વાહન ચાલકો માટે હાલ ડ્રાઈવિંગ લાયસન્સ એક મહત્વપુર્ણ દસ્તાવેજ બની ગયું છે. જો તમારે રોડ પર સવારી કરવી છે તો સાથે લાઈસન્સ હોવું ખૂબ જરૂરી છે. પણ લાઈસન્સ કાઢવા માટે RTO એ તમારે ધક્કા ખાવા પડતા હોય છે. જેના કારણે લોકોના સમયની બરબાદી થાય છે પરંતુ હવે જે લોકો ડ્રાઈવિંગ લાયસન્સ કઢાવવાનું વિચારી રહ્યા છે તેઓ માટે ખુશીના સમાચાર આવી રહ્યાં છે. મળેલી માહિતી અનુસાર લાઈસન્સ માટે હવે RTO ઓફિસે જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી. હવે રાજ્ય માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા માન્યતા ધરાવતા સેન્ટર પર જ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. આ સુવિધા 1 જુલાઈ 2021 થી શરુ કરી દેવામાં આવશે.
માર્ગ પરિવહન મંત્રાલય નાં જણાવ્યા મુજબ દેશમાં આશરે 22 લાખ ડ્રાઇવરો ની કમી છે. અને દર વર્ષે દેશમાં થતાં અકસ્માતોનુ કારણ ટ્રેઇન થયેલા ડ્રાઇવરો નો અભાવ છે. નવા નિયમ મુજબ વાહન ચાલક દ્વારા અધિકૃત ટ્રેનિંગ સેન્ટર માંથી સફળતાપૂર્વક પાસ થયા હશે તેને સીધું જ ડ્રાઈવિંગ લાયસન્સ મળી જશે. અને તેની માટે RTO એ ધક્કા ખાવાની જરૂર નહિ પડે. ઉલ્લેખનિય છે કે વાહન ચાલકે તાલીમ કેન્દ્રોમાં ટેસ્ટ પાસ કરેલ હોવો જરૂરી છે. જેનું ઇલેક્ટ્રોનિક ધોરણે રેકોર્ડિંગ પણ થશે.
આ પણ વાંચો: Driving Licence સાથે આધાર કાર્ડ લિંક ફરજીયાત: ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે આધાર કાર્ડ લિંક કેવી રીતે કરવુ?
મંત્રાલયે નક્કી કરેલ ગાઇડલાઈન મુજબ દેશમાં ટ્રેનિંગ સેન્ટર ખોલવાની પરમિશન આપી છે. ટ્રેનિંગ પૂરી થયા બાદ તેમનો ટેસ્ટ લેવાશે અને તેમાં પાસ થનારને સેન્ટર તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે. તેના આધારે કોઈ ટેસ્ટ વિના ડ્રાઈવિંગ લાયસન્સ બની જશે. આમ, હવે ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવું વધુ સરળ અને ઝડપી બનશે.
માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા નવા નિયમો આ વર્ષે જુલાઇથી લાગુ કરવામાં આવશે. આ સ્થિતમાં તે લોકો અથવા સંસ્થાઓ કે જેઓ આવી ડ્રાઈવિંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવવા માંગે છે તે રાજ્ય સરકારએ ટ્રેનિંગ સેન્ટર ખોલવા માટે અરજી કરી શકે છે. અત્યાર સુધી RTO એ જઈને ડ્રાઈવિંગ ટેસ્ટ આપવો પડતો જેથી રોજના હજારો લોકો ટેસ્ટમાં આવતા. તેમાં પણ કોરોના માહામારી નો બોજ વધી જતાં અનેક લોકોને લાઈસન્સ મળી શક્યા નથી. નવો નિયમ આવવાથી સ્માર્ટ વર્કમાં ભાર મૂકી શકાશે.અને કામગરી પણ ઝડપી બનશે.
આ પણ વાંચો: મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ અંગે આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત
આવી વધારે માહિતી મેળવવા માટે અમારી Khissu ની એપ્લીકેશન ડાઉનલોડ કરી લો તથા આ માહિતી તમે અમારા Facebook પેજમાં જોઈ રહ્યાં છો તો અમારું Facebook પેજ ફોલો કરો. આ માહિતી જરૂરીયાત મંદ લોકો સુધી પહોંચે તે માટે તમારા What's App ગ્રુપ તથા Facebook ગ્રુપમાં શેર કરો.