એરંડાનાં ખેડૂતોને હાલ બજારમાંથી ન ધારેલાં ભાવ મળી રહ્યા છે. ચાલુ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે 1000 થી 10૩0 રૂપિયા સુધીના ભાવ મળી રહ્યા છે. એરંડા નો પાક આ સીઝનમાં વધુ નથી એટલે ભાવ સારા એવા વધી રહ્યા છે. તેની સાથો સાથ સીંગતેલ, સોયાબીન તેલ, પામોલિન તેલમાં એરંડિયું ભેળસેળ માં વપરાવા લાગ્યું હોવાથી એરંડાના ભાવમાં તેજી જોવા મળી રહી છે. વિદેશમાં પણ ભારતના એરડીયા તેલની માંગ સારી જોવા મળી રહી છે.
ગુજરાતમાં એરંડાનો પાક વધુ થવાનો નથી તે પાકું થઈ ગયું છે. જૂના એરંડા પેહલી એપ્રિલે 20 થી 25 લાખ ગુણી પડ્યા હતા. પાક ઓછો છે અને ઉતારા ઓછા છે તેથી અત્યારે ખેડૂતોને ભાવ સારા મળી રહયા છે. હવે આગળ જતાં જે પણ ભાવ વધશે તો તે જોખમી હશે. ખેડૂતોએ અત્યારે ઊંચા ભાવે એરંડા વેચી દેવા જોઈએ કારણ કે થોડો વખત પછી આવક વધે તો ભાવ ઘટીને રૂ. 950 થઈ શકે છે. વિદેશમાં ભારતીય એરંડિયા તેલની માગ બહુ જ મોટી પ્રમાણમાં હોવાથી આગળ જતાં એરંડાના ભાવમાં તેજી આવવાની શક્યતાઓ છે. જો ચોમાસું સમયસર થશે તો નવી સીઝનમાં એરંડાનું વાવેતર ઘટવાનું હોવાથી ખેડૂતોને જુન-જુલાઇ પછી એરંડાના ભાવ રૂ. ૧૨૦૦ સુધી મળવાની શક્યતા દેખાય છે.
આજના એરંડાના બજાર ભાવની વાત કરીએ તો ચાલુ માર્કેટ યાર્ડમાં ભાવ સારા એવા જોવા મળી રહ્યા છે. ગુજરાતની શરુ માર્કેટ યાર્ડમાં એરંડાના ભાવ માં સૌથી ઉંચો ભાવ હિંમતનગરમાં રૂ. 1030 બોલાયો હતો અને તલોદ, થરા, પાથાવડા, ખેડબ્રહ્મા જેવી માર્કેટ યાર્ડમાં ભાવ 1000+ બોલાયા હતા.
તા. ૨૦/૦૪/૨૦૨૧ ને મંગળવારના એરંડાના બજાર ભાવ નીચે મુજબ રહ્યાં હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
સાવરકુંડલા | 850 | 925 |
ધોરાજી | 951 | 971 |
કોડીનાર | 925 | 1005 |
તલોદ | 1000 | 1026 |
ભચાઉ | 1000 | 1010 |
થરા | 1000 | 1024 |
હિંમતનગર | 1011 | 1030 |
ધનસુરા | 985 | 1003 |
ઇડર | 1010 | 1028 |
પાથાવડા | 1005 | 1020 |
બેચરાજી | 1000 | 1005 |
ખેડબ્રહ્મા | 1021 | 1027 |
સાણંદ | 963 | 1000 |
ઇકબાલગઢ | 1011 | 1017 |
શિહોરી | 1000 | 1005 |
પ્રાતિંજ | 921 | 952 |
જાદર | 1010 | 1025 |
દાહોદ | 950 | 970 |