State Bank of India FD: SBI... ભારતીય સ્ટેટ બેંક (SBI FD સ્કીમ) દ્વારા ગ્રાહકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ સમયે રોકાણ માટે ફિક્સ્ડ ડિપોઝિટ શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં તમે કોઈપણ જોખમ લીધા વિના તમારા પૈસા ડબલ કરી શકો છો. SBI તરફથી ગ્રાહકોને અલગ-અલગ મુદતની ફિક્સ્ડ ડિપોઝિટનો વિકલ્પ મળે છે. બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની FDની સુવિધા મળે છે.
તમને જણાવી દઈએ કે SBI અલગ-અલગ મેચ્યોરિટી પીરિયડ્સ માટે FD સુવિધા પ્રદાન કરે છે. બેંક ગ્રાહકોને 3 ટકાથી 6.5 ટકાના દરે વ્યાજ આપી રહી છે. આ સિવાય સિનિયર સિટિઝન્સ બેંક 3.5 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજનો લાભ આપી રહી છે.
1 લાખના 2 લાખ થશે
ધારો કે જો તમે 10 વર્ષની મેચ્યોરિટી માટે SBIમાં એક લાખ રૂપિયા જમા કરાવો છો તો તમારા પૈસા બમણા થઈ જશે. SBI FD કેલ્ક્યુલેટર મુજબ રોકાણકારોને 6.5 ટકાના દરે વ્યાજ તરીકે રૂ. 90,555 લાખ મળશે. રોકાણકારોને 10 વર્ષ પછી મેચ્યોરિટી પર રૂ. 90,555 મળશે.
એક ક્લિક અને ખેલ ખતમ, WhatsApp પર એક ભૂલથી બેંક બેલેન્સ થઈ જશે ઝીરો, 82 ટકા લોકો શિકાર બન્યા
વરિષ્ઠ નાગરિકોને 2,10,234 રૂપિયા મળશે
આ સિવાય વરિષ્ઠ નાગરિકોને 7.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો કોઈ વરિષ્ઠ નાગરિક 10 વર્ષની મેચ્યોરિટી માટે FD કરે છે, તો તેના પૈસા બમણા થઈ જશે. જો તમે 10 વર્ષની FDમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો તમને મેચ્યોરિટી પર 2,10,234 રૂપિયા મળશે. આમાં વ્યાજમાંથી 1,10,234 રૂપિયાની નિશ્ચિત આવક થશે.