તમારા નાણાકીય ટ્રાન્જેક્શન અને બેંક સાથે જોડાયેલા ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ ફેરફારો નાણાકિય વર્ષ 2022 સાથે જોડાયેલા છે અને કેટલીક મર્યાદાઓ પણ વધારવામાં આવી છે. પરંતુ આ ફેરફારો ચાલુ નાણાકીય વર્ષમાં જ અમલમાં મુકવાનાં રહેશે.જો તમે ઇચ્છો છો કે આગળ જતા કોઈ સમસ્યા ન થાય તો આ પાંચ નિયમો ખાસ જાણી લો. આ નિયમ PF પીએફ, TDS ટીડીએસ, PAN CARD પાન કાર્ડ લિંક, લિંક્ડ ઇનસ્યોરન્સ પ્લાન, આઇટીઆર ITR સાથે સબંધિત છે.
પીએફ ઉપર વ્યાજ:- પ્રોવિડન્ટ ફંડ (PF) નાં વ્યાજ પર ટેકસ નો નિયમ આ વર્ષે અમલમાં આવ્યો છે. સરકારે EPF પર મળતા વ્યાજ અંગે નવા નિયમની જાહેરાત કરી છે. જો EPF ખાતામાં રહેલા રૂપિયા પર 2.5 લાખ કે તેથી વધુ વ્યાજ મળે તો હવે ઇન્કમ ટેકસ ભરવું પડશે. આ નિયમ નાણાકીય વર્ષ 1 એપ્રિલ 2021 થી લાગુ છે. જો કે આમાં ટેકસપેયર એટલે કે કરદાતા માટે એક સારી એવી સુવિધા આપવામાં આવી છે. જો તમારા પીએફમાં કંપની દ્રારા કોઈ રકમ જમા નથી થતી તો તમે 5 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ટેકસ છુટ નો લાભ લઈ શકો છો.
ટીડીએસનો નવો નિયમ:- આ વર્ષે ટીડીએસ ઊંચા દરે કાપવામાં આવી રહ્યો છે. આ નિયમ 1 જુલાઈ 2021 થી લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ તેના માટે છે જેમણે ઇન્કમ ટેકસ રિટર્ન ફાઇલ નથી કર્યું. જેમણે ITR ફાઈલ નથી કર્યુ અને જેમના TDS કાપવામાં આવ્યા છે તેનું TDS પહેલા કરતા વધારે કાપવામાં આવશે. જો કોઈ ટેક્સપેયરનો TDS 50,000 થી વધુ કાપવામાં આવે અને તે ITR ફાઈલ ન કરે તો તેનો TDS ઊંચા દરે કાપવામાં આવશે. આ નિયમ છેલ્લા બે ITR ફાઈલિંગ માટે છે. ઇન્કમ ટેકસનાં વિભાગ મુજબ કાપવામાં આવેલા ટેકસની ટકાવારી ઉપર TDS કાપવામાં આવશે.
પાન કાર્ડ લિંક:- તમારા પાનકાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે તેની છેલ્લી તારીખ 30 જૂન 2021 કરવામાં આવી હતી પરંતુ કોરોના મહામારી હોવાના કારણે આ સમયગાળો 30 સપ્ટેમ્બર 2021 કરી નાખવામાં આવ્યો છે. જો તમે 30 સપ્ટેમ્બર સુધીમાં પાન કાર્ડને આધાર સાથે લિંક નહિ કરો તો તમારું પાન કાર્ડ બંધ થઈ જશે. અને ફરી એક્ટિવ કરવા માટે દંડ ભરવો પડશે. પાન કાર્ડને આધાર સાથે લિંક કરવું ખૂબ જ સરળ છે આ કામ તમે ઘર બેઠા પણ કરી શકો છો.
લિંક વીમા પ્લાન:- વીમા યોજનામાં રોકાણ કરતી કંપનીઓ એ વખતે આ નાણાકીય વર્ષમાં કેટલાક નિયમો ફેરફાર કર્યા છે. આ ફેરફાર લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન અથવા શેર માર્કેટ સાથે જોડાયેલા નિયમોમાં કરવામાં આવ્યો છે. જે શેર બજાર સાથે જોડાયેલા છે. જો તમે એક વર્ષમાં લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાનમાં 2.5 લાખ રૂપિયા કે તેથી વધુ પ્રીમિયમ ભરો છો તો તે પ્લાનનો નાણાકિય લાભ લો, પછી કમાયેલા નાણાં લાભ તરીકે ગણાશે અને બીજી રકમ તમારે ટેકસ માં ચૂકવવી પડશે.
સિનિયર સિટીઝન ITR:- હવે 75 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઇન્કમ ટેકસ ભરવામાંથી છૂટ આપવામાં આવી છે. પરંતુ આમાં એક શરત છે. જો 75 વર્ષથી વધુ ઉંમરના લોકો કોઇપણ બેંકમાંથી પેન્શન લેં છે અથવા બેંકમાંથી વ્યાજ મેળવે છે તો ચાલુ નાણાકિય વર્ષમાં ITR ફાઈલ કરવાની જરૂર રહેશે નહિ. એટલે કે કોઈ વ્યક્તિ SBI માં ખાતું ધરાવે છે અને તે પેન્શન સાથે વ્યાજનો લાભ લે છે તો તે વ્યક્તિ ITR ફાઈલ કરવા માટે બંધાયેલા રહેશે નહિ. આ નિયમ આ વર્ષે જ લાગુ કરવામાં આવ્યો છે.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.