એકદમ સારી કવોલીટીના કપાસના ભાવ ઉંચા મથાળે પણ મચક આપતાં નથી પણ બુધવારે હલકા અને મિડિયમ કપાસમાં મણે રૂા.10 થી 25 સૌરાષ્ટ્રમાં ઘટયા હતા. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે છેલ્લા બે થી ત્રણ દિવસથી ભાવ વધતાં હલકા અને મિડિયમ કપાસની વેચવાલી વધી હતી જ્યારે હલકા અને મિડિયમ કપાસ જીનર્સોને લેવાનું પોસાણ નથી આથી લેવાલીના અભાવે હલકા અને મિડિયમ કપાસના ભાવ ઘટયા હતા. બુધવારે જીનપહોંચ એકદમ સારી કવોલીટીના કપાસના રૂા.1850 થી 1860, મિડિયમ કવોલીટીના રૂા.1750 થી 1780 અને હલકા કપાસના રૂા.1600 થી 1675 ની રેન્જમાં ભાવ બોલાતા હતા.
મહારાષ્ટ્ર અને આંધ્રના કપાસના પણ રૂા.1800 ઊંચામાં બોલાતા હતા પણ તેમાં ઉતારા ઓછા હતા જો કે ગ્રેડ અહીં કરતાં સારા હતા. કડીમાં મહારાષ્ટ્રના કપાસની આવક બુધવારે ૪૦ ટકા ઘટી જતાં કપાસના ભાવ ટકેલા હતા. કડીના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ગામડે બેઠા સારા કપાસના રૂા.1800 બોલાવા લાગતાં હવે વેચવાલી સાવ અટકી ગઇ છે. આંધ્ર અને કર્ણાટકમાં કપાસના ભાવ સુધરતાં કડીમાં છેલ્લા બે દિવસથી આવક સાવ પાંખી રહે છે. મહારાષ્ટ્રના સારી કવોલીટીના કપાસના ઊંચામાં રૂા.1780-1790 અને કાઠિયાવાડના એ ગ્રેડ કપાસના બુધવારે ઊંચામાં રૂા.1870 બોલાતા હતા. ગઈ કાલે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ 1954 રૂપિયા બોલાયા હતા. તેમજ બોટાદ માર્કેટ યાર્ડમાં 2002 રૂપિયા બોલાયા હતા. જે ખેડૂતો માટે સારા એવા ભાવ ગણી શકાય.
કપાસના ભાવો:
હવે જાણી લઈએ ગઈકાલના 29 ડીસેમ્બર 2021 ને મંગળવારના ભાવો :
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
રાજકોટ | 1475 | 1954 |
અમરેલી | 1130 | 2001 |
ધ્રોલ | 1415 | 1852 |
જેતપુર | 1341 | 1951 |
ગોંડલ | 1001 | 1931 |
બોટાદ | 1000 | 2002 |
જામજોધપુર | 1500 | 1905 |
બાબરા | 1700 | 2000 |
જામનગર | 1400 | 1930 |
વાંકાનેર | 1100 | 1914 |
મોરબી | 1475 | 1851 |
જુનાગઢ | 1200 | 1850 |
ભેસાણ | 1400 | 1906 |
વિછીયા | 1300 | 1945 |
વિજાપુર | 1200 | 1892 |
ગોજારીયા | 800 | 1860 |
હિંમતનગર | 1641 | 1890 |
કડી | 1351 | 1864 |
થરા | 1650 | 1835 |
સતલાસણા | 159 | 1820 |
વિસનગર | 1100 | 1926 |
બગસરા | 1200 | 1970 |