khissu

ભારતમાં રશિયાની સ્પુતનીક વી વેક્સીનની કિંમત જાહેર: જાણો સ્પુતનીક વી ના એક ડોઝની કિંમત કેટલી?

સ્પુતનિક વી રસીના નાં એક ડોઝ ની કિંમત નક્કી કરી દેવામાં આવી છે. ભારતમાં સ્પુતનિક વી ની કિંમત 948 રૂપિયા + 5% જીએસટી સાથે આ રસીના એક ડોઝની કિંમત રૂપિયા 995.40 રાખવામાં આવી છે. હવે લોકોને કોવીશિલ્ડ અને કોવેક્સિન પછી ત્રીજો વિકલ્પ પણ મળશે. વેક્સિન નાં અભાવ વચ્ચે આ નિર્ણય મહત્વનો ગણાંશે. ડૉ. રેડ્ડી લેબ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે સ્પુતનિક વી વેક્સિન થોડા સમયમાં જ બજાર માં ઉપલબ્ધ થશે.

કોવિશિલ્ડ, કોવેક્સિન બાદ હવે સ્પુતનિક વી :-
સ્પુતનિક વી ત્રીજી રસી છે જે એવી કોવિડ - 19 મહામારી વચ્ચે ભારતમાં ઉપયોગમાં લેવાશે. સ્પુતનિક વી ની પહેલી શિપમેન્ટ 1 મે નાં રોજ ભારત પહોંચી ચૂકી છે. પરંતુ ત્રણ રસી આવવાથી લોકો નક્કી નથી કરી શકતા કે કંઈ રસી વધુ અસરકારક હશે. સ્પુતનિક વી ને લઈને અમેરિકાના એક્સપર્ટ ડૉ. ફૌસી એ જણાવ્યું હતું કે આ રસી 90 ટકા અસરકારક છે.

બાયોટેક કંપની ડૉ. રેડ્ડી લેબે શુક્રવારે માહિતી આપી હતી કે સ્પુતનિક વી ની પહેલી રસી હૈદરાબાદ માં લગાવવામાં આવી છે. રશિયન વેક્સિન સ્પુતનિક વી ની પહેલી શીપમેન્ટ 1 મે નાં રોજ ભારત આવી હતી. આ રસીને 13 મે નાં રોજ સેન્ટ્રલ ફાર્મા સ્યુટીકલ લેબોરેટરી (Central Pharmaceutical Laboratory) કસૌલી થી મંજૂર કરવામાં આવી હતી. સ્પુતનિક વી નાં વધુ ડોઝ આગળના મહિનામાં ભારત પહોંચશે. રુસથી આયાત કરેલ સ્પુતનિક વી કિંમત હાલ 948 રાખવામાં આવી છે જેમાં જીએસટી નો પણ સમાવેશ થયો છે. જ્યારે ભારતમાં ઉત્પાદન થશે ત્યારે ભાવમાં ઘટાડો થશે તેવી સંભાવના છે. સ્પુતનીક વી વેક્સીન પાવડર અને લીક્વીડ બંને ફોર્મમાં બજાર માંથી મળશે. લીક્વીડ વેક્સીન ને -18 ડીગ્રી તાપમાને અને પાવડરને 2 થી 8 ડીગ્રી તાપમાને સ્ટોરેજ કરવી જરૂરી છે. દેશમાં હાલ કોરોના મહામારી ની બીજી લહેર શરૂ છે. એવામાં હોસ્પીટલમાં બેડ અને દવાઓની ખુબ અછત જોવા મળી છે. ભારતમાં વસ્તી ખુબ હોવાને લીધે કોરોના ની બીજી લહેર પહેલા કરતા વધુ ઘાતક બની છે એવામાં વેક્સીન એકમાત્ર ઉપાય છે.

આ પણ વાંચો: ભારતમાં ઉપલબ્ધ ત્રણેય રસીમાંથી સૌથી સારી રસી કઈ? કઈ રસી સૌથી વધુ અસરકારક? જાણો રસીની આડઅસર, બન્ને ડોઝ વચ્ચેનું અંતર, ક્યાં લોકોએ આ રસી ન લેવી તે અંગેની સંપુર્ણ માહિતી

ભારતમાં રસીના અભાવથી કેન્દ્ર સરકાર નિશાના ઉપર :- ભારતમાં હાલ કોવેક્સિન ને કોવિશિલ્ડ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે. વેક્સિન નાં અભાવથી રાજ્ય સરકારો કહી રહી છે કે તે તેનો ટાર્ગેટ પૂરો નથી કરી શકતી. એવામાં વિપક્ષ પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે સરકાર તેના બનાવેલા આંકડાઓ મુજબ કોરોનાની સ્થિતિ હાલ નિયંત્રણ માં છે એવા પ્રયાસો કરી રહી છે. પરંતુ વેક્સિનેશન સેન્ટરો થી લોકોને પરત મોકલવામા આવે છે. જેને લઇને હોબાળો થઈ રહ્યો છે.

દેશમાં કોરોના સ્થિતિ:

કુલ કેસ :-2,40,46,809

કુલ એક્ટીવ કેસ :- 37,04,983

કુલ મોત :- 2,62,317

17 કરોડથી વધુ લોકોને ભારતમાં રસી અપાઈ :- દેશમાં રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. કોરોના દર્દીઓની સંખ્યા જોતા સૌથી વધુ ભારત દેશ સંક્રમિત છે. અત્યાર સુધીમાં 17 કરોડ 92 લાખ 98 હજાર 584 ડોઝ આપવામાં આવ્યા છે.