Diwali 2023 Home Loan Offers: ભારતમાં હાલમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આગામી થોડા દિવસોમાં ધનતેરસ, દિવાળી, ભાઈદૂજ અને છઠ જેવા ઘણા તહેવારો ઉજવવામાં આવશે. આ સમયગાળા દરમિયાન લોકો મોટા પ્રમાણમાં મકાનો અને કાર ખરીદે છે. ગ્રાહકોને આકર્ષવા માટે, ઘણી મોટી બેંકો તેમના ગ્રાહકો માટે હોમ લોન પર મજબૂત ઑફર્સ લાવે છે.
Reliance SBI Cardના ફાયદા જાણીને ડાન્સ કરશો! દર મહિને મફત મૂવી ટિકિટો અને બીજું ઘણું બધું
આજે અમે તમને આવી જ કેટલીક બેંકો વિશે જણાવી રહ્યા છીએ. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, પંજાબ નેશનલ બેંક અને બેંક ઓફ બરોડા જેવી બેંકોના નામ સામેલ છે. આ તમામ બેંકોએ દિવાળી 2023માં હોમ લોન પર તહેવારોની ઓફર શરૂ કરી છે. જાણો આ ઑફર્સ વિશે-
ધનતેરસે એમનેમ સોનું ખરીદવા દોટ ન મૂકતા, પહેલાં આ 10 વાતોનું ધ્યાન રાખજો, નહીં તો આજીવન રડશો
SBI હોમ લોન પર દિવાળી ઑફર્સ
ધનતેરસ અને દિવાળીના અવસર પર સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એક ખાસ તહેવાર ઓફર લઈને આવી છે. આ વિશેષ ઑફર 1 સપ્ટેમ્બર 2023 અને 31 ડિસેમ્બર, 2023 વચ્ચે માન્ય છે. SBI આ વિશેષ ઝુંબેશ (SBI ફેસ્ટિવ હોમ લોન ઑફર્સ) દ્વારા ગ્રાહકોને વ્યાજ દરો પર ભારે ડિસ્કાઉન્ટ આપી રહી છે. ગ્રાહકોને ક્રેડિટ સ્કોર મુજબ 0.65 ટકા એટલે કે 65 બેસિસ પોઈન્ટ્સ સુધી મહત્તમ ડિસ્કાઉન્ટનો લાભ મળી રહ્યો છે.
પંજાબ નેશનલ બેંકની હોમ લોન પર દિવાળી ઓફર
પંજાબ નેશનલ બેંક પણ તેના ગ્રાહકોને હોમ લોન પર મજબૂત ઑફર્સ આપી રહી છે (PNB ફેસ્ટિવ હોમ લોન ઑફર્સ). જો તમે આ ધનતેરસ અને દિવાળી પર બેંક પાસેથી હોમ લોન લો છો, તો બેંક 8.40 ટકાના પ્રારંભિક દરે હોમ લોન ઓફર કરી રહી છે. આ સાથે બેંક પ્રોસેસિંગ ફી અને ડોક્યુમેન્ટેશન પર પણ કોઈપણ પ્રકારનો ચાર્જ નથી લઈ રહી.
તહેવારોને વરસાદનું ગ્રહણ લાગશે, દિવાળી પર મેઘરાજા ધબધબાટી બોલાવશે, જાણી લો અંબાલાલની નવી આગાહી
હોમ લોન મેળવવા માટે, તમે PNB વેબસાઇટ https://digihome.pnb.co.in/pnb/hl/ પર જઈ શકો છો. આ સિવાય તમે ટોલ ફ્રી નંબર 1800 1800/1800 2021 પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો.
બિઝનેસમાં હવે આ 3 રાશિના લોકોને કોઈ નહીં પહોંચે, દિવસે બે ગણી તો રાત્રે ચાર ગણી કમાણી કરશે
બેંક ઓફ બરોડા તરફથી હોમ લોન પર દિવાળી ઓફર
બેંક ઓફ બરોડાએ દિવાળી નિમિત્તે 'ફીલિંગ ઓફ ફેસ્ટિવલ વિથ BoB' નામનું વિશેષ અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન 31 ડિસેમ્બર 2023 સુધી માન્ય છે. આ ફેસ્ટિવલ ઓફર દ્વારા ગ્રાહકોને 8.40 ટકાના પ્રારંભિક દરે હોમ લોન આપવામાં આવી રહી છે. આ સાથે બેંક ગ્રાહકો પાસેથી ઝીરો પ્રોસેસિંગ ફી વસૂલ કરી રહી છે.