મગફળીનાં ભાવમાં પાંખી લેવાલી વચ્ચે ભાવમાં સરેરાશ રૂ.૫થી ૧૦નો પ્રતિ ૨૦ કિલો ઘટાડો જોવા મળ્યો હતો. મગફળીની વેચવાલી હવે વધવાનાં પણ ચાન્સ નથી. ગોંડલ-રાજકોટમાં સરેરાશ દૈનિક ધોરણે આવક અને વેપાર થવા લાગ્યાં છે અને હવે પેન્ડિંગ માલ ખાસ બચતા નથી.આગામી દિવસોમાં મગફળીની બજારનો મોટો આધાર હવે નાફેડ ઉપર છે. નાફેડનું દૈનિક ઓનલાઈન ઓક્શન થાયછે, પંરતુ તેનો જથ્થો હજી દશેક દિવસ સુધી ખાસ બજારમાં આવે તેવી સંભાવનાં દેખાતી નથી.
ગોંડલમાં ૧૪થી ૧૫ ગુણીનાં વેપાર હતાં. ભાવ જી-૨૦માં રૂ.૧૦૦૦થી ૧૧૬૦ હતાં. જ્યારે ૩૯ નંબરમાં રૂ.૯૦૦થી ૧૦૫૦ના ભાવ હતાં. ૩૭ નંબરમાં રૂ.૯૫૦થી ૧૦૫૦ અને ૨૪ નંબરમાં રૂ.૧૦૦૦થી ૧૧૬૬ સુધીનાં ભાવ હતાં. ૩૭ કે ૨૪-રોહીણી જાતમાં ખાસ ઘરાકી નથી. ૩૯ નંબરમાં ઘરાકીનો ટેકો હતો.
બાજરીનાં ભાવમાં ટૂંકી વધઘટ જોવા મળી હતી. ઉનાળુ વાવેતર ઉત્તર ગુજરાતનાં અનેક સેન્ટરમાં શરૂ થઈ ગયા છે અને હજી દશેક દિવસમાં વેગ પકડે તેવી સંભાવનાં છે.
આણંદ-નડીયાદ લાઈનમાં પણ વાવેતર આ વર્ષે સારા છે.રાજકોટમાં બાજરીની ૨૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૩૪૦થી ૪૪૫નાં હતાં. જ્યારે બિલ્ટીનાં ભાવ ક્વિન્ટલનાં રૂ.૨૧૦૦થી ૨૨૦૦નાં હતાં.ડીસામાં ૫૩૪ ગુણીની આવક સામે ભાવ રૂ.૩૮૦ થી ૪૫૮નાં ભાવ હતાં. ભાવ સરેરાશ ડીસામાં રૂ.૧૦ વધ્યાં હતાં.
જુવારમાં ભાવ યથાવત હતાં. રાજકોટમાં ૨૨૫ કટ્ટાની આવક સામે ભાવ સફેદ મિડીયમમાં રૂ.૪૫૦થી ૫૪૫, સુપરમાં રૂ.૫૬૦થી ૬૦૦ અને પ્રિમિયીમ ક્વોલિટીમાં રૂ.૬૨૦થી ૬૪૦નાં ભાવ હતાં. બિલ્ટીનાં ભાવ રૂ.૩૦૦૦થી ૩૨૦૦નાં હતાં
બોટાદ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1511 | 2190 |
મગફળી | 910 | 1045 |
ઘઉં | 415 | 480 |
જીરું | 2700 | 3710 |
એરંડા | 1190 | 1213 |
તલ | 1700 | 2150 |
ચણા | 600 | 915 |
જુવાર | 400 | 600 |
ધાણા | 1200 | 1615 |
તુવેર | 800 | 1100 |
તલ કાળા | 1605 | 2275 |
મગ | 990 | 1295 |
અડદ | 345 | 985 |
મેથી | 800 | 1095 |
રાઈ | 800 | 1300 |
મઠ | 1500 | 1620 |
સાવરકુંડલા માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1540 | 2096 |
ઘઉં | 335 | 432 |
જીરું | 2100 | 3500 |
તલ | 1921 | 1921 |
બાજરો | 350 | 455 |
ચણા | 700 | 911 |
મગફળી જાડી | 1060 | 1145 |
ધાણા | 1500 | 1700 |
તુવેર | 1000 | 1240 |
અડદ | 830 | 830 |
રાઈ | 1000 | 1300 |
ઘઉં ટુકડા | 350 | 460 |
જુનાગઢ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
ઘઉં લોકવન | 1650 | 1855 |
ઘઉં ટુકડા | 350 | 421 |
મગ | 1100 | 1358 |
ચણા | 700 | 904 |
અડદ | 600 | 1250 |
તુવેર | 1050 | 1320 |
મગફળી ઝીણી | 800 | 1043 |
મગફળી જાડી | 750 | 1095 |
તલ | 1800 | 2085 |
તલ કાળા | 2000 | 2000 |
ધાણા | 1500 | 2050 |
સોયાબીન | 1100 | 1339 |
ચોખા | 260 | 300 |
સિંગ'ફાડા | 1200 | 1380 |
મેથી | 880 | 1260 |
મોરબી માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ | 1550 | 2012 |
ઘઉં | 400 | 470 |
તલ | 1500 | 2014 |
ચણા | 745 | 847 |
મગફળી ઝીણી | 600 | 1073 |
તુવેર | 1001 | 1167 |
તલ કાળા | 1896 | 2068 |
અડદ | 566 | 1290 |
રાઈ | 801 | 1205 |
રાજકોટ માર્કેટ યાર્ડ:
વિગત | નીચો ભાવ | ઉંચો ભાવ |
---|---|---|
કપાસ બીટી | 1640 | 2087 |
ઘઉં લોકવન | 395 | 432 |
ઘઉં ટુકડા | 410 | 480 |
જુવાર સફેદ | 470 | 625 |
તુવેર | 1050 | 1280 |
ચણા પીળા | 875 | 937 |
અડદ | 860 | 1350 |
મગ | 1190 | 1403 |
એરંડા | 1300 | 1343 |
અજમો | 1450 | 2530 |
સુવા | 850 | 1185 |
સોયાબીન | 1169 | 1315 |
કાળા તલ | 1980 | 2525 |
ધાણા | 1340 | 1868 |
જીરું | 3400 | 3715 |
ઇસબગુલ | 1850 | 2230 |
રાઈડો | 1001 | 1250 |
ગુવારનું બી | 1190 | 1210 |
હળવદ માર્કેટ યાર્ડ :
વિગત | નીચો ભાવ | ઊંચોભાવ |
કપાસ | 1500 | 2025 |
મગફળી | 850 | 1108 |
ઘઉં | 351 | 438 |
જીરું | 3451 | 3900 |
એરંડા | 1300 | 1345 |
ગુવાર | 951 | 1152 |
તુવેર | 951 | 1168 |
રાઇ | 950 | 1290 |