khissu

મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ અંગે આરોગ્ય મંત્રીની મોટી જાહેરાત

નાયબ મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય મંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે ઝડપથી સારવાર પૂરી પાડવા માટે રાજ્ય સરકારે મા અમૃતમ વાત્સલ્ય યોજના કાર્યરત છે. જેમાં લાભાર્થીઓને પરિવાર દિઠ એક કાર્ડ આપવામાં આવતું. આ નિયમ ફેરવાતા હવે દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ આપવાનો નિર્ણય આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે.

નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યની સરકારી હોસ્પિટલ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નવા કાર્ડ કાઢવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં સુધી નવું કાર્ડ કાઢવામાં ન આવે ત્યાં સુધી જૂના કાર્ડ પર જે લાભ મળતા આવ્યા છે તેમ ચાલુ રહેશે. જેથી કોઈ વ્યક્તિની સારવાર ન અટકે. નવું મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ તાત્કાલિક મેળવી લેવું તેવો અનુરોધ નિતીનભાઈ પટેલે સમગ્ર ગુજરાતના નાગરિકોને કર્યો હતો. જેથી જરૂરિયાત પ્રમાણે પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે મળી રહે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય: રેશન કાર્ડધારકોને દિવાળી સુધી મફત અનાજ, જાણો કોને? ક્યારે?

વ્યક્તિ દીઠ ઓળખકાર્ડ આપવાનું નક્કી કરવામાં આવ્યું :- ભારત સરકારની જોગવાઈ મુજબ સમગ્ર રાજ્યમાં મા અમૃતમ અને મા વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને અગાઉ આખા પરિવાર દીઠ એક કાર્ડ આપવામાં આવતું હતું પરંતુ હવે દરેક લાભાર્થીને વ્યક્તિદીઠ ઓળખકાર્ડ આપવામાં આવશે.

મા અમૃતમ વાત્સલ્ય કાર્ડ હવે હોસ્પિટલોમાં પણ નીકળશે :- તબીબી સેવા વિભાગના અધિક નિયામકના જણાવ્યા મુજબ અમૃતમ મા વાત્સલ્ય કાર્ડ સાથે જોડાયેલી સરકારી હોસ્પિટલો, જિલ્લાની હોસ્પિટલો, તાલુકાની હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્ડની કામગીરી માટે વ્યવસ્થા કરવામાં આવી છે. લાભાર્થીઓ જરૂરી દસ્તાવેજ લઈ જઈ સુધારા વધારા તેમજ નવું કાર્ડ પણ કઢાવી શકશે. આ કામગીરી દરેક જિલ્લામાં શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: આધાર કાર્ડ હવે PVC માં પણ ઉપલબ્ધ: ઘર બેઠા PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવુ? જાણો PVC આધાર કાર્ડ મંગાવવાની સંપુર્ણ પ્રોસેસ

આ કાર્ડ કેટલા સમય સુધી માન્ય ગણાય :- મુખ્યમંત્રી અમૃતમ અને મા વાત્સલ્ય યોજના નું કાર્ડ ત્રણ વર્ષ સુધી ચાલે છે. ત્રણ વર્ષ પછી આ કાર્ડને રીન્યુ કરવાનું રહેશે. જેમાં તમે હવે આવકનો દાખલો અને મા અમૃતમ કાર્ડ આપશો એટલે નવું કાર્ડ તમને રીન્યુ કરી આપશે.