કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો કયા માર્કેટ યાર્ડમાં 1750 ને પાર ભાવ ?

કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો કયા માર્કેટ યાર્ડમાં 1750 ને પાર ભાવ ?

દેશમાં રૂની આવકો વધી હતી, પરંતુ ગુજરાતમાં કપાસની આવકો પીઠાઓમાં સરેરાશ થોડી ઘટી હતી. લગ્નગાળાની સિઝન અને સામે ભાવ હજી ખેડૂતોને નીચા લાગતા હોવાથી વેચવાલી વધતી નથી, પરંતુ કપાસના ભાવ રૂની પાછળ મણે રૂ.૧૦ ઘટી ગયાં હતાં.

ગુજરાતમાં દેશાવરની આવકો આજે સારી માત્રામાં વધી હતી, જેની અસર પણ હતી.સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૧૫૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં ભાવ રૂ.૧૬૦૦ થી ૧૬૭૦, મહારાષ્ટ્રનાં રૂ.૧૬૧૦ થી ૧૬૮૦નાં હતાં.

કડીમાં મહારાષ્ટ્રની ૫૦ ગાડી અને કાઠીયાવાડની ૧૪૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રનાં રૂ.૧૬૦૦થી ૧૭૦૦ વચ્ચેહતાં. કાઠીયાવાડનાં વેપારો રૂ.૧૬૫૦ થી ૧૭૦૦નાં હતાં.

દેશમાં રૂની આવક વેપારી અંદાજ મુજબ આજે કુલ ૧.૫૮ લાખ ગાંસડીની થઈ હતી, જે શુક્રવારની તુલનાએ આઠ હજાર ગાંસડીનો વધારો બતાવે છે. ઉત્તર ભારતમાં ૧૯ હજાર ગાંસડી, એમ.પી.માં ૧૪ હજાર ગાંસડી, ગુજરાતમાં ૫૦ હજાર ગાસંડી, મહારાષ્ટ્રમાં ૪૦ હજાર ગાંસડી, કર્ણાટકમાં નવ હજાર, આંધ્ર પ્રદેશમાં સાત હજાર ગાંસડી, તેલંગણામાં ૧૫ હજાર ગાંસડી, તામિલનાડુમાં એક હજાર અને ઓરિસ્સામાં ત્રણ હજાર ગાંસડીની આવક થઈ હતી

કપાસના બજાર ભાવ (23/01/2023)

માર્કેટીંગ યાર્ડનિચા ભાવઉચા ભાવ
રાજકોટ15901717
અમરેલી11801725
સાવરકુંડલા16001700
જસદણ15501710
બોટાદ16701786
મહુવા13201669
ગોંડલ15011721
કાલાવડ16001728
જામજોધપુર15801725
ભાવનગર15001684
જામનગર15501750
બાબરા16501775
જેતપુર12811741
વાંકાનેર14501700
મોરબી15751727
રાજુલા14501700
હળવદ15801712
વિસાવદર16101726
તળાજા15001711
બગસરા15501744
જુનાગઢ14501672
ઉપલેટા15501720
માણાવદર14051715
ધોરાજી13961731
વિછીયા15801700
ભેસાણ16251735
ધારી12701761
લાલપુર15751720
ખંભાળિયા15801714
ધ્રોલ14301409
પાલીતાણા14601680
સાયલા16251735
હારીજ15601701
ધનસૂરા15001620
વિસનગર14501692
વિજાપુર15401713
કુંકરવાડા14801665
ગોજારીયા14001675
હિંમતનગર15211724
માણસા14001682
કડી15001700
મોડાસા14501611
પાટણ15501696
થરા15501640
તલોદ16001661
સિધ્ધપુર14001724
ડોળાસા12801690
ટીટોઇ14011640
દીયોદર16001660
બેચરાજી14001670
ગઢડા16551715
ઢસા16001705
કપડવંજ13001450
ધંધુકા16521721
વીરમગામ14801691
જાદર16001700
જોટાણા14541630
ચાણસ્મા14511684
ખેડબ્રહ્મા16011663
ઉનાવા15011721
શિહોરી15601680
લાખાણી15001601