ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે માર્કેટયાર્ડમાં કપાસની આવક ઘટી છે જેમને કારણે કપાસને ભાવમાં સ્થિરતા જોવા મળી છે. જોકે આ વર્ષે કપાસનું વાવેતર ઓછું થવાને કારણે ઉત્પાદન ઓછું નોંધાયું છે. તેમાં પણ રોગનું પ્રમાણ વધારે હોવાથી સારા કપાસની આવક ઓછી નોંધાઈ હતી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સારા કપાસના ભાવો 1900 નજીક જોવા મળી રહ્યા. જોકે હવે આવનાર કપાસ છેલ્લી વીણીનો હોવાથી સારો હોતો નથી જેમને કારણે ભાવ વધારાની શક્યતાઓ ઓછી છે. હાલમાં જો ખેડૂતો પાસે સારો કપાસ પડ્યો હોય તો અડધો કપાસ વેચી નીકળી જવામાં ફાયદો થઈ શકે છે.
જો કોરોના મહામારી અને ત્રીજી લહેરની વચ્ચે ભારતમાં કપાસની નિકાસ ઉપર પ્રતિબંધ લાગશે તો ભાવ વધારાની શક્યતા ખૂબ જ ઓછી છે. જેથી હાલમાં મળી રહેલા ભાવો સાથે કપાસ વેચી દેવો ફાયદો કરાવી શકે છે.
ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોક પટેલે કહ્યું છે કે ગુજરાતમાં શનિવારે અમુક વિસ્તારોમાં માવઠું અને પવન ફૂંકાશે પછી રવિવારથી ઠંડીનો નવો રાઉન્ડ ચાલુ થઇ જશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ૨૧ અને ૨૨ જાન્યુઆરીએ સામાન્ય હળવું માવઠું થઈ શકે છે.
હવે જાણી લઈએ આજના ( 22/01/2022) કપાસ ભાવો:
માર્કેટીંગ યાર્ડ | નિચા થી ઉચા ભાવ |
રાજકોટ | - 1480 થી 2001 |
અમરેલી | - 1070 થી 2080 |
સાવરકુંડલા | - 1425 થી 2000 |
જસદણ | - 1400 થી 2925 |
બોટાદ | - 1140 થી 2031 |
મહુવા | - 1020 થી 2040 |
ગોંડલ | - 1001 થી 2051 |
કાલાવડ | - 1100 થી 2030 |
જામજોઘધપુર | - 1630 થી 2010 |
ભાવનગર | - 1000 થી 2003 |
જામનગર | - 1500 થી 1965 |
બાબરા | - 1580 થી 2055 |
જેતપુર | - 1551 થી 2091 |
વાંકાનેર | - 1050 થી 2000 |
મોરબી | - 1300 થી 2000 |
રાજુલા | - 1000 થી 2020 |
હળવદ | - 1600 થી 1957 |
વિસાવદર | - 1562 થી 2046 |
તળાજા | - 1200 થી 2121 |
બગસરા | - 1350 થી 2049 |
જુનાગઢ | - 1600 થી 1950 |
ઉપલેટા | - 1400 થી 2000 |
માણાવદર | - 1650 થી 2040 |
ધોરાજી | - 1526 થી 1961 |
વિછીયા | - 1500 થી 2040 |
ભેસાણ | - 1450 થી 2080 |
ધારી | - 1105 થી 1923 |
લાલપુર | - 1650 થી 2060 |
ધ્રોલ | - 1600 થી 1930 |
પાલીતાણા | - 1350 થી 1950 |
સાયલા | - 1575 થી 2000 |
હારીજ | - 1350 થી 2001 |
ધનસૂરા | - 1450 થી 1970 |
વિસનગર | - 1100 થી 2032 |
વિજાપુર | - 1300 થી 1996 |
કુંકરવાડા | - 1100 થી 2025 |
ગોજારીયા | - 1000 થી 2019 |
હિંમતનગર | - 1441 થી 2022 |
માણસા | - 1100 થી 2059 |
કડી | - 1200 થી 1977 |
મોડાસા | - 1700 થી 1900 |
પાટણ | - 1400 થી 2011 |
થરા | - 1780 થી 1970 |
તલોદ | - 1470 થી 1970 |
સિધ્ધપુર | - 1425 થી 2059 |
ગઢડા | - 1405 થી 2052 |
ઢસા | - 1365 થી 1930 |
કપડવંજ | – 1300 થી 1400 |