સીંગતેલની બજારમાં સુધારાની અસર મગફળીની બજારમાં પણ આવી છે અને મણે રૂ.૧૦નો સુધારો થયો હતો. મગફળીની આવકો તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે, જેને પગલે સરેરાશ બજારો વધ્યાં હતાં. જોકે ઉત્તર ગુજરાતમાં સાબારકાંઠા વિસ્તારમાં મહારાષ્ટ્રની લેવાલી ઘટી હોવાથી ત્યાં બજારો આજે થોડા ડાઉન હતાં, જોકે આ વિસ્તારમાં પહેલાથી ભાવ ઊંચા બોલાય રહ્યાં છે અને ત્યાં આવકો પણ સારી થાય છે, જેમાં હવે માંગ ઘટતા ઘટાડો આવ્યો છે.
મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સીંગતેલમાં માંગ હોવાથી પિલાણ મિલોની મગફળીમાં ઊંચા ભાવથી લેવાલી જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં સાઉથમાં મગફળીની આવકો બહુ વધશે ત્યારે બજારોને થોડી અસર થઈ શકે છે. મહારાષ્ટ્રનાં બાયરો હવે ગુજરાતની તુલનાએ કર્ણાટકની મગફળી ખરીદી તરફ પણ વળ્યાં છે.
કપાસમાં શુક્રવારે મોટેભાગે ભાવ ટકેલા હતા, એકદમ સુપર કપાસની મળતર દિવસેને દિવસે ઘટી રહી હોઇ તેમાં મણે રૂા.૫ કયાંક વધુ મળતાં હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, ફોર જી અને ૩૬ થી ૩૭ના ઉતારાવાાળો કપાસ બહુ જ ઓછો મળે છે પણ ગણ્યો ગાંઠયો કયાંકથી જીનમાં આવી જાય તો તેના જીન પહોંચ રૂ.૨૦૩૫ થી ૨૦૪૦ના ભાવ બોલાય છે આ ઉપરાંત બેસ્ટ કપાસના જીનપહોંચ રૂ. ૨૦૦૦ ટકેલા હતા.
બાજરીનાં ભાવમાં સરેરાશ ઘરાકી ઓછી થઈ હોવાથી ભાવમાં સ્થિરતા જોવા મળી હતી. આગામી દિવસોમાં ઠંડી ઓછી થાય તેવી આગાહીઓ આવી રહી છે, જેને પગલે બજારમાં વધુ ઘટાડાની સંભાવનાં છે. આગામી દિવસોમાં ઉનાળુ વાવેતર કેવા થાય છે તેનું ચીત્ર સ્પષ્ટ થયા બાદ પણ બજારમાં વધઘટ જોવા મળી શકે છે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1500 | 1995 |
અજમો | 1960 | 5300 |
જીરું | 2965 | 3630 |
તુવેર | 1000 | 1225 |
તલ | 1650 | 2100 |
લસણ | 100 | 370 |
મગફળી જીણી | 926 | 1150 |
મગફળી જાડી | 840 | 1088 |
રાયડો | 1000 | 1515 |
એરંડા | 900 | 1200 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
ખાસ નોંધ: (૧) લસણની આવક: લસણની આવક તારીખ ૨૬/૦૧/૨૦૨૨ ને બુધવારના રોજ સવારના ૧૦ વાગ્યાથી ટોકન મુજબ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: સાવધાન: ઈ-શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાખો આટલું ધ્યાન, નહીંતર તમારું ખાતુ થઈ જશે ખાલી
(૨) ગોંડલ માર્કેટયાર્ડમાં કપાસ ખરીદી કરતા વેપારીભાઈઓની ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા સાથે મળેલી મિટિંગમાં ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો કે કપાસમાં ભાવ કાપવામાં આવશે નહીં. માર્કેટયાર્ડના ઇન્સ્પેકટર કપાસ વિભાગમાં હાજર રહેશે અને કોઇ પણ ખેડુતભાઈઓના પ્રશ્નો નુ નિરાકરણ લાવશે. કપાસની ગાડી ખાલી કરવા માટે વેપારીના મજુર દ્વારા જ કપાસની ગાડી ખાલી કરવામાં આવશે.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1001 | 2076 |
જીરું | 2300 | 3711 |
નવુ જીરું | 3521 | 4601 |
એરંડા | 1071 | 1266 |
ચણા | 821 | 936 |
મગફળી જીણી | 820 | 1201 |
મગફળી જાડી | 780 | 1191 |
ડુંગળી લાલ | 101 | 481 |
લસણ | 201 | 641 |
ડુંગળી સફેદ | 101 | 281 |
સોયાબીન | 1100 | 1246 |
તુવેર | 951 | 1321 |
મરચા સુકા | 701 | 3251 |
મેથી | 971 | 1221 |
શીંગ ફાડા | 921 | 1421 |
ધાણા | 1151 | 1886 |
ધાણી | 1251 | 1871 |
નવા ધાણા | 1000 | 1861 |
નવી ધાણી | 1351 | 1951 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 750 | 930 |
તુવેર | 1000 | 1301 |
મગફળી ઝીણી | 830 | 1064 |
મગફળી જાડી | 800 | 1111 |
કપાસ | 1580 | 1958 |
મેથી | 1030 | 1050 |
મગ | 1200 | 1420 |
જીરું | 3300 | 3515 |
ધાણા | 1250 | 2010 |
તલ કાળા | 1600 | 2260 |
રાજકોટ માર્કેટ યાર્ડ:.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1560 | 2040 |
ઘઉં લોકવન | 401 | 434 |
ઘઉં ટુકડા | 407 | 478 |
જુવાર સફેદ | 370 | 605 |
બાજરી | 285 | 435 |
તુવેર | 1040 | 1270 |
મગ | 950 | 1435 |
મગફળી જાડી | 931 | 1122 |
મગફળી ઝીણી | 913 | 1111 |
એરંડા | 1225 | 1268 |
અજમો | 1350 | 2270 |
સોયાબીન | 1185 | 1250 |
કાળા તલ | 1805 | 2500 |
લસણ | 180 | 435 |
ધાણા | 1650 | 1838 |
જીરૂ | 2920 | 3580 |
રાય | 1100 | 1600 |
મેથી | 900 | 1330 |
ઈસબગુલ | 1650 | 2265 |
ગુવારનું બી | 1200 | 1220 |
મોરબી માર્કેટ યાર્ડ:
`વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1551 | 2065 |
ઘઉં | 415 | 471 |
જીરું | 2225 | 3575 |
ચણા | 650 | 830 |
તલ | 1780 | 2130 |
તુવેર | 1035 | 1229 |
મગફળી ઝીણી | 820 | 1148 |
તલ કાળા | 1700 | 2300 |
અડદ | 593 | 1237 |
બાજરી | 430 | 444 |