ઘઉં બજારમાં ભાવ ઊંચી સપાટી પર બે તરફી અથડાય રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં ઘઉંની આવકો હવે મોટા ભાગનાં સેન્ટરમાં ઘટવા લાગી છે, જ્યારે મધ્ય ગુજરાતનાં કેટલાક સેન્ટરમાં આવકો હજી દશેક દિવસ સારી રહે તેવી ધારણાં છે. ઘઉંમાં વર્તમાન બજારનો મોટો આધાર નિકાસ વેપારો ઉપર જ રહેલો છે.
ઘઉંનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં આવર્ષે બહુ પાક ન હોવાથી આવકો હવે પૂરી થવા આવી છે. સાણંદ-બાવળા-નડીયાદ બાજુ હજી દશેક દિવસ ઘઉંની આવકો સારી માત્રામાં આવે તેવી સંભાવના છે ત્યાર બાદ ત્યાં પણ આવકો ઘટી જાય તેવી ધારણાં છે.
ગુજરાતમાં આ વર્ષે સરેરાશ પાક ઓછો હોવાથી સિઝન બહુ લાંબી ચાલશે નહીં, વળી ખેડૂતો પણ ઊંચા ભાવને કારણે અમુક માલ પોતાની પાસે રાખી મુક્યો છે અને ઓફ સિઝનમાં વેચાણ કરવાનું મન મનાવી લીધું છે. આજે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઘઉંનો રેકોર્ડ બ્રેક ભાવ બોલાયો હતો. જેમાં મણે 702 રૂપિયા ઘઉંનો ભાવ બોલાયો હતો.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1900 | 2380 |
જીરું | 2500 | 4060 |
મગફળી જાડી | 1000 | 1224 |
ધાણી | 1800 | 2710 |
ચણા | 900 | 1070 |
મગફળી ઝીણી | 900 | 1211 |
લસણ | 95 | 480 |
અજમો | 1800 | 3050 |
ધાણા | 1500 | 2450 |
કલંજી | 1450 | 2775 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1490 | 2600 |
એરંડા | 900 | 1340 |
જીરું | 200 | 4250 |
ધાણી | 2268 | 2620 |
ચણા | 671 | 1086 |
મગફળી જાડી | 850 | 1321 |
મગફળી જીણી | 1125 | 1350 |
ધાણા | 1600 | 2445 |
તલ કાળા | 1000 | 2260 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1835 | 2500 |
ઘઉં લોકવન | 430 | 467 |
ઘઉં ટુકડા | 437 | 528 |
જુવાર સફેદ | 375 | 621 |
જુવાર પીળી | 350 | 460 |
બાજરી | 280 | 438 |
તુવેર | 1000 | 1247 |
ચણા પીળા | 905 | 949 |
અડદ | 755 | 1463 |
મગ | 1321 | 1444 |
વાલ દેશી | 850 | 1431 |
વાલ પાપડી | 1550 | 1805 |
ચોળી | 950 | 1641 |
કળથી | 750 | 945 |
સિંગદાણા | 1730 | 1790 |
મગફળી જાડી | 1100 | 1340 |
મગફળી ઝીણી | 1050 | 1270 |
સુરજમુખી | 925 | 1180 |
એરંડા | 1324 | 1372 |
અજમો | 1650 | 2205 |
સુવા | 950 | 1175 |
સોયાબીન | 1394 | 1484 |
સિંગફાડા | 1080 | 1700 |
કાળા તલ | 1950 | 2400 |
લસણ | 180 | 590 |
ધાણા | 2240 | 2490 |
જીરું | 3400 | 4150 |
ધાણી | 2275 | 3000 |
ઇસબગુલ | 2150 | 2480 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ચણા | 880 | 1100 |
તુવેર | 1080 | 1346 |
મગફળી ઝીણી | 1050 | 1237 |
મગફળી જાડી | 850 | 1270 |
તલ | 1500 | 2104 |
કલંજી | 1500 | 2375 |
જીરું | 2800 | 3850 |
ધાણા | 2000 | 2526 |
વટાણા | 800 | 1226 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1001 | 2591 |
ઘઉં | 410 | 484 |
જીરું | 2201 | 4161 |
એરંડા | 1211 | 1371 |
તલ | 1500 | 2231 |
રાયડો | 1151 | 1251 |
ચણા | 900 | 941 |
મગફળી ઝીણી | 920 | 1286 |
મગફળી જાડી | 820 | 1356 |
ડુંગળી | 41 | 196 |
લસણ | 101 | 471 |
સોયાબીન | 1251 | 1476 |
ધાણા | 1501 | 2581 |
તુવેર | 800 | 1271 |
મગ | 1101 | 1511 |
મેથી | 850 | 1171 |
રાઈ | 1051 | 1331 |
મરચા સુકા | 1101 | 7001 |
ઘઉં ટુકડા | 424 | 626 |
શીંગ ફાડા | 1051 | 1651 |