હરિયાણાની ફાર્મા કંપની MITS હેલ્થકેરે તેના 50 કર્મચારીઓ માટે દિવાળીને વધુ સુખદ બનાવી છે. માહિતી આપતાં ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે કંપનીએ તેના બાર સ્ટાર કર્મચારીઓને ટાટા પંચ કોમ્પેક્ટ SUV ગિફ્ટ કરી છે અને ટૂંક સમયમાં જ કંપની તરફથી વધુ 38 કર્મચારીઓને દિવાળીની ભેટ તરીકે નવી કાર આપવામાં આવશે. ફાર્મા કંપનીના માલિક એમકે ભાટિયાએ જણાવ્યું કે તેમના 12 કર્મચારીઓએ અસાધારણ સમર્પણ, દ્રઢતા અને વફાદારી સાથે કામ કર્યું છે. જેના કારણે તેને આ ભેટ આપવામાં આવી છે.
Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું
તેમણે કહ્યું કે આ કર્મચારીઓની મહેનતનું જ પરિણામ છે કે તેઓ આજે આ પદ પર પહોંચ્યા છે. તે બધા વર્ષોથી આ કંપનીમાં કામ કરે છે. એમઆઈટીએસ હેલ્થકેરની વેબસાઈટ અનુસાર, કંપનીની સ્થાપના 2010માં એમકે ભાટિયા દ્વારા કરવામાં આવી હતી. કંપની ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદનમાં રોકાયેલ છે અને ફાર્મા ઉત્પાદનોના વિતરણના વ્યવસાયમાં પણ છે.
ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો
12ને મળી, 38ને આપવામાં આવશે
તેમણે કહ્યું, આ કાર તેમની મહેનત, ઈમાનદારી અને કંપની પ્રત્યેના વિશ્વાસનું પુરસ્કાર છે. તેણે કહ્યું કે અમે કંપનીના 12 સ્ટાર કર્મચારીઓને કાર ગિફ્ટ કરી છે. ટૂંક સમયમાં વધુ 38 સ્ટાર કર્મચારીઓને કાર આપવામાં આવશે. તેણે કહ્યું કે થોડા સમય પહેલા જ્યારે અમારી ટીમ વધી રહી હતી ત્યારે મેં મારા કર્મચારીઓને કહ્યું હતું કે તેઓ સ્ટારથી ઓછા નથી. આ પછી અમે ઝડપથી વિકાસ કર્યો. અમે તેમને સેલિબ્રિટી જેવો અનુભવ કરાવવા માગતા હતા. મારી કંપનીમાં દરેક વ્યક્તિ સેલિબ્રિટી છે.
બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે
કર્મચારીઓને આશ્ચર્ય થયું
રસપ્રદ વાત એ છે કે કંપનીના માલિકે કહ્યું કે જે કર્મચારીઓને કાર ગિફ્ટ કરવામાં આવી છે તેમાંથી કેટલાકને ડ્રાઇવિંગ પણ આવડતું નથી. તેણે કહ્યું કે કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે કંપની તેને ગિફ્ટમાં કાર આપશે. તેમણે કહ્યું કે જ્યારે કર્મચારીઓને કાર ગિફ્ટ કરવાની જાહેરાત કરવામાં આવી ત્યારે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી
આ ભેટ કર્મચારીઓના હૃદયને સ્પર્શી ગઈ છે, જેમાંથી કેટલાક તો કાર મેળવીને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક કર્મચારીએ પોતાની ખુશી શેર કરતા કહ્યું કે મેં અહીં આઠ વર્ષ પૂરા કર્યા છે. હું બહુ ખુશ છું. જ્યારે હું આઠ વર્ષ પહેલાં જોડાયો ત્યારે અમારા ડિરેક્ટર કહેતા હતા કે તેઓ તેમની ટીમને કાર ગિફ્ટ કરવા માગે છે.