પેટ્રોલ ડિઝલમાં જંગી વધારો થયો, આજે પેટ્રોલમાં રેકોર્ડબ્રેક ભાવ

પેટ્રોલ ડિઝલમાં જંગી વધારો થયો, આજે પેટ્રોલમાં રેકોર્ડબ્રેક ભાવ

મુંબઈમાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૧૦૭.૫૦ રૂપિયા પ્રતિ લિટર થયું તો મુંબઈ બાદ હૈદરાબાદ પણ બીજું મેટ્રો શહેર બન્યું જ્યાં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર થયું. તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ અને તેલંગાણાના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ૧૦૦ને પાર પહોંચ્યો છે.

ગઈકાલની સરખામણીએ અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસાનો ઘટાડો થયો છે : ગુજરાતના અમદાવાદ શહેરની વાત કરીએ તો ગઈ કાલે પેટ્રોલનો ભાવ ૯૮.૫૪ ₹ / લીટર હતો જ્યારે આજે ૯૮.૩૧ રૂપિયા થયો તો ડિઝલનો ભાવ ગઈકાલે ૯૬.૦૨ ₹/ લિટર હતો જ્યારે આજે ૯૫.૭૯ ₹/ લિટર રહ્યો છે.

તો ગઈકાલ કરતા આજે પેટ્રોલના ભાવમાં ૨૩ પૈસાનો ઘટાડો થયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પણ ૨૩ પૈસાનો ઘટાડો થયો. જોકે, હાલ ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલ સૌથી મોંઘુ થયું જે ૧૦૦.૦૮ રૂપિયા/લિટર છે. તો ચાલો આપણે જાણી લઈએ આજ ૩૧/૦૮/૨૦૨૧ ના ગુજરાતના સમગ્ર જિલ્લાના પેટ્રોલના ભાવ :
 

શહેર             આજના ભાવ    ગઈકાલના ભાવ
અમદાવાદ         ૯૮.૩૧ ₹            ૯૮.૫૪ ₹
અમરેલી           ૯૯.૮૮ ₹            ૯૯.૯૯ ₹
આણંદ           ૯૮.૧૫ ₹            ૯૮.૬૭ ₹
અરવલ્લી         ૯૮.૯૫ ₹            ૯૯.૩૩ ₹
ભાવનગર         ૯૯.૯૨ ₹           ૧૦૦.૩૨ ₹
ગાંધીનગર          ૯૮.૫૨ ₹          ૯૮.૫૧ ₹
ગીર સોમનાથ    ૧૦૦.૦૮ ₹        ૧૦૦.૦૮ ₹
જામનગર          ૯૮.૨૦ ₹         ૯૭.૯૫ ₹
જૂનાગઢ            ૯૯.૬૫ ₹         ૯૮.૯૨ ₹
પોરબંદર           ૯૮.૬૬ ₹         ૯૯.૦૫ ₹
રાજકોટ           ૯૮.૦૬ ₹         ૯૯.૨૨ ₹
સુરત             ૯૮.૧૬ ₹        ૯૮.૭૩ ₹
સુરેન્દ્રનગર        ૯૯.૩૫ ₹        ૯૮.૬૮ ₹ 

ગુજરાતમાં આજે પેટ્રોલના સૌથી વધુ ભાવ ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળ્યા જે લગભગ ૧૦૦.૦૮ રૂપિયા છે.