ડુંગળીની બજારમાં સરકારી પગલાઓ ભાવમાં હવે ઘટાડો થાય તેવી સંભાવનાં દેખાય રહી છે. કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી પડેલી ડુંગળીની હવે બજારમાં ખાલી કરવાનની જાહેરાત કરી છે. બીજી તરફ નવી ડુંગળીની આવકો પણ વધી રહી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ હવે નીચા આવી શકે છે. છેલ્લા દશેક દિવસમાં ઊંચી સપાટીથી ભાવ સરેરાશ મણે રૂ.૨૫થી ૫૦ ઘટી ગયાં છે. આગામી દિવસોમાં તેમાં વધુ ઘટાડો થાય તેવી પૂરી સંભાવનાં દેખાય રહી છે. ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં નબળા માલમાં રૂ.૧૦૦થી ૨૦૦ અને સારી ક્વોલિટી રૂ.૨૫૦થી ૫૦૦ સુધી બોલાય રહી છે. કુલ આવકનો દશેક ટકા માલ રૂ.૪૫૦ આસપાસ વેચાણ થતો હોવાની સંભાવનાં છે.
ડુંગળીનાં વેપારીઓ કહે છેકે હવે એકાદ સપ્તાહમાં નવી ડુંગળીની આવકોમાં વધારો જોવા મળશે, જેને પગલે સરેરાશ ડુંગળીની બજારમાં હવે સુધારો થાય તેવા ચાન્સ અને ભાવ ઘટવા લાગશે. ખેડૂતોએ પોતાની પાસે માલ પડ્યો હોય તો તેને વેચાણ કરીને છૂટા થવામાં ફાયદો થયો છે. ગત વર્ષે આવા સમયે સરેરાશ ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦થી ૭૦૦ વચ્ચે હતા, જે આ વર્ષે રૂ.૪૦૦થી ૫૦૦ વચ્ચે ક્વોટ થાય છે.
ડુંગળીમાં હવે તેજીના વળતાપાણી શરૂ થાય તેવી સંભાવના છે. કેન્દ્ર સરકાર દેશનાં પાટનગર સહિતનાં કેટલાક શહેરમાં ડુંગળીનાં વધતા ભાવને ધ્યાનમાં રાખીને નાફેડે પાસે પડેલાં બફર સ્ટોકમાંથી ડુંગળી રિલીઝ કરવાની શરૂ કરી હોવાની વાત ગ્રાહક મંત્રાલયે કરી હતી. કેન્દ્ર સરકારે બફર સ્ટોકની ડુંગળી મહારાષ્ટ્રની મંડી જેવી કે લાસણગાંવ અને પિમ્પલગાંવમાં પણ ઠલવવાનું શરૂ કર્યું છે. બીજી તરફ સરકારે દેશનાં તમામ રાજ્યોને પણ ડુંગળીની રૂ.૨૧૦૦ પ્રતિ ક્વિન્ટલનાં ભાવથી સ્ટોરેજ બેઠા ખરીદવા માટે દરખાસ્ત કરી છે.
દિલ્હીની મધરડેરીનાં સફલ આઉલેટ્સમાં આ ડુંગળઈ રૂ.૨૬ પ્રતિ કિલોનાં ભાવથી વેચાણ થાય છે. ડુંગળીનાં ભાવ અત્યારે મોટા શહેરમાં રૂ.૩૫થી ૪૩ વચ્ચેક્વોટ થઈ રહ્યાં છે, જને પગલે સરકારે ડુંગળીનાં બફર સ્ટોકને રિલીઝ કરવાની શરૂઆત કરી છે.
ખેડૂતોની નવી ડુંગળી આવવાની તૈયારી છે એવા સમયે જ સરકારે બફર સ્ટોક રિલીઝ કર્યો હોવાથી મંડીઓનાં ડુંગળીનાં ભાવ હવે નીચા આવે તેવી સંભાવના છે. શનિવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦થી ૫૫૦ની વચ્ચે હતાં. આગામી એકાદ સપ્તાહમાં ડુંગળીનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૧૦૦ નીકળી જાય તેવી સંભાવનાં જાણકાર વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. આ વર્ષે શિયાળુ વાવેતર મોટા પાયે થયું હોવાથી તમામ રાજ્યોમાં પાક સારો થવાની ધારણાં છે. ઉત્તર ભારતનાં રાજ્યમાં પણ નવી ડુંગળી આવતા મહિનાથી ચાલુ થઈ જશે.
