khissu

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત: કોરોનામાં અનાથ થયેલા બાળકોને મળશે મોટી રાહત

કોરોના મહામારી ની બીજી લહેરમાં રોજ લાખો કેસોના લીધે ભારતમાં મુશ્કેલ પરિસ્થતિ ઊભી કરી હતી. અત્યાર સુધી કોરોનાને લીધે ત્રણ લાખથી વધુ લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. કોરોના થી પ્રભાવિત લોકોમાં બાળકોનો પણ સમાવેશ છે, જેમણે તેમના માતા પિતા ગુમાવી દીધા.

કેન્દ્રમાં મોદી સરકાર નાં બીજા કાર્યકાળનાં બે વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે. જે પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કોરોના થી અસરગ્રસ્ત અનાથ બાળકો માટે અગત્યની જાહેરાતો કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે બાળકોએ કોરોના મહામારી દરમિયાન પોતાના માતા-પિતા ગુમાવ્યા છે તેમને પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ સહાય આપવામાં આવશે. સાથે એમ પણ કહ્યું હતું કે આવા બાળકોને માસિક શિષ્યવૃત્તિ અને 23 વર્ષની ઉંમરે પીએમ કેર માંથી 10 લાખ રૂપિયાનું ફંડ પણ મળશે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બાળકોનું શિક્ષણ અને તેમની જાણવાની નો ખર્ચ પણ પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન ઉઠાવશે. જે અંતર્ગત કેન્દ્રીય વિદ્યાલય અને પ્રાઈવેટ સ્કૂલોમાં શિક્ષણની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેમજ યુનિફોર્મ, ચોપડીઓનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે. આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ માટે બાળકોને એજ્યુકેશન લોન લેવામાં સહાય કરવામાં આવશે. વળી, આયુષ્યમાન ભારત હેઠળ બાળકોને 18 વર્ષ સુધી 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળશે અને તેનું પ્રીમિયમ પીએમ કેર ચૂકવશે.

આ પણ વાંચો: વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય: 11 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓના ખાતામાં જમા થશે પૈસા, જાણો કોને-કોને મળશે લાભ?

પ્રધાનમંત્રી એ જણાવ્યું કે બાળકો દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે અને બાળકોનુ સમર્થન અને સુરક્ષા માટે કંઈ પણ કરીશું. સાથે એમ પણ કહ્યું કે એક સમાજના રૂપમાં આ આપણું કર્તવ્ય છે કે આપણે આપણા બાળકોની કાળજી રાખીએ અને ઉજ્જવળ ભવિષ્યની આશા રાખીએ.

આ પણ વાંચો: શું ખરેખર રસી લીધાના બે વર્ષ બાદ લોકોના મૃત્યુ થશે? જાણો શું છે વાયરલ મેસેજની સચ્ચાઈ?

કોરીના રિકવરી રેટ વધીને 90.80 % થયો: સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું હતું કે દેશમાં કોરોના થી અત્યાર સુધીમાં 51 લાખ 78 હજાર 11 લોકો સાજા થયા છે. દેશમાં હવે રિકવરી રેટ વધીને 90.80 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવ રેટ 9.84 ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના વાયરસ ની બીજી લહેરનો પ્રકોપ ઓછો થતો જાય છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં નવા 1,73,790 કેસો સામે આવ્યા છે, જે છેલ્લા 45 દિવસમાં સૌથી ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 2 લાખ 84 હજાર 601 દર્દીઓ સાજા થયા છે.