મગફળીની બજારમાં વેચવાલી સતત ઘટી રહી છે. બીજી તરફ બિયારણની ઘરાકી સારી હોવાથી અને ખેડૂતો નીચા ભાવથી જૂની મગફળી વેચાણ કરવા તૈયાર નથી, પરિણામે મગફળીની બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. જોકે મગફળીના ભાવ બહુ લાંબો સમય સુધી મજબૂત રહે તેવી સંભાવના છે. ફેબ્રુઆરીનાં પહેલા સપ્તાહમાં સરકારી ખરીદી શરૂ થયાનાં સત્તાવાર રીતે ૯૦ દિવસ પૂરા થઈ રહ્યાં છે, પરિણામે ત્યાર બાદ તુરંત નાફેડ સ્ટોકનાં માલમાંથી મગફળી બજારમાં ઠલવે તેવી સંભાવનાં છે, પરિણામે જો બહુ ભાવ વધશે તો નાફેડની મગફળી બજારમાં વહેલી ઠલવાશે તેવી સંભાવનાએ આગળ ઉપર ભાવ અથડાયા કરે તેવી સંભાવનાં છે.
ડુંગળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ડુંગળીમાં હાલનાં તબક્કે વેચવાલી ખાસ નથી, પંરતુ સામે લેવાલી પણ મર્યાદી જોવા મળી રહી છે. ડુંગળીમાં આવકો ધારણાં મુજબ વધતી ન હોવાથી ભાવમાં મણે રૂ.૧૦થી ૨૦નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં આવકો વધશે તો ભાવમાં ફરી ઘટાડો થાય તેવી સંભાવનાં છે.
બાજરીનાં ભાવ ઊંચી સપાટીએ સરેરાશ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે. બાજરીની આવકો ખાસ કોઈ પણ સેન્ટરમાં વધતી નથી. ઉત્તર ગુજરાતમાં પણ તમામ સેન્ટરમાં બાજરીની આવકો ઓછી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં બાજરીમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 2000 |
અજમો | 1950 | 6000 |
જીરું | 2950 | 3435 |
તુવેર | 540 | 1250 |
તલ | 1690 | 2130 |
લસણ | 150 | 680 |
મગફળી જીણી | 1009 | 1200 |
મગફળી જાડી | 835 | 1066 |
રાયડો | 500 | 1315 |
એરંડા | 1100 | 1216 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લસણની આવક: લસણની આવક આવતી કાલ તારીખ ૨૬/૦૧/૨૦૨૨ ને બુધવારના રોજ સવારના ૧૦ વાગ્યાથી ટોકન મુજબ શરૂ કરવામાં આવશે.
લસણના દરેક વાહનમાલિકોને માર્કેટ યાર્ડ દ્વારા સ્થ્ળ ઉપર જ આવતી કાલે સવારે ૭ વાગ્યાથી ટોકન આપવાનું શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
(૨) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1000 | 2071 |
જીરું | 2351 | 3501 |
ઘઉં | 396 | 438 |
એરંડા | 1171 | 1246 |
ચણા | 800 | 941 |
મગફળી જીણી | 800 | 1141 |
મગફળી જાડી | 770 | 1151 |
ડુંગળી લાલ | 101 | 486 |
લસણ | 151 | 521 |
ડુંગળી સફેદ | 116 | 356 |
સોયાબીન | 1151 | 1246 |
તુવેર | 961 | 1341 |
મરચા સુકા | 651 | 3251 |
ઘઉં ટુકડા | 398 | 518 |
શીંગ ફાડા | 901 | 1441 |
ધાણા | 1200 | 1901 |
ધાણી | 1251 | 2801 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 700 | 938 |
તુવેર | 1000 | 1348 |
મગફળી ઝીણી | 900 | 1051 |
મગફળી જાડી | 850 | 1168 |
કપાસ | 1505 | 1846 |
મેથી | 800 | 1050 |
મગ | 1000 | 1415 |
જીરું | 3030 | 3030 |
ધાણા | 1500 | 1970 |
તલ કાળા | 1800 | 2250 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1515 | 2003 |
ઘઉં લોકવન | 403 | 432 |
ઘઉં ટુકડા | 411 | 470 |
જુવાર સફેદ | 385 | 601 |
બાજરી | 290 | 425 |
તુવેર | 1050 | 1300 |
મગ | 905 | 1407 |
મગફળી જાડી | 919 | 1140 |
મગફળી ઝીણી | 900 | 1112 |
એરંડા | 1221 | 1250 |
અજમો | 1650 | 2260 |
સોયાબીન | 1150 | 1252 |
કાળા તલ | 2050 | 2412 |
લસણ | 175 | 404 |
ધાણા | 1658 | 1850 |
જીરૂ | 2950 | 3458 |
રાય | 1400 | 1700 |
મેથી | 1050 | 1400 |
ઈસબગુલ | 1850 | 2235 |
ગુવારનું બી | 1165 | 1190 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1501 | 1981 |
ઘઉં | 395 | 459 |
જીરું | 2250 | 3440 |
ચણા | 762 | 898 |
તલ | 1754 | 1900 |
તુવેર | 890 | 1193 |
મગફળી ઝીણી | 830 | 1148 |
તલ કાળા | 1850 | 2452 |
અડદ | 607 | 1335 |
બાજરી | 385 | 470 |