જામનગર માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
કપાસ | 1600 | 2100 |
ઘઉં | 350 | 440 |
જીરું | 2500 | 4055 |
એરંડા | 1200 | 1400 |
બાજરો | 381 | 407 |
રાયડો | 800 | 1275 |
ચણા | 700 | 923 |
મગફળી ઝીણી | 900 | 1128 |
ડુંગળી | 100 | 540 |
લસણ | 100 | 430 |
સોયાબીન | 1000 | 1335 |
અજમો | 1850 | 4620 |
ધાણા | 1570 | 2270 |
તુવેર | 620 | 1240 |
અડદ | 700 | 1140 |
મરચા સુકા | 1000 | 3500 |
ગોંડલ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1200 | 2126 |
ઘઉં | 390 | 432 |
જીરું | 2101 | 4211 |
એરંડા | 1201 | 1401 |
તલ | 1400 | 2161 |
બાજરો | 301 | 301 |
રાયડો | 1011 | 1311 |
ચણા | 801 | 911 |
મગફળી ઝીણી | 825 | 1196 |
મગફળી જાડી | 800 | 1241 |
ડુંગળી | 101 | 506 |
લસણ | 151 | 471 |
જુવાર | 471 | 631 |
સોયાબીન | 1091 | 1351 |
ધાણા | 1301 | 2111 |
તુવેર | 726 | 1201 |
મગ | 876 | 1461 |
મેથી | 901 | 1201 |
રાઈ | 1101 | 1251 |
મરચા સુકા | 651 | 3201 |
ઘઉં ટુકડા | 400 | 530 |
શીંગ ફાડા | 1001 | 1641 |
અમરેલી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1400 | 2220 |
ઘઉં | 369 | 438 |
જીરું | 3200 | 4005 |
એરંડા | 1325 | 1325 |
તલ | 1220 | 2265 |
બાજરો | 375 | 521 |
ચણા | 600 | 924 |
મગફળી ઝીણી | 1139 | 1202 |
મગફળી જાડી | 988 | 1195 |
જુવાર | 421 | 631 |
સોયાબીન | 1160 | 1332 |
અજમો | 2000 | 2800 |
ધાણા | 1100 | 2311 |
તુવેર | 600 | 1226 |
તલ કાળા | 1300 | 1375 |
મેથી | 780 | 1080 |
રાઈ | 1000 | 1350 |
સિંગદાણા | 950 | 1450 |
ઘઉં ટુકડા | 370 | 481 |
રજકાનું બી | - | - |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 380 | 434 |
ઘઉં ટુકડા | 400 | 442 |
મગ | 800 | 1420 |
ચણા | 780 | 930 |
અડદ | 800 | 1232 |
તુવેર | 1100 | 1252 |
મગફળી જાડી | 850 | 1178 |
તલ | 1600 | 2175 |
ધાણા | 1450 | 2180 |
સોયાબીન | 1000 | 1384 |
જીરું | 3000 | 3955 |
મેથી | 1000 | 1000 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1600 | 2050 |
ઘઉં | 396 | 500 |
તલ | 1920 | 2200 |
ચણા | 746 | 906 |
મગફળી ઝીણી | 835 | 1092 |
તુવેર | 900 | 1183 |
બાજરો | 412 | 444 |
અડદ | 720 | 1264 |
રાઈ | 905 | 1211 |
રાયડો | 1150 | 1250 |
જીરું | 2450 | 4070 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1740 | 2166 |
ઘઉં લોકવન | 404 | 431 |
ઘઉં ટુકડા | 411 | 484 |
જુવાર સફેદ | 451 | 611 |
તુવેર | 1022 | 1202 |
ચણા પીળા | 880 | 912 |
અડદ | 1050 | 1202 |
મગ | 1048 | 1500 |
એરંડા | 1360 | 1409 |
અજમો | 1450 | 2305 |
સુવા | 925 | 1205 |
સોયાબીન | 1140 | 1381 |
કાળા તલ | 1800 | 2620 |
ધાણા | 1432 | 2222 |
જીરું | 3500 | 4180 |
ઇસબગુલ | 1745 | 2280 |
રાઈડો | 1025 | 1315 |
ગુવારનું બી | - | - |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1601 | 2019 |
મગફળી | 950 | 1170 |
ઘઉં | 415 | 471 |
જીરું | 3350 | 4075 |
એરંડા | 1370 | 1406 |
ધાણા | 1450 | 2251 |
તુવેર | 1050 | 1160 |
રાઇ | 1000 | 1190 |