તલ માર્કેટમાં ઘરાકીના અભાવે નરમાઇનો દૌર આગળ વધ્યો હતો, ગઈ કાલે પ્રતિ મણે સફેદ તલના ભાવમાં રૂ. 10 ઘટ્યા હતા, તો કાળા તલમાં એવરેજ રૂ. 50નું ગાબડુ પડ્યું હતું. અગ્રણી બ્રોકરો કહે છે કે, તલ બજારમાં અનિશ્ચિતતા જોવા મળી રહી છે. નવા તલની આવકોનું પ્રેશર વધી રહ્યું છે, ત્યારે ખરીદીમાં નિરૂત્સાહી વલણ જોવા મળી રહ્યું છે.
તાજેતરમાં તલમાં તેજી આવી હતી તે પણ વધુ એક વખત હંગામી તેજી સાબિત થઇ હતી. વરસાદ બાદ ઉઘાડ નીકળતા ગામડાઓમાંથી નવા તલની આવકો વેગ પકડી રહી છે. પીઠાઓમાં સફેદ તલની 5000 અને કાળા તલની 1000 બોરીની આવક હતી. સફેદ તલમાં સરેરાશ ભાવ રૂ. 10ના ઘટાડા સાથે ભાવ રૂ. 1950 થી 2060 તેમજ કાળા તલમાં રૂ. 50ના ઘટાડા સાથે રૂ. 2150 થી 2550ના ભાવે કામકાજ થયા હતા.
બોટાદ સ્થિત અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, તલ બજારમાં કોઇ ખાસ મુવમેન્ટ નથી. બોટાદ પંથકમાં સફેદ તલની 200 બોરી અને કાળા તલની 300 બોરીની આવકે ભાવ અનુક્રમે રૂ. 1800 થી 2000 અને રૂ. 2100 થી 2650ના મથાળે અથડાયા હતા.
સૌરાષ્ટ્રના અગ્રણી બ્રોકરો કહે છે કે, આજે સફેદ અને કાળા તલમાં રૂ. 20નો ભાવ ઘટાડો હતો. પ્રતિ એક કિલો ડિલિવરીના ભાવ એક રૂપિયો ઠંડા હતા. તલ બજારમાં નીચામાં માગ છે, જ્યારે ઊંચામાં ડિમાન્ડ નથી. તલ બજારને હાલ સાઉથના તેલવાળાની ખરીદીનો ટેકો છે, બાકી ડોમેસ્ટિક, એક્સપોર્ટના વેપારો નથી, સ્ટોકીસ્ટો પાસે ખરીદવાની જગ્યા નથી. જો નવી આવકો વધશે તો બજાર વધુ ખરાબ થશે તેવું મનાય રહ્યું છે.
સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સફેદ તલની સૌથી વધુ આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં ૧૬૫૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૩૦૦થી ૨૦૩૧ સુધીના બોલાયા હતા. સફેદ તલનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. ૨૨૬૫ બોલાયો હતો.
કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) જાડી સફેદ તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1586 | 2000 |
અમરેલી | 1085 | 2100 |
કોડીનાર | 1611 | 2002 |
જેતપુર | 1821 | 2021 |
પોરબંદર | 1835 | 1836 |
વિસાવદર | 1750 | 1950 |
કાલાવડ | 1625 | 1950 |
ગોંડલ | 1300 | 2031 |
જુનાગઢ | 1700 | 1992 |
જામજોધપુર | 1640 | 2040 |
ભાવનગર | 1800 | 2265 |
માણાવદર | 1800 | 1950 |
બોટાદ | 1525 | 2015 |
ભેસાણ | 1700 | 1920 |
સાવરકુંડલા | 1600 | 2020 |
જસદણ | 1100 | 1995 |
જામખંભાળીયા | 1700 | 1968 |
પાલીતાણા | 1620 | 2125 |
કાળા તલના બજાર ભાવની વાત કરીએ તો કાળા તલની સૌથી વધુ આવક અમરેલી માર્કેટ યાર્ડમાં ૧૬૦૭ ગુણીની થઈ હતી અને તેના ભાવ રૂ. ૧૦૮૦થી ૨૫૮૪ સુધીના બોલાયા હતા. કાળા તલનો સૌથી ઉંચો ભાવ બોટાદ માર્કેટ યાર્ડમાં રૂ. ૨૭૪૫ બોલાયો હતો.
કાલના (તા. 14/10/2021, ગુરૂવારના) કાળા તલનાં બજાર ભાવો નીચે મુજબ રહ્યા હતા.
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
મહુવા | 1621 | 2452 |
સાવરકુંડલા | 1800 | 2500 |
બોટાદ | 2010 | 2745 |
ધોરાજી | 2036 | 2301 |
ગોંડલ | 1451 | 2601 |
જુનાગઢ | 2390 | 2601 |
જામજોધપુર | 1860 | 2525 |
જસદણ | 1200 | 2300 |
બાબરા | 1880 | 2200 |
વિસાવદર | 2025 | 2345 |
ભેંસાણ | 2000 | 2440 |
મોરબી | 1430 | 2040 |
અમરેલી | 1080 | 2584 |
ગઢડા | 2020 | 2120 |
પાલીતાણા | 1970 | 2400 |
ભાવનગર | 1690 | 2300 |