બીજું મેટ્રો શહેર બન્યું જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પર થયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે.

ગઇકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૭૮ પૈસાનો વધારો થયો : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૬.૧૪ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૬.૯૨ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૬.૧૭ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૬.૭૯ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૭૮ પૈસાનો વધારો થયો. જ્યારે ડીઝલના ભાવમાં ૬૨ પૈસાનો વધારો થયો. જોકે, હાલ ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૯૮.૩૪ રૂપિયા/લિટર છે.

તો ચાલો આપણે જાણી લઈએ આજ ૦૪/૦૭/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૬.૯૨ ₹            ૯૬.૧૪ ₹
અમરેલી            ૯૭.૬૧ ₹            ૯૭.૪૨ ₹
આણંદ            ૯૬.૬૩ ₹          ૯૫.૮૬ ₹
અરવલ્લી         ૯૭.૫૩ ₹            ૯૬.૬૯ ₹
ભાવનગર         ૯૮.૩૪ ₹            ૯૭.૯૩ ₹
બનાસકાંઠા       ૯૬.૨૭ ₹           ૯૬.૭૮ ₹
ભરૂચ               ૯૬.૭૧ ₹           ૯૬.૬૨ ₹
બોટાદ             ૯૭.૪૮ ₹        ૯૭.૧૪ ₹
છોટા ઉદેપુર       ૯૬.૫૪ ₹           ૯૫.૯૬ ₹
દાહોદ               ૯૭.૧૯ ₹           ૯૬.૯૪ ₹
દેવભૂમિ દ્વારકા   ૯૬.૩૨ ₹        ૯૫.૬૩ ₹
ગાંધીનગર          ૯૬.૪૮ ₹          ૯૬.૩૪ ₹
ગીર સોમનાથ     ૯૭.૫૯ ₹       ૯૭.૪૪ ₹
જામનગર          ૯૬.૬૯ ₹         ૯૫.૯૯ ₹
જૂનાગઢ            ૯૬.૯૭ ₹         ૯૬.૯૨ ₹
ખેડા                 ૯૬.૨૧ ₹        ૯૫.૯૮ ₹
કચ્છ                 ૯૬.૭૦ ₹         ૯૫.૮૮ ₹
મહીસાગર         ૯૬.૯૧ ₹         ૯૬.૭૫ ₹
મહેસાણા         ૯૬.૩૭ ₹         ૯૫.૮૧ ₹
મોરબી              ૯૬.૬૬ ₹         ૯૬.૫૨ ₹
નર્મદા              ૯૬.૫૧ ₹         ૯૬.૨૭ ₹
નવસારી           ૯૬.૮૮ ₹         ૯૬.૭૭ ₹
પંચમહાલ         ૯૬.૪૬ ₹         ૯૬.૦૨ ₹
પાટણ              ૯૬.૪૩ ₹         ૯૬.૦૬ ₹
પોરબંદર           ૯૭.૨૭ ₹         ૯૬.૩૮ ₹
રાજકોટ           ૯૬.૨૫ ₹         ૯૫.૭૭ ₹
સાબરકાંઠા      ૯૭.૦૨ ₹         ૯૬.૭૪ ₹
સુરત             ૯૬.૩૩ ₹         ૯૬.૧૫ ₹
સુરેન્દ્રનગર        ૯૬.૮૮ ₹        ૯૬.૫૨ ₹
તાપી            ૯૬.૯૮ ₹          ૯૬.૯૪ ₹
ડાંગ               ૯૭.૫૨ ₹         ૯૭.૩૮ ₹
વડોદરા          ૯૬.૨૧ ₹       ૯૫.૯૪ ₹
વલસાડ         ૯૭.૦૮ ₹          ૯૭.૦૮ ₹

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ભાવનગર જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૯૮.૩૪ રૂપિયા છે.

મિત્રો અમારી khissu એપ્લિકેશન ડોઉનલોડ કરી લો જેથી અમે તમને દરરોજ પેટ્રોલ-ડિઝલના ભાવ માં થતાં વધારો તથા ઘટાડા વિશે જણાવતા રહીએ.