khissu

પોસ્ટ ઓફિસ MIS યોજના: શું તમે પોસ્ટની આ યોજના વિશે જાણો છો? જાણો આ યોજનાની સંંપુર્ણ માહિતી વિગતવાર

રોકાણના ઘણા વિકલ્પો છે. પરંતુ, એક એવી નાની બચત યોજના પણ છે, જેમાં તમે નાણાંનું રોકાણ કરો છો અને તમને દર મહિને કમાવાની તક મળે છે. પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના (Monthly Income Scheme- MIS) એક બચત યોજના છે. આ યોજનામાં એકી રકમનું રોકાણ કરીને, દર મહિને વ્યાજ સ્વરૂપે આવક પ્રાપ્ત થાય છે. MIS ખાતાની પાકતી મુદત 5 વર્ષ છે. આ યોજનામાં ખાતાધારકને જમા થતી રકમ પર દર મહિને વ્યાજ મળે છે. ઇન્ડિયા પોસ્ટ અનુસાર, આ યોજના પર વાર્ષિક 6.6 ટકા વ્યાજ મળી રહ્યું છે. તે દર મહિને ચૂકવવામાં આવે છે.

MIS યોજના શું છે?
MIS સ્કીમમાં ખોલવામાં આવેલ ખાતું સિંગલ અને જોઇન્ટ મોડમાં ખોલાવી શકાય છે.  સિંગલ ખાતું ખોલાવતી વખતે, તમે આ યોજનામાં ઓછામાં ઓછા 1,000 અને મહત્તમ 4.5 લાખ રૂપિયાનું સુધીનું રોકાણ કરી શકો છો. જો કે, સંયુક્ત ખાતામાં મહત્તમ 9 લાખ રૂપિયા સુધીની રકમનું રોકાણ કરી શકો છો. આ યોજના નિવૃત્ત કર્મચારીઓ અને વરિષ્ઠ નાગરિકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

આ યોજનાના ફાયદા શું છે?
MIS વિશે સારી બાબત એ છે કે બે કે ત્રણ લોકો સાથે મળીને સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ ખાતાના બદલામાં મળેલી આવક દરેક સભ્યને સમાન રીતે ચુકવવામાં આવે છે. તમે કોઈપણ સમયે સંયુક્ત ખાતાને સિંગલ ખાતામાં રૂપાંતરિત કરી શકો છો. સિંગલ એકાઉન્ટને જોઇન્ટ એકાઉન્ટમાં પણ રૂપાંતરિત કરી શકાય છે. ખાતામાં કોઈપણ ફેરફાર કરવા માટે, ખાતાના તમામ સભ્યોએ સંયુક્ત અરજી આપવી પડશે. આ યોજનામાં તમે ૯ લાખના રોકાણ પર વાર્ષિક વળતર રૂ. 59,400 મળશે. જો આ વળતરને 12 ભાગમાં વહેંચવામાં આવે તો મહિને રૂ. 4,950 મળશે.

પૈસા ઉપાડવાની શરત શું છે?
કોઈપણ ખાસ પ્રસંગે, તમે પરિપક્વતા પહેલા જ આ યોજનામાં જમા નાણાં ઉપાડી શકો છો, પરંતુ આમ કરવાથી તમને અમુક નાણાં કાપ્યા પછી પાછા મળશે. તમે એ પણ ધ્યાનમાં રાખો કે ખાતું ખોલવાની તારીખથી એક વર્ષ સુધી પૈસા ઉપાડી શકતા નથી. જો તમે એક વર્ષથી ત્રણ વર્ષ વચ્ચે નાણાં ઉપાડો છો, તો ડિપોઝિટની રકમના 2% બાદ કર્યા પછી પરત કરવામાં આવશે. જો તમે ખાતું ખોલ્યાના 3 વર્ષ પછી પરિપક્વતા પહેલા કોઈપણ સમયે પૈસા ઉપાડો છો, તો તમારી ડિપોઝિટના 1% બાદ કર્યા બાદ પરત કરવામાં આવશે.

આ યોજના કેમ ખાસ છે?
આ યોજના હેઠળ, તમે તમારું ખાતું એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર પણ કરી શકો છો. જ્યારે આ રોકાણની પરિપક્વતા રકમ એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થાય છે, ત્યારે તમે તેને ફરીથી રોકાણ કરી શકો છો. ખાતાધારક આમાં નામાંકિત વ્યક્તિની નિમણૂક પણ કરી શકે છે. કોઈક દુર્ઘટનાને કારણે ખાતાધારકનું મૃત્યુ થયા બાદ, નોમિની જમા થયેલી રકમના હકદાર છે. આ સ્કીમમાં એક ખાસ વાત એ છે કે તેમાં ટીડીએસ લેવામાં આવતો નથી, જ્યારે આ રોકાણના બદલામાં મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડે છે.

આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.