khissu

આ ધંધામાં 25 હજારના રોકાણ પર થશે 2 લાખની કમાણી

આજે અમે તમને એક એવા બિઝનેસ આઈડિયા વિશે જણાવી રહ્યા છીએ જેમા તમે વાર્ષિક માત્ર 25,000 રૂપિયા ખર્ચીને સરેરાશ 1.75 લાખ રૂપિયા કમાઈ શકો છો. અમે વાત કરી રહ્યા છીએ માછલી ઉછેરના વ્યવસાય વિશે. હાલમાં શાકભાજી ઉપરાંત ખેડૂતો માછીમારી ઉદ્યોગમાં પણ ઝંપલાવી રહ્યા  છે. સરકાર પણ માછીમારીના વ્યવસાયને પણ પ્રોત્સાહન આપી રહી છે.

નોંધનિય છે કે, માછલી રાલન કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે, છત્તીસગઢ સરકારે તેને કૃષિનો દરજ્જો આપ્યો છે. આ અંગે રાજ્ય સરકાર મત્સ્ય ખેડુતોને વ્યાજમુક્ત લોનની સુવિધા પણ પૂરી પાડે છે. આ સાથે સરકાર તરફથી માછીમારો માટે સબસિડી અને વીમા યોજના પણ ઉપલબ્ધ છે.

કેવી રીતે થશે મોટી કમાણી
જો તમે પણ માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તેની આધુનિક તકનીક તમને ખબર હોવી જોઈએ જેના દ્વારા તમે બમ્પર નફો મેળવી છે. આ દિવસોમાં બાયોફ્લોક ટેકનીક(Biofloc Technique) માછલી ઉછેર માટે ખૂબ જ પ્રખ્યાત બની રહી છે. આ ટેક્નિકનો ઉપયોગ કરીને ઘણા લોકો લાખોમાં કમાણી કરી રહ્યા છે.

ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે?
તમને જણાવી દઈએ કે બાયોફ્લોક ટેકનિક એક બેક્ટેરિયાનું નામ છે. આ ટેક્નિક માછલી ઉછેરમાં ઘણી મદદગાર સાબિત થાય છે. આમાં પ્રોસેસમાં માછલીઓને મોટી (લગભગ 10-15 હજાર લિટર) ટાંકીમાં મૂકવામાં આવે છે. નોંધનિય છે કે, આ ટાંકીઓમાં પાણી નાખવુ, કાઢવુ, તેમાં ઓક્સિજન આપવા વગેરે જેવી સારી વ્યવસ્થા હોય છે. બાયોફ્લોક બેક્ટેરિયા માછલીના મળને પ્રોટીનમાં રૂપાંતરિત કરે છે, જે માછલી પાછું ખાય છે, જેના કારણે ખોરાકનો એક તૃતીયાંશ ભાગની બચત થાય છે અને તે પાણીને ગંદુ થવાથી પણ બચાવે છે.

તમને જણાવી દઈએ કે, તે થોડું મોંઘું છે, પરંતુ તેનાથી સારો નફો પણ મેળવી શકાય છે. નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ (NFDB) અનુસાર, જો તમે 7 ટાંકીઓ સાથે તમારો ધંધો શરૂ કરવા માંગો છો, તો તેને સેટ કરવા માટે તમને લગભગ 7.5 લાખ રૂપિયાનો ખર્ચ થશે.

2 લાખથી વધુ આવક થશે
જો કે તમે તળાવમાં પણ માછલી ઉછેર કરી સારી કમાણી કરી શકો છો. હાલમાં જ એક ખેડૂતે 2 એકરમાં માછલીની ખેતી શરૂ કરી હતી અને સારી કમાણી કરવા લાગ્યા.આ ખેડૂત નજીકના ગામમાં 2.5 એકર જમીન લીઝ પર લીધી અને તેને માછલી ઉછેર માટે તળાવ તરીકે તૈયાર કરી. આ કારણે તેઓ આજે 2 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર પણ માછલી ઉછેરને પ્રોત્સાહન આપવા માટે ઘણી સુવિધાઓ આપે છે. તો બીજી તરફ તમે જે રાજ્યમાં તેને શરૂ કરવા માંગો છો ત્યાંથી તમે ફિશરીઝ ઑફિસમાં પૂછપરછ કરી શકો છો.