રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે MPC એટલે કે નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં લીધેલા નિર્ણયોની જાહેરાત કરી છે.
આ બેઠકમાં, તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈએ સમગ્ર દેશમાં ઓફલાઇન મોડમાં રિટેલ ડિજિટલ પેમેન્ટ માટે એક માળખું રજૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
ઇન્ટરનેટ કનેક્શન સમસ્યાઓના કિસ્સામાં ચુકવણી કરવામાં મદદ કરશે.
RBI એ જાહેરાત કરી હતી કે ઓફલાઇન પેમેન્ટ સિસ્ટમ દેશભરમાં ઉપલબ્ધ કરાશે. જાહેરાત મુજબ, જે ગ્રાહકો ઇન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓનો સામનો કરે છે તેઓ UPI, IMPS, RTGS વગેરે જેવા ઓનલાઇન મોડનો ઉપયોગ કરીને ચુકવણી કરી શકતા નથી. આથી તેઓ હવે ચૂકવણી કરવા માટે ઓફલાઈન પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી શકશે.
નિવેદનમાં જણાવ્યા અનુસાર, વિકાસલક્ષી અને નિયમનકારી નીતિઓ પર 6 ઓગસ્ટ 2020 ના નિવેદનમાં એક યોજનાની જાહેરાત કરવામાં આવી હતી. આમાં નવીન ટેકનોલોજીના પાયલોટ પરીક્ષણો કરવાના હતા, જેમાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી ઓછી હોય અથવા ઉપલબ્ધ ન હોય તેવા સંજોગોમાં પણ રિટેલ ડિજિટલ પેમેન્ટ કરી શકાશે. આ યોજના અંતર્ગત દેશના વિવિધ ભાગોમાં સપ્ટેમ્બર 2020 થી જૂન 2021 દરમિયાન ત્રણ પાયલટનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યંવ હતું.
આ યોજનામાં જાણવા મળ્યું કે આવા ઉકેલો ખાસ કરીને દૂરના વિસ્તારોમાં રજૂ કરી શકાય છે. પાયલોટમાંથી મેળવેલ અનુભવ અને ઉત્તમ પ્રતિસાદને ધ્યાનમાં લેતા, તેણે દેશભરમાં ઓફલાઇન મોડમાં રીટેલ ડિજિટલ પેમેન્ટ કરવા માટે એક માળખું રજૂ કરવાની દરખાસ્ત કરી છે.
પાયલોટ યોજનામાં કુલ મર્યાદા 2,000 રૂપિયા હતી.
ઓફલાઇન મોડમાં નાના મૂલ્યના છૂટક વ્યવહારો માટે પાયલોટ યોજના કાર્ડ અને મોબાઇલ વોલેટનો ઉપયોગ કરીને કરવામાં આવી હતી. પાયલોટ યોજનાની માર્ગદર્શિકા મુજબ, ચુકવણીના વ્યવહારો માટે ઉપલી મર્યાદા 200 રૂપિયા હતી અને ઓફલાઇન વ્યવહારોની કુલ મર્યાદા કોઈપણ સમયે 2,000 રૂપિયા રાખવામાં આવી હતી. આ સિવાય, આવા પેમેન્ટ વ્યવહારો અધિકૃતતાના વધારાના પરિબળ વગર કરવામાં આવ્યા હતા.
આવી માહિતી અમે khissu ના માધ્યમથી તમારા સુધી પહોંચાડતા રહીશું એટલા માટે khissu એપ ને ડાઉનલોડ કરી લેજો અને આ માહિતી દરેક લોકો જાણી શકે તે માટે તમારા what's app ગ્રૂપ અને Facebook ગ્રૂપમાં શેર કરો.