khissu

પોસ્ટ ખાતાંધારકો માટે ખુશખબરી: પોસ્ટના આ નિયમથી ગ્રાહકોને થયો મોટો ફાયદો

પોસ્ટ ઓફિસનું નેટવર્ક સમગ્ર દેશમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. બેંક જેવી તમામ સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇન્ડિયા પોસ્ટ ઓફિસે તેની સેવામાં ઘણો સુધારો કર્યો છે.

ઇન્ડિયા પોસ્ટને લાંબા સમયથી ફરિયાદો મળી રહી છે કે વરિષ્ઠ (વૃધ્ધ) નાગરિકો અને બીમાર (માંદા) લોકો વિવિધ સુવિધાઓનો યોગ્ય લાભ લેવા સક્ષમ નથી જે સેવાઓ ફક્ત પોસ્ટ ઓફિસ કેન્દ્રોમાં જ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસને ફરિયાદો મળી રહી હતી કે વરિષ્ઠ નાગરિકો અને બીમાર લોકોને સ્થળાંતર કરવામાં મુશ્કેલી પડે છે, કારણ કે તેમના માટે પોસ્ટ ઓફિસ કેન્દ્ર સુધી પહોંચવું મુશ્કેલ છે. પોસ્ટ ખાતાધારકે લોન લેવાની સુવિધા, સમય પહેલા જ લોન ખાતું બંધ કરવું, ખાતું બંધ કરવા જેવી સુવિધાનો લાભ લેવા માટે પોસ્ટ ઓફિસમાં જવું જરૂરી છે.

આ પણ વાંચો: PMJDY/ જન-ધન ખાતાધારકો માટે ખુશખબરી: ફ્રીમાં મળશે રૂ. 2 લાખનો લાભ, જાણો સંપુર્ણ માહિતી વિગતવાર

હવે ઇન્ડિયા પોસ્ટએ આ માટેના નિયમો સરળ બનાવ્યા છે અને વરિષ્ઠ (સિનિયર સિટિઝન્સ) નાગરિકો સહિત બીમાર (માંદા) લોકોને કેન્દ્રની મુલાકાતથી રાહત આપવાનો નિર્ણય કર્યો છે, પોસ્ટ ખાતાધારકે આ માટે ફોર્મ -12 ભરવાનું રહેશે અને પોસ્ટ માસ્ટરને પત્ર લખવો પડશે. આ પત્રમાં પોસ્ટ ખાતાધારકે જણાવવું પડશે કે તે અમુક વ્યક્તિને પોતાના ખાતામાંથી ઉપાડ, જમા, સમય પહેલા જ લોન ખાતું બંધ કરવું, લોન લેવી વગેરે જેવા વહીવટ કરવાનો અધિકાર આપે છે. જો તે સંયુક્ત ખાતું છે, તો પછી બેમાંથી કોઈપણ એક અધિકૃત વ્યક્તિની સહી પ્રમાણિત કરી શકે છે. 

આ પણ વાંચો: બેંકના લોકરમાં ચોરી થાય તો તમારી કિંમતી વસ્તુનું શું થાય? બેંકે તમને કેટલું વળતર ચુકવવું પડે?

ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (India Post Payments Bank- IPPB) દ્વારા ટુંક સમય પહેલાં જ વીમાની સુવિધા શરૂ કરી છે. ગ્રાહકોને વાહન વીમાની સુવિધા આપવા માટે પોસ્ટ વિભાગ દ્વારા બે કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યો છે. વાહનનો વીમો એક કે ત્રણ સાત માટે કરી શકાય છે. જે લોકોના ખાતા પોસ્ટ ઓફિસોમાં છે તેમને વીમા મેળવવા અંગે માહિતી આપવા માટે સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. પોસ્ટમેનને પણ આ અંગે લોકોને માહિતી આપવા માટે કહેવામાં આવ્યું છે.

આ પણ વાંચો: પોસ્ટ ઓફિસ MIS યોજના: શું તમે પોસ્ટની આ યોજના વિશે જાણો છો? જાણો આ યોજનાની સંંપુર્ણ માહિતી વિગતવાર

પૈસા ઉપાડવા માટે, પોસ્ટ ખાતાધારકે ઉપાડ ફોર્મ SB-7 ભરવું પડશે, પોસ્ટ ખાતું બંધ કરવા માટે ફોર્મ SB-7A ભરવું પડશે, પ્રી-મેચ્યોર માટે ફોર્મ SB-7B ભરવું પડશે અને લોન માટે ફોર્મ SB-7C ભરવાનું રહેશે. આ તમામ ફોર્મ પર ખાતાધારકની સહી જરૂરી છે.

પોસ્ટ ઓફિસની યોજનાઓ: ૧) પોસ્ટ ઓફિસ બચત ખાતું

૨) 5 વર્ષ પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ

૩) પોસ્ટ ઓફિસ સ્થિર થાપણ એકાઉન્ટ

૪) પોસ્ટ ઓફિસ માસિક આવક યોજના એકાઉન્ટ

૫) વરિષ્ઠ નાગરિક બચત યોજના

૬) 15 વર્ષનું જાહેર ભવિષ્ય નિધિ ખાતું

૭) સુકન્યા સમૃદ્ધિ ખાતું

૮‌) રાષ્ટ્રીય બચતનું પ્રમાણપત્ર

૯) કિસાન વિકાસ પત્ર

દોસ્તો તમામ ઉપયોગી અને મહત્વના સમાચાર, બજાર ભાવ, કાયદાકીય માહિતી વગેરે જાણતા રહેવા khissu એપ્લિકેશનને ડાઉનલોડ કરી લો અને સાથે અમારી khissu ની યુટ્યૂબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો. આ માહિતી તમને પસંદ આવી હોય તો શેર કરવાનું ભૂલતા નહી.