દેશમાં મહત્તવનાં તેલીબિયાં પાક એવા રાયડાનાં ભાવ આગામી એક મહિનામાં રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિન્ટલની નવી ઓલટાઈમ ઊંચી સપાટીએ પહોંચવાના છે તેવી સંભાવનાં દેશનાં અગ્રણી નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે. રાયડાની ઈમ્યુનિટી બુસ્ટર માટે વપરાશ વધતા અને વૈશ્વિક ખાદ્યતેલમાં તેજી હોવાથી રાયડાની બજારમાં પણ તેજીનો દોર જોવા મળી શકે છે.
રાયડાનાં ભાવ હાલ પ્રતિ ક્વિન્ટલ રૂ. ૬૫૦૦ થી ૬૬૦૦ ની વચ્ચે વેચાણ થઈ રહ્યાં છે, જે ભાવ આગામી એક મહિનામાં આશરે રૂ. ૫૦૦ જેટલા વધીને રૂ. ૭૦૦૦ પ્રતિ ક્વિન્ટલની સપાટીને પાર કરે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. કોટાનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે રાયડા માંગ તેલની રિટેલ બજારમાં મોટા પાયે વધી છે. કોરોના સંકેટ વચ્ચે ઈમ્યુનિટી બુસ્ટર માટે લોકો સરસીયાના તેલનો વધારે ઉપયોગ કરી રહ્યાં છે. રાજસ્થાન ખાદ્યપદાર્થ સંઘનાં પ્રમુખ બાબુલાલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાયડાનાં ભાવ હાલનાં લેવલથી એક મહિનામાં રૂ. ૫૦૦ પ્રતિ ક્વિન્ટલ જેટલા વધી શકે છે. હાલ મિલર્સો, સ્ટોકિસ્ટો અને અન્ય વર્ગની ખૂબજ સારી લેવાલી છે.
એનસીડેક્સમાં રાયડા વાયદો અગાઉ ૧૭ મી ફેબ્રુઆરીના રોજ રૂ. ૬૫૩૦ ની ઓલટાઈમ ઊંચી સપાટી પર પહોંચ્યો હતો, પરંતુ એક જ સપ્તાહમાં તેનાં ભાવ ૧૯ ટકા જેટલા ઘટી ગયા હતાં. આ ભાવ ઘટ્યાં પછી રાયડામાં ફરી લેવાલી આવી છે અને ભાવ વધીને ૧૩ મી એપ્રિલના રોજ રૂ. ૬૪૮૮ સુધી પહોંચ્યો છે. મારૂધર ટ્રેડિંગ એજન્સીનાં અનિલ છત્તરનું કહેવું છે કે રાયડાની આવકો ખૂબજ સારી થઈ રહી હોવા છત્તા ભાવ ઊંચા છે. મિલર્સો અને સ્ટોકિસ્ટાની માંગ ખૂબ જ સારી છે.
ચાલુ સિઝનની શરૂઆતમાં એટલે કે ફેબ્રુઆરીમાં એક લાખ ટનનો કેરીઓવર સ્ટોક હતો, જે ગયા વર્ષે પાંચ લાખ ટનનો રહ્યો હતો. રાયડા તેલની માંગમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી અને સામે આયાતી તેલો પણ મજબૂત હોવાથી રાયડાનાં ભાવ ઊંચા છે. રાયડામાં તેજીને પગલે ચાલુ વર્ષે ટેકાનાં ભાવથી ખરીદી એકદમ ગણી ન શકાય તે બરોબર છે. રાયડાના ભાવ હજી વધશે તેવી ધારણાએ ખેડૂતોની વેચવાલી પણ ચાલુ મહિનામાં ઓછી છે.
રાયડાનાં બજાર ભાવની વાત કરીએ તો તા. ૧૩/૦૪/૨૦૨૧, મંગળવારના રોજ રાયડાનો સૌથી ઉંચો ભાવ વિસનગર માર્કેટ યાર્ડમાં રૂ. ૧૨૩૧ સુધી બોલાયો હતો. આ સિવાય મોટા ભાગની માર્કેટ યાર્ડોમાં રાયડાના ભાવ ૧૧૫૦+ બોલાયાં હતા.
તા. ૧૩/૦૪/૨૦૨૧, મંગળવારના રાયડાના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 975 | 1060 |
જામનગર | 1000 | 1080 |
જામજોધપુર | 800 | 1010 |
ધ્રોલ | 920 | 990 |
પાટણ | 1075 | 1219 |
સિધ્ધપુર | 1107 | 1225 |
ડિસા | 1100 | 1151 |
મહેસાણા | 1080 | 1220 |
વિસનગર | 1000 | 1231 |
ધાનેરા | 1060 | 1197 |
હારીજ | 1021 | 1111 |
ભીલડી | 1081 | 1150 |
દીયોદર | 1090 | 1195 |
ખંભાત | 850 | 1101 |
પાલનપુર | 1060 | 1170 |
થરા | 1120 | 1160 |
પાથાવાડ | 1090 | 1165 |
વડગામ | 1121 | 1151 |
લાલપુર | 861 | 925 |
અમરેલી | 900 | 973 |
વીરમગામ | 1000 | 1041 |