Top Stories
khissu

આદ્રા નક્ષત્રમાં વરસાદ જોગ / આવતી કાલથી 4 જુલાઈ સુધી, આદ્રામાં કેટલો વરસાદ? કયું વાહન?

ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ પછી હવે આદ્રા નક્ષત્ર ની શરૂઆત થશે. જેઠ સુદ અગિયારસનાં સવારે ૫.૪૧ ક. મિ આદ્રા નક્ષત્રની શરૂઆત થશે એટલે કે 21 જૂન અને સોમવારે આદ્રા નક્ષત્ર બેસી જશે. આદ્રા નક્ષત્રમાં વાહન શિયાળ છે. આદ્રા નક્ષત્ર ૨૧ જૂનથી ૬ જુલાઈ સુધી જોવા મળશે. આદ્રા નક્ષત્રમાં વાદળછાયુ વાતાવરણ રહે અને મધ્યમ છૂટો છવાયો વરસાદ જોવા મળે. આ વખતે ભીમ અગિયારસનાં રોજ જ આ નક્ષત્રની શરૂઆત થતી હોવાથી સંજોગો સારા મળી રહ્યા છે જેથી વરસાદનું પ્રમાણ આ નક્ષત્રમાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ ખૂબ જ વધારે ગણી શકાય. 

આદ્રા નક્ષત્રમાં બીજાં કોની-કોની આગાહી? 
આદ્રા નક્ષત્રમાં વાદળછાયું વાતાવરણ રહે છે અને વાહન શિયાળ હોવાથી મધ્યમ છુટો-છવાયો વરસાદ જોવા મળે છે. આદ્રા નક્ષત્રમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં તો આવી જ છે. પરંતુ ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે કેમ, કે ૨૮ અને ૨૯ જૂને સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સક્રિય થઇ જશે તેવી આગાહી અંબાલાલ કાકાએ કરી હતી. જ્યારે વૈજ્ઞાનિક મોડલના માધ્યમથી જોવામાં આવે તો આદ્રાનાં પ્રથમ અઠવાડિયામાં વરસાદી માહોલ વધારે નથી પરંતુ બીજા અઠવાડિયાથી વરસાદ નું પ્રમાણ વધે તેવી શક્યતાઓ ગણી શકાય છે, જેમની વધારે માહિતી અમે આગળ જણાવશુ.

હાલમાં કયું નક્ષત્ર ચાલુ હતું?
હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ હતું જે 20 જૂનના રોજ પૂર્ણ થવા જઈ રહ્યું છે. મૃગશીર્ષ નક્ષત્રમાં હવામાન વિભાગની વેબસાઈટ મુજબ સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે અને ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પણ જોવા મળ્યો છે. જ્યારે ગુજરાતના જાણીતા એવા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની આગાહી દર્શાવી હતી જે મુજબ 9થી 11 જુન અને ૧૫થી ૧૯ જૂન વચ્ચે જુદા-જુદા વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. 

અગિયારસમાં વાવણીનાં જોગ: ભીમ અગિયારસના રોજ આદ્રા નક્ષત્ર ની શરૂઆત થશે જો કે આ વર્ષે અગિયારસ પહેલા ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વાવણી થઈ ચૂકી છે પરંતુ હજી ઘણા એવા વિસ્તારો બાકી છે કે ત્યાં વાવણીલાયક વરસાદ જોવા નથી મળ્યો તો આદ્રા નક્ષત્ર ની શરૂઆતમાં ચોમાસાના પ્રબળ પરિબળો બાકી રહેલા વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ આપે એવી શક્યતાઓ રહેલી છે. 

જૂન અને જુલાઈના વરસાદને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.

1) આજથી ગુજરાતના ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદની શરૂઆત થશે.

2) 21, 22 જૂનના રોજ વરસાદનું જોર વધશે.

3) રાજસ્થાન તથા ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા.

4) ગુજરાતમાં 29 જૂન ના રોજ ચોમાસું સક્રિય થવાની સંભાવના છે.

5) જુલાઇ મહિનામાં સારો વરસાદ આવવાની શક્યતા છે. 

6) 13 જુલાઈ પછી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, પશ્વિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં અમદાવાદ વડોદરા સહિતના ભાગો, ઉત્તર ગુજરાત માં મહેસાણા, હારીજ, પાટણ, સિધ્ધપુર, બેચરાજી, કડી ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના ભાગો, વિરમગામનાં ભાગોમાં સારો વરસાદ થશે. 

7) વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી.

અંબાલાલ કાકાએ આગાહી કરતાં જણાવ્યું હતું કે હાલમાં મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ છે, મૃગશીર્ષ નક્ષત્રની હવાઓ ઉપર આધાર હોય છે કે ચોમાસું કેવું રહશે તે. મૃગશીર્ષ નક્ષત્ર ચાલુ થતાં જ હિંદ મહાસાગરમાં સમયવાહી પવનની નિશાનીઓ બદલાઈ છે. અને જે વર્ષે આ નક્ષત્રમાં દરિયામાં અથવા દેશના ભાગોમાં ભારે તોફાન સાથે વરસાદ પડે તે વર્ષે ચોમાસુ સારું થતું હોય છે જેથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. જો મૃગશીર્ષ નક્ષત્ર માં વાવણી થાય તો સારું કહેવાઈ.