khissu

સોના કિતના સોના હૈ! સોનું હજુ પણ મળી રહ્યું છે સસ્તું? ચાંદીની ખરીદીમાં હજુ પણ ચાંદી જ ચાંદી! જાણો કેટલો છે સોના ચાંદીનો ભાવ?

પ્રસંગ એટલે પડકાર સૌથી મોટો પડકાર હોય છે સોના ચાંદીના દાગીનાની ખરીદી છેલ્લા કેટલાક વર્ષોમાં સોના ચાંદીના ભાવો જે રીતે વધી રહ્યા છે એક સામાન્ય પરિવાર હોય તો સોના ચાંદીના દાગીનાની ખરીદી કરતા જ બજેટ આખુંયે ખોરવાઇ જતું હોય છે. ત્યારે હાલમાં જે સોના ચાંદીનો ભાવ છે તે હજુ પણ સસ્તો છે સોના ચાંદીના નિષ્ણાંતોના મતે હાલમાં જે ભાવે સોનું અને ચાંદી મળી રહ્યું છે તે હજુ પણ સસ્તું છે આગામી સમયમાં સોના ચાંદીમાં જે ભાવવધારો આવશે તે ખૂબજ મોટો હોય શકે છે. 

જાણકારોના મતે હાલમાં જે ભાવે સોનું મળી રહ્યું છે તે 8 હજારથી પણ સસ્તું મળી રહ્યું છે. ત્યારે હાલમાં જે લગ્નસરાની સિઝન શરૂ થવા જઇ રહી છે, અને જો આપ પણ સોનાના દાગીના ખરીદવા માંગો છો, તો તમારા માટે આ એક મહત્વપૂર્ણ તક છે કેમકે પાછલા સપ્તાહમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે જેમાં સોનાનો ભાવ રૂ. 552 અને ચાંદીનો ભાવ રૂ. 1,424 વધ્યો છે. આમ છતા નિષ્ણાતોની વાત માનીએ તો લોકો પાસે હજુ પણ સસ્તા સોના-ચાંદીની ખરીદી કરવાનો આ મોકો છે. કારણ કે આગામી દિવસોમાં સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો નોંધાઈ શકે છે.

ઓલટાઇમ હાઇથી સોનું 8065 અને ચાંદી 18159 સુધી સસ્તું
આપને જાણીને નવાઇ લાગશે કે હાલમાં સોનું તેની ઓલ ટાઈમ હાઈ કરતાં 8065 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું વેચાઈ રહ્યું છે. ઓગસ્ટ 2020માં સોનું તેના ઓલટાઇમ હાઇ પર પહોંચ્યું હતું. આ સમયે સોનું 56,200 રૂપિયા પ્રતિ દસ ગ્રામના સ્તરે પહોંચી ગયું હતું. તો તે જ સમયે, ચાંદી તેના પણ તેના ઓલટાઇમ હાઇ પર એટલે કે 79980 પર હતી. 

દર શનિવાર અને રવિવારે નથી જાહેર કરાતા ભાવ
ઇન્ડિયન બુલ એન્ડ જ્વેલર્સ એસોસિએશન રજાઓને કારણે શનિવાર અને રવિવારના રોજ સોના અને ચાંદીના ભાવો જાહેર કરતું નથી. આ કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શુક્રવારે સોનાની સાથે ચાંદીની કિંમતમાં પણ વધારો થયો છે. શુક્રવારે (14 જાન્યુઆરી) સોનું 104 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું અને 48135 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે આવી ગયું. આ પહેલા ગુરુવારે સોનું 48031 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. બીજી તરફ ચાંદી 106 રૂપિયા પ્રતિ કિલો મોંઘી થઈ છે અને 61859 રૂપિયા પ્રતિ કિલોના સ્તર પર આવી ગઈ છે. ગુરુવારે ચાંદી 61753 પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઈ હતી.

14 થી 24 કેરેટ સોનાનો હાલનો ભાવ
શુક્રવારના રોજ 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 48135, 23 કેરેટ સોનું રૂ. 47942 પ્રતિ 10 ગ્રામ, 22 કેરેટ સોનું રૂ. 44092 પ્રતિ 10 ગ્રામ, 18 કેરેટ સોનું રૂ. 36101 પ્રતિ 10 ગ્રામ અને 14 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામના સ્તરે 28159 રૂપિયાની આસપાસ ટ્રેડ કરતો જોવા મળ્યો.

આ રીતે જાણો સોનાની શુદ્ધતા ?
જો આપને સોનાની શુદ્ધતા તપાસવી હોય તો સરકાર દ્વારા આ માટે એક એપ બનાવવામાં આવી છે. BIS કેર એપ દ્વારા ગ્રાહકો સોનાની શુદ્ધતા ચકાસી શકે છે. આ એપ દ્વારા તમે માત્ર સોનાની શુદ્ધતા જ ચકાસી શકતા નથી, પરંતુ તેનાથી સંબંધિત કોઈપણ ફરિયાદ પણ કરી શકો છો.

હોલમાર્ક જોયા પછી જ સોનું ખરીદો
સોનું ખરીદતી વખતે તેની ગુણવત્તાનું ખાસ ધ્યાન રાખો. સોનાના દાગીના હોલમાર્ક જોઈને જ ખરીદવા જોઈએ. હોલમાર્કએ સોનાની ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો હેઠળ કામગીરી કરે છે.