ગુજરાતમાં સર્વત્ર સારી કવોલીટીના કપાસની વધતી અછત અને કવોલીટી વેરિએશન વધી રહ્યું હોઇ એકદમ સુપર કવોલીટી કપાસ ઊંચા ભાવ દેતાં પણ જીનરોને મળતો નથી જેને કારણે શુક્રવારે સતત બીજે દિવસે કપાસમાં મણે રૂા.૧૫ થી ૨૦ વધ્યા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં રૂના ભાવ ઊંચા હોઇ ત્યાંના કપાસના ખેડૂતોને ત્યાં બેઠા સારા ભાવ મળવા લાગતાં છેલ્લા ત્રણ દિવસથી મહારાષ્ટ્રના કપાસની આવક સતત કપાઇ રહી છે તેમજ અહીં ફરધર કપાસમાં કવોલીટી બહુ જ નબળી નીકળી હોઇ હવે બોટાદ લાઇન સિવાય કયાંય સારી કવોલીટીનો કપાસ બચ્યો નથી.
શુક્રવારે જીનપહોંચ સુપર બેસ્ટ કપાસના રૂા.૨૦૪૦ થી ૨૦૫૦ બોલાતા હતા તેમજ લોકલ ફરધર મિડિયમ કપાસના રૂા.૧૮૦૦ થી ૧૮૫૦ અને હલકાના રૂા.૧૬૦૦ થી ૧૬૫૦ બોલાતા હતા. મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાયા હતા.
કડીમાં પણ કપાસમાં રૂા.૧૦ થી ૨૫ સુધર્યા હતા કડીના બ્રોકરે જણાવ્યું હતું કે શુક્રવારે મહારાષ્ટ્રના કપાસની આવક ૧૦૦ ગાડી કરતાં પણ ઓછી આવી હોઇ મહારાષ્ટ્રના કપાસના ઊંચામાં રૂા.૨૦૦૦ બોલાય ગયા હતા તેમજ કાઠિયાવાડના કપાસના ઊંચામાં રૂા.૨૦૨૦ થી ૨૦૩૦ બોલાયા હતા.
મગફળીનાં ભાવમાં બે તરફી વધઘટે સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીમાં નાફેડની વેચવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે. નાફેડ દ્વારા ગઈકાલે જે બીડ ભરવામાં આવી હતી, જેમાંથી રૂ.૫૬૧૩નાં ભાવ મંજૂર કરવામાં આવ્યાં છે, જોકે કેટલી માત્રામાં જથ્થો વેચાણ થયો તેની કોઈ માહિતી નાફેડ સત્તાવાર રીતે જાહેર કરતું નથી.
નાફેડ દ્વારા મગફળીનું વેચાણ છેલ્લા એક સપ્તાહથી ચાલી રહ્યું છે, પંરતુ હજી કોઈ નોંધપાત્ર વેચાણ થયું નથી. નાફેડની જૂની મગફળી ખરીદી કરવામાં રસ સૌને છે, પંરતુ ઊંચા ભાવથી ખરીદી કરવી નથી, પરિણામ વેપારો ખાસ થતા નથી. નાફેડને નીચા ભાવથી માલ આપવો નથી.
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1575 | 2200 |
મગફળી | 600 | 1070 |
ઘઉં | 385 | 471 |
જીરું | 2615 | 3780 |
બાજરો | 356 | 356 |
તલ | 1685 | 2070 |
ચણા | 600 | 963 |
જુવાર | 475 | 605 |
ધાણા | 1550 | 1755 |
તુવેર | 700 | 1231 |
તલ કાળા | 1715 | 2230 |
અડદ | 350 | 600 |
મેથી | 770 | 830 |
રાઈ | 1141 | 1250 |
મઠ | - | - |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1580 | 2105 |
ઘઉં | 325 | 440 |
જીરું | 3300 | 3735 |
તલ | 1750 | 2036 |
બાજરો | 350 | 505 |
ચણા | 709 | 935 |
મગફળી જાડી | 1045 | 1125 |
ધાણા | 1600 | 1900 |
તુવેર | 1000 | 1245 |
તલ કાળા | 1900 | 1900 |
મેથી | 1000 | 1200 |
ઘઉં ટુકડા | 350 | 510 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 350 | 419 |
ઘઉં ટુકડા | 370 | 442 |
મગ | 1150 | 1403 |
ચણા | 700 | 880 |
અડદ | 600 | 1185 |
તુવેર | 1080 | 1319 |
મગફળી ઝીણી | 800 | 1025 |
મગફળી જાડી | 750 | 1126 |
તલ | 1100 | 2000 |
તલ કાળા | 1400 | 2100 |
ધાણા | 1500 | 2058 |
સોયાબીન | 1100 | 1351 |
ચોખા | - | - |
સિંગ'ફાડા | 1100 | 1351 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1565 | 2035 |
ઘઉં | 419 | 467 |
તલ | 1400 | 1800 |
ચણા | 791 | 857 |
મગફળી ઝીણી | 900 | 1024 |
તુવેર | 901 | 1179 |
તલ કાળા | 1755 | 2409 |
અડદ | 506 | 900 |
રાઈ | 925 | 1180 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1640 | 2090 |
ઘઉં લોકવન | 392 | 428 |
ઘઉં ટુકડા | 409 | 477 |
જુવાર સફેદ | 450 | 615 |
તુવેર | 1050 | 1300 |
ચણા પીળા | 875 | 940 |
અડદ | 800 | 1350 |
મગ | 1130 | 1438 |
એરંડા | 1270 | 1369 |
અજમો | 1550 | 2305 |
સુવા | 950 | 1200 |
સોયાબીન | 1158 | 1325 |
કાળા તલ | 1640 | 2540 |
ધાણા | 1400 | 1905 |
જીરું | 3300 | 3887 |
ઇસબગુલ | 1850 | 2260 |
રાઈડો | 1020 | 1276 |
ગુવારનું બી | 1180 | 1215 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1500 | 2018 |
મગફળી | 800 | 1078 |
ઘઉં | 401 | 452 |
જીરું | 3351 | 3714 |
એરંડા | 1310 | 1357 |
તુવેર | 1001 | 1186 |
રાઇ | 850 | 1220 |